આ નાનકડો જીવ ખેડૂતો માટે છે વરદાન રૂપ, પાકનું ઉત્પાદન થશે બમણું અને આવક થશે ડબલ

Share post

મોટા ભાગના ખેતરોમાં અળસિયા જોવા મળતા હોય છે. આ અળસિયાનો દેશી ખાતર બનાવવામાં ઉપયોગ થાય છે. આ ખાતરને વર્મિકમ્પોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાતરથી જમીન ની ફળદ્રુપતા વધે છે અને પાકનું ઉત્પાદન પણ વધે છે.

કઈ રીતે બને છે ખાતર?
વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવવા માટે પહેલાં તો છાણીયું ખાતર, ગાય, ભેંસ, ઘેટા, બકરા નુ છાણ લેવામાં આવે છે. આ ઉપરાંત ખેતરના સૂકા કચરા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. છાણીયું ખાતર 60 થી 70 ટકા જેટલું લેવામાં આવે છે. આ છાણિયા ખાતરની અંદરથી મિથેન ગેસ ઉત્પન્ન થાય છે. અને બીજો હાઈડ્રોજન વાયુ પણ ઉત્પન્ન થાય છે. જેના લીધે ખાતરની ગરમી વધારે હોય છે. આ ગરમીને ઠારવી પડે છે.

આ ગરમીને ઠારવા માટે તેના પર પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને ખાતરને ઊલટસૂલટ કરવામાં આવે છે. તેનાથી તેના અંદરની મોટાભાગની ગરમી દૂર થઈ જાય છે. પછી પાળા સિસ્ટમમાં પણ વર્મિકમ્પોસ્ટ થતું હોય છે. બીજી પદ્ધતિ આરસીસી બેડ સિસ્ટમ છે. ત્યારબાદ આરસીસી બેડ સિસ્ટમમાં એક સ્તર ઉપર બીજું સ્થળ એ રીતે છાણીયું ખાતર અને ખેતીનો કચરો પાથરવામાં આવે છે. ત્યારબાદ તેમાં અળસિયા ઉમેરવામાં આવે છે. તેને પાળાની ઉપર નાખી દેવામાં આવે છે. ત્યાર બાદ કંતાન વડે તેને ઢાંકીને તેની ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે છે.

પરિણામે અળસિયા તે ખાતર ને ખાય છે અને તેનું મળ આ ખાતરમાં જ પડે છે. અળસિયા 24 કલાક કામ કરતા રહે છે એટલા માટે તેનો પરસેવો ખૂબ નીકળે છે. તે પરસેવામાં એક પ્રકારના હોર્મોન્સ અને એન્ઝાઇમ્સ રહેલા હોય છે. જ્યારે ખાતર બની જાય છે ત્યારે તેને એક અઠવાડિયા સુધી પાણી છાંટવાનું બંધ કરી દેવામાં આવે છે. જ્યારે ખાતર સુકાઈ જાય છે ત્યારે ગોળ ચારણો લઈ તેની અંદર ચાળવામાં આવે છે. તેના લીધે અળસિયા અલગ પડી જાય છે અને નીચે ખાતર ભેગુ થઈ જાય છે.

ઓર્ગેનિક ખેતીની ઉત્પાદિત પાક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ. એમાં દવાઓનો ખર્ચ ઓછો થાય છે. તો આ રીતે તમે વર્મીકમ્પોસ્ટ દ્વારા ખેતી કરી ઓર્ગેનિક ખેતી કરી શકો છો. આ ખેતી દ્વારા પાકનું ઉત્પાદન વધે છે જેના કારણે ખેડૂતોની આવકમાં ચોખ્ખો વધારો જોવા મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post