ફક્ત 5 રૂપિયામાં ખેતરમાં મજુરીકામ કરતી મહિલા બીઝનેસ વુમનની સાથે બની કરોડોની માલિક -જાણો સફળતાની કહાની

Share post

આપણા સ્વપ્નને પુર્ણ કરવા એ આસન નથી પરંતુ જીવનની આ યાત્રામાં ઘણા લોકો પોતાના સપનાને અધૂરા છોડી દેતાં હોય છે તેમજ ઘણા લોકો અનુકૂળ સંજોગોમાં પણ તેને છોડતા નથી તથા પોતાના સપનાને પુર્ણ કરવામાં સફળતા મેળવે છે, આજે અમે આપને એક એવી જ મહિલા વિષે જણાવીશું. જેને પોતાની નારીશક્તિ તથા દ્રઢ સંકલ્પથી પોતાના બધા સપના પુર્ણ કર્યા, આ મહિલાનું નામ છે અનિલ જ્યોતિ, જયારે એ નાની હતી ત્યારે એના પિતાએ એને અનાથ આશ્રમમાં છોડી મૂકી હતી તેમજ એના પિતાએ ગરીબીથી કંટાળી એને કહી દીધું હતું કે, એ તેની દીકરી નથી.

જ્યોતિ જ્યારે 16 વર્ષની હતી ત્યારે એના લગ્ન 28 વર્ષીય એક પુરુષની સાથે થયા હતા. એ સમયે, વાતાવરણ રૂઢિચુસ્ત હતું તથા જ્યોતિને તે ગમતું ન હતું. જ્યોતિ જે વ્યક્તિની સાથે પરણી હતી એ એક ગરીબ શિક્ષિત તથા ખેડૂત હતો. લગ્ન બાદ ઘણા વર્ષો સુધી જ્યોતિને શૌચ કરવાં માટે ખેતરોમાં જવું પડતું હતું. આટલું જ નહીં પરંતુ એને દિવસના કુલ 5 રૂપિયા કમાવવા માટે ખૂબ મહેનત કરવી પડતી હતી.

ફક્ત 17 વર્ષની ઉંમરમાં જ્યોતિએ એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યારપછીના વર્ષે તે બીજીવાર માતા બની હતી. આખો દિવસ એ ઘરના કામમાં વ્યસ્ત રહેતી તથા કુટુંબને સારી રીતે ચલાવવા મર્યાદિત સંસાધનો હોવા છતાં પણ ઘર સારી રીતે ચલાવતી હતી. આ બધાની વચ્ચે જ્યોતિ એનાં જીવનથી સંતુષ્ટ ન હતી. તે એની ગરીબીમાંથી બહાર નિકળવા માંગતી હતી.

ધીમેં- ધીમેં જ્યોતિએ ગામની શરમ તથા રૂઢિચુસ્તતાને છોડી સિલાઇનું કામ શીખી લીધું તથા ગામની અન્ય મહિલાઓને સિલાઇનું કામ શીખવવા લાગી હતી. ત્યારપછી એને એક ઓળખ મળી તથા એક સરકારી નોકરી પણ જ્યાં એને મહિને માત્ર 120 રૂપિયાનું વેતન મળવાની શરૂઆત થઈ. જ્યોતિનું કામ પાસેના ગામમાં જવું તથા મહિલાઓને સીવવાનું શીખવવાનું હતું.

અલીબાબાનાં સ્થાપક જેક માની જેમ જ્યોતિ રેડ્ડીએ સિલાઈના શિક્ષકથી લઈને અમેરિકન કંપનીના CEO બનવા માટે ખુબ જ સંઘર્ષ કર્યો હતો. કાકાટિયા યુનિવર્સિટી, વરંગલથી જ્યોતિ અંગ્રેજીમાં M.A. કરવા માંગતી હતી પરંતુ એ શક્ય થઈ શક્યું નહીં. ત્યારપછી જ્યોતિએ અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. તે ત્યાં જઇને સોફ્ટવેરની મૂળ બાબતો શીખવા માંગતી હતી પરંતુ USAમાં સ્થાયી થઈને સૌથી મોટી તથા અઘરી બાબત હતી. કોઈ સબંધીની મદદથી જ્યોતિએ અમેરિકાના વિઝા મેળવ્યા તથા એ  ન્યુજર્સી જવા માટે રવાના થઈ ગઈ હતી.

પોતાનો ધંધો શરુ કરતા પહેલા જ્યોતિએ ન્યૂજર્સીમાં ઘણી નાની નાની નોકરીઓ કરી હતી. તેણે સેલ્સ ગર્લ, રૂમ સર્વિસ આસિસ્ટન્ટ, બેબી સિટર, ગેસ સ્ટેશન એટેન્ડન્ટ અને સોફ્ટવેર રિક્રૂટરની જેવી અનેક નોકરીઓ કરીને પોતાના સપનાઓને નવી દિશા અને ઊંચાઈ આપી. આજે તેઓ યુ.એસ.એ. માં મહેલ જેવા 6 ઘર અને ભારતમાં તેમના પોતાના 2 ઘર છે. એટલું જ નહીં, જ્યોતિ મર્સિડીઝ જેવા મોંઘા વાહનોની માલકીન પણ છે.

જો કે આજે જ્યોતિ રેડ્ડી યુએસએમાં રહે છે, પરંતુ તે 29 ઓગસ્ટના રોજ દર વર્ષે ભારત આવવાનું ભૂલતી નથી. તે આ દિવસે ભારત આવે છે અને તે જ અનાથાશ્રમમાં બાળકો સાથે તેનો જન્મદિવસ ઉજવે છે. આટલું જ નહીં, જ્યોતિ અનાથ બાળકો માટે ઘણી બધી ગિફ્ટ પણ લાવીને તેમને વહેંચે છે. ખુબ જ નાની ઉંમરમાં પોતાનાથી ઉંમરમાં ખુબજ મોટા ખેડૂત સાથે લગ્નથી લઈને સિલિકોન વેલીની કંપનીની સીઈઓ બનવા સુધીની આ યાત્રા ખુબજ પ્રેરણાથી ભરેલી છે, જ્યોતિ ભારતના યુવાનો માટે એક પ્રકાશસ્તંભ સમાન છે, જે સ્વપ્ન જોનારા માટે અંધકારથી ઉજ્જવળ ભાવિ સુધી પહોંચવા માટે રસ્તો દેખાડે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post