દરરોજ હજારો લીટર દૂધના ઉત્પાદન સાથે આ અભણ મહિલા વર્ષે કરી રહી છે કરોડોની કમાણી- બે ગાયોથી કરી હતી શરૂઆત

Share post

હાલમાં પુરુષોની સાથોસાથ મહિલાઓ પણ અડીખમ ઉભી રહીને દેશનું ગૌરવ વધારી રહી છે. ખેતીની સાથે જ પશુપાલનનાં વ્યવસાયમાંથી પણ ઘણી મહિલાઓ લાખો રૂપિયાની કમાણી કરી રહી હોય એવી ઘણી જાણકારી અવારનવાર સામે આવતી હોય છે. હાલમાં પણ ગુજરાતમાંથી આવી જ એક જાણકારી સામે આવી રહી છે. જેને જાનીની આપને પણ ઘણી નવાઈ લાગશે.

ગુજરાત રાજ્યમાં આવેલ બાનાસકાંઠામાંથી આ જાણકારી સામે આવી છે. જીલ્લામાં પાણીની અછત ખુબ જ રહે છે. અહી પશુપાલ બનાસકાંઠાના લોકોની માટે રોજગારીનો મુખ્ય સ્ત્રોત રહેલો છે. આપણે પૈસા કમાવવા માટે અભ્યાસને ઘણું મહત્વ આપીએ છીએ પણ મહેનત કરવાની સાચી લગન હોય તો સફળતાને પ્રાપ્ત કરી શકાય છે તથા કરોડ રૂપિયા પણ કમાઈ શકાય છે એવી જ એક ઘટના સામે આવી છે.  ધાનેરા તાલુકામાં આવેલ ચારડા ગામનાં કાનુબહેન પટેલ અક્ષર જ્ઞાનમાં સાવ અભણ હોવા છતાં પણ તેઓ ફક્ત પશુપાલન કરીને મહિને લાખો રૂપિયા કમાઈ રહ્યાં છે.

એવું માનવામાં આવે છે કે, સમગ્ર રાજ્યમાં વ્યક્તિગત રીતે કાનુબહેન  એમના પશુઓ પાસેથી સૌથી વધારે દુધ મેળવે છે અને વેચે છે. માત્ર 2 ભેંસોથી જ દૂધનાં ધંધાની શરૂઆત કરનાર કાનુ બહેનની પાસે હાલમાં 100થી વધારે ગાયો છે તેમજ કુલ 25 જેટલી ભેંસો છે. આ પશુધનથી કાનુબહેન દરરોજનું કુલ 1,000 લિટર દૂધ મેળવે છે તેમજ એને વેચીને લાખો રૂપિયા કમાઈ રહ્યાં છે.

કાનુબેન અગાઉ કુલ 10 લિટર દૂધ ભરાવતા હતાં. ત્યારપછી ડેરીના કેમ્પોમાં જઈ એમને પણ કાંઈક નવું કરવાનો વિચાર આવ્યો. ત્યારપછી કાનુબેને ધીરે ધીરે કુલ 5  ગાયો લાવી. ત્યારપછી ધીરે-ધીરે કુલ 5-5 ઢોર વધારીને હાલમાં સૌથી વધારે સારી નસલવાળી જર્સી ગાયો તથા કુલ ૨૫ જેટલી ઉંચી કુળની ભેંસ એમની પાસે છે.આ પશુધન દ્રારા કાનુબહેન તેઓ સાંજ-સવાર થઇને કુલ 1,000 લિટર સુધીનું દૂધ ભરાવીને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહિ પરંતુ સમગ્ર રાજ્યમાં સૌથી વધારે દૂધ ધરાવતા મહિલા બન્યા છે.

દુધનાં આ વ્યવસાયમાં કાનુબેન પટેલની સાથે એમનો પરિવાર પણ એમને મદદ કરે છે. કાનુબહેનનું જણાવવું છે કે, તેઓ જાતે જ પશુઓની સાર સંભાળ રાખે છે તેમજ એમનો પરિવાર પણ એમને મદદ કરે છે. કાનુબહેનને દૂધની કમાણીમાં સારી આવક મળતાં હાલમાં એક આધુનિક રીતે તબેલો તૈયાર કરવામાં આવ્યો છે.  તબેલામાં ઠંડક રહે એની માટે કુલ 4 મોટા કુલરો પણ ફીટ કરી દેવામાં આવ્યા છે તેમજ તબેલા ઉપર ફુવારાઓ પણ મૂકી દેવામાં આવ્યા છે. જેને કારણે ઉનાળામાં ગાયોને પણ ઠંડક મળી રહે.

હાલમાં દિવસનું કુલ 1,000 લિટર જેટલું દૂધનું ઉત્પાદન કરતાં કાનુબેનને બનાસ ડેરીએ એમને પોતાના ઘરે જ ડેરી ઉભી કરી આપી છે. જેને લીધે તેઓને દૂધ ભરવા માટે બહાર ન જવું પડતું નથી. કાનાબેનની વર્ષની આવક કુલ 1 કરોડ સુધીની છે.કાનુ બહેન પટેલને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ NDDB તથા બનાસ ડેરી દ્વારા સૌથી વધારે દૂધ ભરાવનાર એવોર્ડ તેમજ એમને ઘણાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post