રૂપિયા છાપવાનું મશીન છે આ ઝાડ, ખેડૂતો કરી રહ્યા છે કરોડોની કમાણી

Share post

ભારતને ખેડૂતોનો દેશ કહે છે તેમજ ભારતમાં મોટાભાગનાં લોકો ખેતી સાથે જોડાયેલા છે. જો ખેડૂતોને સાચી મદદ તેમજ યોગ્ય ઉપાય આપવામાં આવે તો ભારતનાં ખેડૂતો પણ કરોડપતિ બની શકે છે. પણ ખેડૂતોને સાચો રસ્તો બતાવવાની જરૂર છે. ભારત દેશમાં મોટાભાગનાં ખેડૂતો મોસમી પાક વાવે છે. આ મોસમી પાકમાં મોટેભાગે શાકભાજી, ફળ તેમજ અનાજની ખેતી કરે છે. પણ આજ રોજ અમે તમને બતાવવા જઈએ છીએ એક એવાં ઝાડ વિશે કે તે ઝાડની ખેતી કરીને ભારતનાં ખેડૂતો પણ કરોડપતિ બની શકે છે.

અમે આજે જે ઝાડ વિશે વાત કરવા જઈએ છીએ તે ઝાડની ખેતી કરવા માટે બહુ જ સંયમ રાખવું જરૂરી છે. કારણ કે, તે બહુ લાંબા સમય પછી ખેડૂતોને પૈસા અપાવે છે. સાધારણ રીતે ખેડૂતો પોતાનાં ખેતરની આજુબાજુ બગીચો કે ફળનાં વૃક્ષ લગાવતા હોય છે. તેથી કરીને ઋતુમાં તે તેમાંથી પૈસા કમાઈ શકે છે.

પણ જો આ તમામ વૃક્ષની વચ્ચે ચંદનનું ઝાડ લગાવવામાં આવે તો તે ઝાડ તમને વર્ષો સુધી પૈસાની કમાણી આપે છે. ચંદનની ખેતીમાં ઘણા પૈસા છે ચંદનની ખેતી જેવી કમાણી બીજી એકય જગ્યાએથી મળતી નથી. અમુક સમય અગાઉ ગુજરાત રાજ્યનાં ભરૂચની અંદર એક ખેડૂત દ્વારા 10 લાખ રૂપિયાનો ખર્ચો કરી તેમજ ચંદનની ખેતી ચાલુ કરવામાં આવી હતી, તેમજ ખાલી ૧૫ થી ૨૦ વર્ષમાં આ વૃક્ષ બહુ જ મોટા થઈ ગયા હતા તેમજ આ ખેડૂતને બહુ ફાયદો થયો.

આ ખેડૂત દ્વારા રેકોર્ડ બ્રેક 15 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી હતી મતલબ, એક લાખ રૂપિયાનાં રોકાણ સામે આ ખેડૂતને દોઢ કરોડ રૂપિયા જેટલો ફાયદો થાય છે. જો તમે 15 કે 20 વર્ષ સુધી કોઇપણ સ્કીમમાં આટલા પૈસા રોકાણ કરો તો તેની સામે તમને આટલો ફાયદો નહીં થાય. પણ ચંદનની ખેતીથી તમે પણ બની શકો છો કરોડપતિ, તેમજ કરોડો રૂપિયાની કમાણી શકો છો.

સાધારણ રીતે ચંદનનું લાકડું 6 થી 7 હજાર રૂપિયા પ્રતિ kgનાં ભાવે વેચાય છે, તેમજ જો ચંદનની ક્વોલિટી બહુ સારી હોય તો તેનાં એક KGનાં 10,000 રૂપિયા સુધી પણ ભાવ આવે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, કેવી રીતે તમે લોકો ચંદનની ખેતી કરી શકો છો તેમજ ચંદનની ખેતી માટે તમારે કઇ કઇ વસ્તુઓની જરૂર પડશે.

ચંદનની ખેતી કરવા માટે સૌથી પહેલા તમારે બજારમાંથી 2000 રૂપિયા પ્રતિ KGનાં ભાવ લાલ ચંદનના બીજ લાવો, તેમજ જો તમને લાગે તો ગમે તે સારી નર્સરીમાંથી આ ચંદનનાં છોડ પણ ખરીદી શકો છો, તેમજ ચંદનનાં વૃક્ષ મોટેભાગે લાલ કલરની માટીમાં બહુ સારી રીતે ઉગે છે. આ સિવાય પથરીલી જમીન પર કે ચુનાવાડી જમીનમાં પણ ચંદનનાં ઝાડ સારા ઊગે છે.

સામાન્ય રીતે સાવ ભીની તેમજ ચીકણી માટીમાં કે વધારે પોષક તત્વો વાળી માટીમાં ચંદનનું વૃક્ષ બહુ ઝડપથી ઉગતું નથી. સાધારણ રીતે એપ્રિલ થી મે માસમાં ચંદનનાં વૃક્ષનું વાવેતર કરવું જોઈએ તેમજ જો તમારા ખેતરમાં બહુ બધી જગ્યા હોય તો ૩૦ થી ૪૦ cmનાં અંતરે તમારે ચંદનનાં બીજને વાવી દેવાં તેમજ 1 એકરમાં લગભગ ૪૦૦ જેટલા ઝાડ વાવી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…