પૈસાની લાલચમાં આવી સગા માં-બાપે કરાવ્યું દીકરી પાસે આ કામ, જાણો વિગતે

Share post

આજકાલ રેપીગ ના કિસ્સાઓ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેમાં લોકો સંબંધો સાથે બંધાયેલા છે તે પણ જોતા નથી. તેવી જ રીતે નાણા માટે બળજબરીથી માતા-પિતા પોતાની દીકરીના દેહના સોદા કરાવી રહ્યા હતા. તેવો એક કિસ્સો પણ નજર સામે જોવા મળ્યો છે. આવો જાણીએ તે પૂરી ઘટના વિશે..

અમરેલી જિલ્લાના ચલાલા નજીક આવેલાએક ગામડામાં સગા માતા-પિતા દ્વારા પોતાની સગીર વયની દીકરી પાસે બળજબરીથી દેહ વ્યાપાર કરવામાં આવ્યો હતો. અને તેના કારણે સગીરા ગર્ભવતી બની જતા ખળભળાટ મચી ગયો છે.સગીરાની ફરિયાદ પરથી પોલીસે તેના માતા-પિતા સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ચલાલા પોલીસ મથક નીચે આવતા વિસ્તારમાં એક ગામડામાં રહેતી સગીરાએ ચલાલા પોલીસ સમક્ષ વર્ણવેલી આપત્તિ મુજબ છેલ્લા છ મહિનાથી 17 વર્ષ અને 4 માસની વય ધરાવતી સગીરાને તેના માતા-પિતા બળજબરીથી અલગ અલગ વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ બનાવવા માટે મોકલતા હતા.અને આ જ ગામની સીમમાં અલગ અલગ વ્યક્તિઓ જ્યારે પણ મોકલવામાં આવે ત્યારે તેની સાથે શારીરિક સંબંધ બાંધતા હતા.

માતા-પિતા દ્વારા આ માટે ગ્રાહકો પાસેથી રકમ વસુલવામાં આવતી હતી. સગીરાને અન્ય ત્રણ મોટી બહેનો પણ છે.અને માતા-પિતા સહિત કોઈ પરિવારમાં પાંચ વ્યક્તિઓ છે. સગીરાની હોવાથી અને દેખાવડી હોવાથી ગ્રાહકો માટે તેના માતાપિતા જેનો ઉપયોગ કરતા હતા.અત્યાર સુધીમાં આ રીતે સગીરાએ અનેક વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ બનાવ્યો છે.અને તેના કારણે કોઈપણ વ્યક્તિથી તેને ગર્ભ રહી ગયો હતો.

હાલ તેની એક મસ્ત નગર છે અને તેને પોલીસ દ્વારા આ સગીરાની તેના માતા-પિતાના સકંજામાંથી છોડાવીને અમરેલીના મહિલા વિકાસ ગૃહમાં રાખવામાં આવી છે. સગીરાની ફરિયાદ કરતા પોલીસે તેના માતા-પિતા સામે ગુનો નોંધી તેની તપાસની શરૂઆત કરી દીધી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post