fbpx
Fri. Dec 6th, 2019
Loading...

સ્વચ્છતાની બાબતમાં ભારતમાં જ નહીં એશિયામાં નંબર 1 છે આ ગામ, જુઓ ફોટા…

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે સ્વસ્થ મન અને શરીર માટે સ્વચ્છતાની આદત હોવી જોઈએ. તેમના આ વિચારને આગળ વધારી વડાપ્રધાન મોદીએ દેશમાં સ્વચ્છ ભારત મિશન શરુ કર્યું છે. આજે જ્યારે દેશભરમાં ગાંધી જયંતિ ઉજવાય રહી છે ત્યારે જાણીએ ભારતના એક એવા ગામ વિશે જે સ્વચ્છતાની બાબતે એશિયામાં નંબર 1 છે.

મેઘાલયના પૂર્વી ખાસી હિલ્સ જિલ્લામાં માવલ્યાન્નોંગ ગામ આવેલું છે. આ ગામ તેના માતૃવંશ સમાજ અને એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે જાણીતું છે. આ ગામને ઈશ્વરનો બગીચો પણ કહેવામાં આવે છે. આ એશિયાનું સૌથી વધારે સ્વચ્છ ગામ છે. તેના માટે ગામને અનેક આંતરરાષ્ટ્રિય પુરસ્કાર પણ મળી ચુક્યા છે.

ખાસ વાત એ પણ છે કે અહીં સાક્ષરતા પણ 100 ટકા છે. ગામના મોટાભાગના લોકો સળસડાટ અંગ્રેજી બોલી પણ શકે છે. ગામમાં અનેક સુંદર ઝરણાં આવેલા છે. આ ઉપરાંત માવલ્યાન્નોંગ લિવિંગ રુટ્સ બ્રિજ અને એક બૈલેંસિંગ રોકના કારણે પણ જાણીતું છે.

અહીં વધારાની વસ્તુઓ અને કચરાને વાંસની એક કચરાપેટીમાં નાંખવામાં આવે છે. પછી આ કચરાપેટીને એક ખાડો ખોદી તેમાં મુકી તેમાંથી ખાતર તૈયાર કરવામાં આવે છે. ગામમાં ઠેર ઠેર કચરો નાંખવા માટેની વાંસની ડસ્ટબીન મુકવામાં આવી છે.

વર્ષ 2003 માં આ ગામને એશિયામાં અને 2005માં ભારતનું સૌથી સ્વચ્છ ગામ ઘોષિત કરાયું હતું. આ ગામમાં મહિલા, પુરુષ કે બાળકો કોઈપણ સ્થાને ગંદકી જુએ તો તેને સાફ કરવાનું કામ વિના સંકોચ કરી દે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

Loading...
Loading...