ગૌમાતાને રોટલી સાથે ખવડાવો આ વસ્તુ, જીવનમાં એવા ચમત્કારો થશે કે, જીવન બની જશે સ્વર્ગ

Share post

ગાય હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર પશુ તરીકે માનવામાં આવે છે, લોકો ગાયને ગૌમાતા કહે છે અને પૂજા કરે છે. ઘણા લોકો પોતાના ઘર પાસે ગાય આવે તેને, શુભ માને છે અને ઘર આંગણે આવેલી ગાયને રોટલી ખવડાવે છે. શું તમે પણ ગાય માતાને રોટલી ખવડાવો છો? તો હવેથી આ ખાસ વાતનું ધ્યાન રાખી સાથે આ વસ્તુ પણ આપવાનું ચાલુ કરી દો, જેનાથી તમને અને તમારા પરિવારજનોને ઘણી સફળતા મળશે.

હિંદુ ધર્મમાં ગાય માતાને સૌથી પવિત્ર દરરજો આપવામાં આવ્યો છે. ઘણા લોકો ગાય માતાની નિયમિત પૂજા પણ કરે છે. હિંદુ ધર્મના ઘણા શાસ્ત્રો તેમજ પુરાણોમાં પણ ગાયના મહત્ત્વને વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યું છે. અને ગાયના દૂધ તેમજ તેના દૂધમાંથી બનતી વાનગીઓથી સ્વાસ્થ્યને થતાં અઢળક લાભો વિષે પણ આપણે સારી રીતે જાણીએ છીએ. આજે પશુપાલન દ્વારા ઘણા લોકો સારી કમાણી પણ કરી રહ્યા છે.

હિંદુ ધર્મના ઘણા ગ્રંથો તેમજ શાસ્ત્રો અનુસાર, ગૌમાતામાં 33 કરોડ દેવીદેવતાઓનો વાસ થયેલો હોય છે. આ કારણે અવસરે અવસરે હીન્દુ ધર્મમાં ગૌમાતાની પૂજા કરવામાં આવે છે. અને ઘણા લોકોતો દરરોજ નિયમિત ગૌમાતાને રોટલી પણ ખવડાવે છે. ગૌમાતાની સેવા કરવી એ હીન્દુ ધર્મમાં ઘણું પવિત્ર અને પુણ્યનું કામ માનવામાં આવે છે. વર્ષો પહેલા દરેક ઘરમાં એક ગાય આંગણામાં જોવા મળતી હતી. ધીરે ધીરે પરિસ્થિતિ બદલાંતા આ પરંપરા પણ લુપ્ત થઈ ગઈ છે. હવે તો ગામડામાં પણ ગાયોનું પાલન ઘટીને ભેંસના વધારે ફેટવવાળા દૂધની લાલચમાં લોકો ભેંસ જ રાખતા થઈ ગયા છે. પરંતુ આજે પણ ઘણા લોકો ગૌમાતાનું પાલન કરી રહ્યા છે.

શાસ્ત્રો કહે છે કે, ગૌમાતાનું દૂધ દરેક રોગનો રામબાણ ઈલાજ છે. ગૌમાતાના દૂધમાં લગભગ આપણા શરીરની દરેક પ્રકારની સમસ્યાનું નિવારણ સમાયેલું છે. ગૌમાતાના દુધથી સ્વાસ્થ્યને ઘણાબધા લાભ પણ થાય છે. ગૌમાતાના દૂધ અને તેમાંથી બનતું, માખણ, તેનું ઘી, તેનું પનીર આ બધાથી સ્વાસ્થ્યને પુષ્કળ લાભ થાય છે. તદઉપરાંત ગૌમાતાના છાણનો ઉપયોગ પણ ફર્ટીલાઇઝર તરીકે લાભપ્રદ છે. તે સિવાય ગૌમૂત્રમાં પણ ઘણા બધા ઔષધીય ગુણો સમાયેલા હોય છે. ગૌમૂત્ર દ્વારા શરીરની ઘણી બીમારીઓનું નિવારણ આવી જાય છે. તે સિવાય હવનો તેમજ પૂજામાં પણ ગૌમૂત્રનો ઉપોયગ કરવામા આવે છે. ઘણા લોકો ગૌમુત્રને હોંશે હોંશે પિતા પણ જોયા હશે, પરંતુ તમને એક વાત જણાવી દઈએ કે, ગૌમૂત્ર પીનાર વ્યક્તિ કોઈ દિવસ બીમાર નથી પડતો એવું કહેવામાં આવ્યું છે.

ગૌમાતામાં સમાયેલા માનવજાતીને થતાં આ અઢળક ફાયદાઓના કારણે જ હિંદુ ધર્મમાં ગૌમાતાને ખુબ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. ગાયને રોટલી ખવડાવવાનો નિયમ વર્ષો જુનો છે, તેમ છતાં આજે લોકો સદીઓ જુનો ગાયને રોટલી ખવડાવાનો નિયમ પાળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ગાયને વધેલી કે વાસી રોટલી ખવડાવામાં આવે છે, આજના સમયમાં પણ લોકો ગૌમાતાને તાજી અને ગરમાગરમ રોટલી બનાવીને જમાડતા હોય છે. જો ઘરમાં દરરોજ 10 રોટલીઓ બનતી હોય તો, પાંચ રોટલી ગૌમાતા માટે ખાસ બનાવવામાં આવે છે. અને ઘણા લોકોના તો એવા નિયમ પણ હોય છે કે, પહેલા કોઈ ગાયને જમાડીએ અને પછી જ અમે જમીએ.

