ગુજરાતનું આ આખું ગામ ભેજ આધારિત ખેતી દ્વારા કરી રહ્યું છે કરોડોની કમાણી, આવી ‘ખેતી’ ક્યારેય નહિ જોઈ હોય…

Share post

ખેતીનાં પાકને ક્યારામાં પાણી આપવાને કારણે કુલ 95% પાણી નકામું બનીને હવામાં ઊડી જતું હોય છે અથવા તો જમીનમાં ઉતરી જતું હોય છે. આમ, કુલ 95% પાણીનો બગાડ થાય છે. કૃષિ વિભાગનાં અધિકારીઓ જણાવતાં કહે છે કે, ખેતીમાં પાકને પાણી નહીં પરંતુ ભેજની  જરૂર હોય છે. ભેજ આધારિત ઈઝરાયલ જે રીતે ખેતી કરી રહ્યું છે તે જ રીત અપનાવીને ગુજરાતમાં આવેલ ગોંડલ તાલુકાનું ત્રાકુડા ગામ ભેજ રાખે એવી તકનીક અપનાવીને ખેતી કરીને વર્ષે કુલ 5 કરોડનું ઉત્પાદન આપે છે.

ત્રાકુડા ગામમાં કુલ 751 ખેડૂતો રહે છે. બધાં જ ખેડૂતો ઇઝરાયલની મલ્ચિંગ ટેકનોલોજી તેમજ ટપક સિંચાઇ કરીને ખેતી કરી રહ્યાં છે. જેમાં જમીનમાં ભેજ રહે એટલું જ પાણી આપવામાં આવે છે. ક્યારા પદ્ધતિથી જ્યાં 1 લાખ લિટર પાણી જોઈએ ત્યાં આ નવી પદ્ધતિથી માત્ર 20,000 લિટર જોઈએ છે. આ ગામમાં પાણીની અછત રહેતી હતી. હાલમાં રહેતી નથી. ગામનાં ખેડૂતો વર્ષ 2015થી આ પદ્ધતિ અપનાવી રહ્યાં છે. હવે આ ગામમાંથી દરરોજનાં 15 ટ્રક લીલા શાકભાજી, ફળ શહેરમાં પહોંચાડવામાં આવે છે.

ટીપું પાણી આપીને અહીં નવી ક્રાંતિ કરી છે. કુલ 4 કરોડના રોકાણમાં 50% લેખે કુલ 2 કરોડ સબસિડી સરકાર દ્વારા ટપક સિંચાઈનાં સાધનોમાં આપવામાં આવી હતી. હવે વર્ષે કુલ 5 કરોડ કૃષિ ઊપજ મેળવી રહ્યાં છે. ઓછુ રોકાણ કરીને મોટો ફાયદો કૃષિ વિભાગે અપાવ્યો છે એવું અધિકારી જણાવતાં કહે છે.ટીપું પાણી મળતું હોવાને લીધે પાણીનો બચાવ થાય છે. કુલ 10 વર્ષ અગાઉ રમેશ કનેરિયા નામનાં ખેડૂતે સૂક્ષ્મ સિંચાઈની ખેતી કરી હતી. ત્યારપછી માત્ર 5 વર્ષમાં તો આખું ગામ તેમ કરવા લાગ્યું હતું.

અધિકારી જણાવતાં કહે છે કે, ખેતીવાડી અધિકારી N.M. કામલીયાર દ્વારા પાણી બચે એવી પદ્ધતિ અપનાવી દેવા ખેડૂતોમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. ઓછા પાણીએ પાક થાય છે તેની ઉપરાંત ખેડૂતોને સૌથી મોટો લાભ રોગ તેમજ જીવાતની સામે થાય છે. ઓછો રોગ આવે છે તેમજ વાયરસના હુમલા પાક પર થતાં નથી. નિંદામણ કરવા માટે મજૂરી આપવી પડતી નથી. પહેલા કુલ 10 માણસો જોઈતા હતા હવે તો કામ માત્ર 1 માણસ કરી શકે છે. આમ મજૂરીમાં પણ ઘટાડો છે.

આ ગામમાં 5 મે 2015 સુધીમાં કુલ 266 ખેડૂતો ટપક સિંચાઇ કરતાં હતા. આ દિવસે અન્ય કુલ 500 જેટલાં ખેડૂતોએ સામૂહિક સંકલ્પ કર્યો હતો કે, તેઓ હવે ફક્ત સૂક્ષ્મ સિંચાઇ ખેતી કરશે. ત્યારથી અહીં કુલ  751 ખેડૂતો કપાસ, મગફળી, ઘઉં, તરબૂચ, કુલ 24 પ્રકારનાં શાકભાજી, જીરું, તલ, બાજરી, ચણા, દિવેલા, રજકો, તળબૂચ, ટેટીની ખેતી કરી રહ્યાં છે. હવે, અહીં તરબૂચ વધુ ઉગાડીને મોટું ઉત્પાદન મેળવી શકે છે.

વરસાદ આવે કે ન આવે એનાથી આ ગામને હવે કોઈ ફેર પડતો નથી. અહીં હવે ક્યારેય પણ દુકાળ પડતો નથી. પાકનો વીમો લેવાની પણ જરૂર પડતી નથી. આ વાત ખેડૂતોને પસંદ આવી તથા ખેડૂતો એક ક્રાંતિ કરી શક્યા છે. સમગ્ર રાજ્યમાં આ એકમાત્ર એવું ગામ છે કે, જે ક્યારા પદ્ધતિથી નહીં સૂક્ષ્મ સિંચાઇથી ખેતી કરી રહ્યાં છે.

ગોંડલ ખેત ઉત્પન્ન બજાર સમિતિનાં પ્રમુખ જેન્તી ઢોલ દ્વારા ગુજરાત ગ્રીન રિવોલ્‍યુશન કંપની કુલ 50% સહાય ઉપરાંત કુલ 40% આપવામાં આવી હતી. આમ, કુલ 90% સુધી સહાય મળતા આખું ગામ નવી ટેકનોલોજી અપનાવી શક્યું છે.ગોંડલ જામકંડોરડા માર્ગ પર આવેલ આ ગામમાં મોતીસાર નદી કુલ 10 વોકળા નિકળે છે. શિયાળામાં તળાવ હતા પરંતુ એ સૂકાઈ જતાં હતા. પાણીની અછત તેમજ ખેતર, બોરવેલ ડૂબી જતાં હતા. હવે તળ ઊંચા આવે છે. ચોમાસું નબળું હોય તો પણ કોઈ વાંઘો આવતો નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post