રાજ્યમાં રેકોર્ડબ્રેક કડકડતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ વિસ્તારોમાં એટલી ઠંડી પડશે કે…

Share post

અવારનવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે. હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ઠંડીની શરૂઆત થઇ ચુકી છે. જ્યારે આ વર્ષ દરમિયાન ઠંડીનો રેકોર્ડ તૂટવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં શીત લહેરની શરૂઆત થતા 2 ડિગ્રી વધુ તાપમાન ઘટશે. જયારે દિવસનું તાપમાન સામાન્ય રહેશે તેમજ મેદાની વિસ્તારમાં દિવસે તાપમાન 1.5 ડિગ્રી રહેશે. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઇ આગાહી કરવામાં આવી રહી છે. ઉત્તર તથા મધ્ય ભારતમાં પણ શીતલહેરનો અનુભવ થશે. આની સાથે જ મેદાની વિસ્તારમાં ઠંડા પવન ફૂંકાશે.

આની સિવાય લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચું રહેશે. શીત લહેરની શરૂઆત થતાની સાથે જ અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. જ્યારે અમદાવાદ ગાંધીનગરમાં પણ ફુલગુલાબી ઠંડીની શરૂઆત થઇ ચુકી છે. આગામી 2 દિવસમાં સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડવાની સંભાવના રહેલી છે.

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસ ઠંડીનાં પ્રમાણમાં વધારો થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાને લીધે ઠંડીનું પ્રમાણ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

કચ્છના નલિયામાં ઠંડીમાં આગાહી કરવામાં આવી છે. નલિયાનું લઘુત્તમ તાપમાન કુલ 8.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ભુજમાં કુલ 13.8, કંડલામાં કુલ 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અહીં ઉલ્લેખનીય છે કે, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.8 ડિગ્રીમાં વધારો થઈને 32.8 ડિગ્રી, લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી તેમજ શનિવાર કરતાં કુલ 2 ડિગ્રી વધીને કુલ 16.7 ડિગ્રી નોંધાયું હતું.

જેને લીધે ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. જ્યારે આગામી 3 દિવસમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા રહેલી છે. કેટલાક દિવસો પહેલાં કચ્છ જિલ્લાનું સરેરાશ લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી ઉપર રહ્યું હતું, પરંતુ શનિવારે અચાનક નલિયાનું તાપમાન ગગડીને 10.4 ડિગ્રીએ પહોંચી આવ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…