હવેથી ગૌમાતાને રોટલીની સાથે ખવડાવો આ વસ્તુ…
ઘણા લોકો નિયમિત ગૌમાતાને રોટલી ખવડાવે છે, પરંતુ હવેથી તેવા લોકોએ એક વાત ખાસ યાદ કરવી જોઈએ અને રોટલી સાથે આ વસ્તુ ખવડાવી જોઈએ. જેનાથી તમારા પરિવારમાં શાંતિ બને છે અને ઘરમાં લક્ષ્મીનો પણ વાસ થાય છે. સાથે સાથે સરેક દુઃખો પણ દુર થાય છે. ઘણા લોકોના જીવન અને તેમના કરેલા કાર્યો પર ગ્રહોની અસર થતી હોય છે, અને આપણા ગ્રહો આપણી રાશી પ્રમાણે વર્તતા હોય છે અને જેનાથી લોકોના જીવન પર તેનો પ્રભાવ પડતો હોય છે. આ લોકોના દુઃખ અને સુખ આ ગ્રહોના પ્રભાવ પર આધારીત હોય છે. અને ગ્રહોની ખરાબ અસરને દૂર કરવા માટે જ તમારે રોટલી સાથે આ ખાસ વસ્તુ ગાયને ખવડાવવી જોઈએ. શાસ્ત્રોએ આ ખાસ વાત જણાવી છે.

જે લોકો નિયમિત રોટલી ખવડાવે છે તેવા લોકોએ આજથી જ રોટલી સાથે ગૌમાતાને ગોળ પણ ખવડાવવો જોઈએ. ગૌમાતાને રોટલી સાથે ગોળ ખવડાવવાથી તમારા પાપોનો નાશ થશે અને તમારા ગ્રહોની દશા પણ સુધરશે. જેનાથી તમારા જીવન પર સીધી અસર પડશે. ગૌમાતાને રોટલીની સાથે સાથે ગોળ ખવડાવવાથી તમારા જીવનની મુશ્કેલીઓ તેમજ કષ્ટો દૂર થશે. શાસ્ત્રો જણાવી રહ્યા છે કે, દરેક લોકોએ ગૌમાતાને મંગળવાર, ગુરુવાર અથવા તો શનિવારે રોટલી સાથે ગોળ ખવડાવવો જોઈએ. તેનાથી તમારો સમય સુધરી જશે. પહેલા કરતા ખુબ સારો સમય આવશે અને ખુબ સરી સફળતા મળશે. જો તમારા ઘર આંગણે ગૌમાતા આવે તો ક્યારેય પણ રોટલી સાથે ગોળ ખવડાવવાનું ના ભૂલતા…

શાસ્ત્રો અનુસાર, ગૌમાતાને રોટલી ખવડાવવાથી થાય છે આ મોટા લાભ
ઘણા લોકો આજે ઘણા સુખી થયેલા છે, આ લોકોએ પોતાની સફળતાનું રહસ્ય પણ જણાવ્યું હતું, અને એ રહસ્ય એ હતું કે, તેની આખી પેઢીએ હંમેશા ગૌમાતાની સેવા કરી હતી. આજે એટલે જ લોકો ગૌમાતાની સેવાને પોતાનો પહેલો ધર્મ માની રહ્યા છે. જે લોકો ગૌમાતાને નિયમિત રોટલી ખવડાવે છે, અને ગૌમાતાની નિયમિત સેવા કરે છે, તેમની આવનારી પેઢીઓ પર તેની પોઝીટીવ અસર પડે છે અને પેઢી દર પેઢી તેમની પ્રગતિ થતી રહે છે. જો તમે ગૌમાતાને નિયમીત રોટલી ખવડાવતા હોવ તો તમારા ઘરના બાળકો કે પછી તમારી આવનારી પેઢીઓનો સંસાર સુખમાં પસાર થશે અને તેમને બધા જ પ્રકારના લાભ તેમજ પુણ્યની પ્રાપ્તિ થશે. અને કોઈ દિવસ કોઈ પાસે ભીખ માંગવાના વારા નહિ આવે.

ઘણા લોકોના કામ પણ કેટલાય સમયથી અટકાયેલા પડ્યા હોય છે, આ લોકો વિવિધ માનતા માનતા હોય છે, પરંતુ કોઈ ફાયદો થતો નથી. ગૌમાતાને રોટલી સાથે ગોળ ખવડાવવાથી તમારા બધા જ અવરોધાયેલા કામ પણ પૂરા થઈ જશે અને તમને જીવનના ભવિષ્યમાં આવનારા દરેક ક્ષેત્રમાં સારી સફળતા પણ પ્રાપ્ત થશે. પણ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે ગૌમાતા બેઠેલી હોય તે જ વખતે તમારે રોટલી અને ગોળ ગાયને ખવડાવવા. તેનાથી વધારે લાભ થશે. ગૌમાતાને રોટલીમાં ગોળ ભેળવીને ખવડાવવાથી દ્રશ્ય તેમજ અદ્રશ્ય શક્તિઓ તમારી મદદ કરે છે અને તમને લૌકિક તેમજ અલૌકિક બન્ને ફળ પ્રાપ્ત થાય છે. ખરેખર કહેવાય છે કે, વ્યક્તિ મૃત્યુ બાદ સ્વર્ગમાં જાય છે, જો ગૌમાતાની સારી સેવા કરી હોય છે, આ લોકો અને પરલોકમાં પણ આ માણસ સુખિયો થાય છે. મંગળવાના દિવસે કોઈ અજાણ્યા રસ્તામાં ગૌમાતાને રોટલી ખવડાવવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. જો તમે ઉપવાસ કરીને ગૌમાતાને રોટલી ખવડાવતા હોવ તો તમારું વ્રત સાર્થક તેમજ ફળદાયી સાબિત થશે. ઘણા લોકો એકદિવસ પાણી પીધ્યા વગર પણ ગૌમાતાની સેવા કરતા જોવા મળ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post