પાપડ મઠીયાને દુનિયાના ખૂણે-ખૂણે પહોચાડનાર ભારતનું આ ગામ કરે છે કરોડોનું ટર્નઓવર, જાણો હાલમાં કેવા છે હાલ?

Share post

આ વર્ષે કોરોના મહામારીને પગલે મોટા ભાગના વેપાર-ધંધા બંધ થઇ ગયા  છે. ખાસ કરીને દિવાળીના તહેવારોમાં મંદીનો માહોલ સર્જાતાં વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દિવાળીના સમયમાં ગુજરાતનું ઉત્તરસંડા ગામ જે ચેરોતરમાં આવેલું છે તે ગૃહ ઉદ્યોગના વેપારને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ગામના મોટા ભાગના લોકો પાપડ-મઠિયાં સહિતના સરસાણના વેપાર સાથે જોડાયેલા છે. દિવાળીના સમયમાં આ ગામ કરોડો રૂપિયાની કમાણી કરે છે. આ ગામ વિશે એવું પણ કહેવાય છે કે, અહીંના લોકોની કમાણી રૂપિયામાં નહીં, પરંતુ ડોલરમાં થાય છે, કારણ કે, દેશ કરતાં વિદેશી ગ્રાહકોની સંખ્યા વધારે જોવા મળે છે. ઉપરાંત વેપારીઓ મોટા પ્રમાણમાં પાપડ-મઠિયાં સહિતની વસ્તુઓ વિદેશમાં એક્સપોર્ટ કરે છે, જોકે આ વર્ષે કોરોના મહામારીને લીધે તેમના ધંધા પર મોટી અસર પડી છે. તો આવો, જાણીએ ઉત્તરસંડાના વેપારીઓ પર કોરોના મહામારીની કેવી અસર પડી છે.

દિવાળીના તહેવારોમાં વેપાર 70થી 90 ટન જેટલો થતો હતો, આ વર્ષે 30 ટન પણ નથી
આ વિષય પર ઉત્તરસંડાના પાપડ-મઠિયાંના વેપારી કેતન પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને લીધે અમારા વેપારને ખૂબ જ મોટી અસર થઇ છે, સૌ પ્રથમ તો ટ્રાન્સપોર્ટ બંધ થવાના કારણે પણ નિકાસ બંધ થઈ ગઈ છે. એને કારણે અમારે કુરિયરનો સહારો લેવો પડે છે, જેનાં ભાડાં પણ વધી ગયાં છે. ઉપરાંત આ વર્ષે અમારી 90 ટકા નિકાસ ઓછી થઈ છે, સાથે જ લોકલ માર્કેટમાં પણ ધંધો બંધ થઇ ગયો છે. અડદદાળ, મગદાળ તેમજ તુવેરદાળના ભાવમાં સતત વધારો થયો છે. દિવાળીના 15 દિવસ અમારો વેપાર 70 થી 90 ટન જેટલો થતો હતો, જે આ વર્ષે 30 ટન પણ ક્રોસ નથી થયો. અમારો વિદેશમાં સૌથી વધુ બિઝનેસ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશમાંથી આવે છે. ત્યાં વસતા ગુજરાતીઓ તહેવારોના સમયે મોટા પ્રમાણમાં ઓર્ડર આપતા હોય છે, પરંતુ આ વર્ષે એમાં પણ ઘણું મોટું નુકસાન થયું છે. વેપાર ઠપ પડતાં હાલમાં અમારે 5 થી 10 રૂપિયાના નફે સામાન વેચવો પડે છે.

ગામનો મોટા ભાગનો પરિવાર પાપડ-મઠિયાંના વેપાર પર નિર્ભર છે: વેપારી
અમારા ગામમાં મોટા ભાગના લોકો પાપડ-મઠિયાંના વેપાર સાથે જોડાયેલા છે. ગામમાં ઘણી ફેક્ટરી-કારખાનાં આવેલાં છે અને અહીં એક ફેક્ટરીમાં અંદાજે 90થી 100 લોકો કામ કરે છે. ગામના મોટા ભાગના લોકોની રોજગારી આ જ ધંધા સાથે જોડાયેલી છે. કેટલાક લોકો અહીં કામ કરી અને અહીંથી જ પાપડ-મઠિયાં-ચોળાફળી લઈ જઈ બજારમાં વેચી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ માર્ચ મહિનાની કોરોના મહામારીને કારણે અમારે પણ અમારો સ્ટાફ અડધો કરવો પડ્યો હતો, સાથે જ અન્ય કર્મચારીઓને ત્રણ મહિના સુધી પગાર ચૂકવ્યો હતો. નવરાત્રિમાં વેપાર થોડો સારો થયો હતો, ત્યારે આશા હતી કે, દિવાળીના તહેવારોમાં પાછલા 6 મહિનાનું નુકસાન સરભર થઈ જશે, પરંતુ હાલની સ્થિતિને જોતાં એ શક્ય લાગતું નથી.

શું છે ગામનો ઈતિહાસ?
જાણવા માં આવ્યું છે કે, ગુજરાત આણંદ-નડિયાદ પાસે ઉત્તરસંડા ગામ આવેલું છે. આ ગામમાં આશરે 20થી 25 હજારની વસ્તી છે. અહીં બનતાં પાપડ, મઠિયાં અને ચોળાફેળી એ ગામનું પ્રખ્યાત થવાનું મુખ્ય કારણ છે. અહીં એન્ટર થતાં જ તમને મોટા ભાગની દુકાનોમાં પાપડ-ચોળાફળીનું વેચાણ થતું જોવા મળશે. આ ઉપરાંત અહીં પાપડ બનાવતી નાની-મોટી ફેક્ટરીઓ પણ છે. જાણવા મળ્યું છે કે, ઉત્તરસંડાના પાપડનો શ્વાદ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ઈ.સ 1986માં પાપડ ઉદ્યોગની પ્રથમ ફેક્ટરી ઉત્તરસંડા ગામમાં શરૂ થઈ હતી. જોકે વર્ષ દરમિયાન ઉત્તરસંડામાં આવેલી કંપની પાપડનું ઉત્પાદન ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા સંધાણા ગામ ખાતે કરતી હતી, પરંતુ એ ફેક્ટરી પાપડની ગુણવત્તામાં વધારો થાય એ માટે પાપડના લોટમાં વપરાતું પાણી ઉત્તરસંડાથી લઈ જતી હતી, આમ કરવામાં  ફેક્ટરીને ઘણો ખર્ચો થઈ જતો હતો, જેથી કંપનીએ વર્ષ 1986માં ઉત્તરસંડા ગામમાં પાપડ ફેક્ટરી શરૂ કરી હતી, જે ઉત્તરસંડાની પહેલી પાપડ ફેક્ટરી છે તેવું જાણવા મળ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post