સંકટ મોચન હનુમાનજીનું આ મંદિર લાખો ભક્તો માટે બન્યું આસ્થાનું કેન્દ્ર – દર્શન માત્રથી જ પૂરી થઇ જાય છે તમામ ઇચ્છાઓ

Share post

મહાબલી હનુમાનજીને ઘણા નામોથી ઓળખવામાં આવે છે. એમાંનું એક નામ એટલે સંકટ મોચન. એવું માનવામાં આવે છે કે, કળયુગમાં પણ હનુમાનજી એકમાત્ર એવા દેવતા છે કે, જે એમના ભક્તોની પુકાર સૌથી ઝડપથી સાંભળે છે તથા પોતાના ભક્તોની તમામ ખરાબ સ્થિતિમાં રક્ષા કરે છે.

આમ, જોવામાં આવે તો સમગ્ર દેશમાં હનુમાનજીનાં કેટલાય જાણીતા મંદિર આવેલાં છે પરંતુ હાલમાં અમે આપને એક એવા મંદિર વિશે જણાવવા માટે જે રહ્યાં છીએ કે, જે લાખો ભક્તોની આસ્થા નું પ્રમુખ કેન્દ્ર બન્યું છે. આ મંદિરની અંદર સંકટ મોચન હનુમાનજીનાં દર્શન કરવા માટે દૂરથી લોકો આવે છે તથા પોતાના ઘર તથા પરિવારની સુખ-સમૃદ્ધિની કામના કરે છે.

અમે તમને જે મંદિર વિશે માહિતી આપવા માટે રહ્યા છીએ. આ મંદિર બિહારની રાજધાની પટનામાં આવેલ છે. આ મંદિરને મહાવીર મંદિરના નામથી સમગ્ર દુનિયામાં ઓળખવામાં આવે છે. આ મંદિરને સૌથી પ્રાચીન હનુમાન મંદિર કહેવામાં આવે છે. પટના રેલવે સ્ટેશનથી થોડેક દૂર આ મંદિર આવેલું છે.

આ મંદિરની અંદર ભક્ત પુરી શ્રધ્ધાની સાથે હનુમાનજીની પૂજા અર્ચના કરે છે તથા પોતાના જીવનના કષ્ટ માંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટેની પ્રાર્થના કરે છે. આ મંદિરની સાથે જ લાખો ભક્તો ની આસ્થા જોડાયેલ છે. ધાર્મિક માન્યતા પ્રમાણે એવું જણાવવામાં આવ્યું છે કે, અહીં આવતા તમામ ભક્તોની ઈચ્છા જરૂર પુર્ણ થાય છે.

મહાબલી હનુમાનજી પોતાના ભક્તોને આ મંદિર માંથી ક્યારેય પણ ખાલી હાથે જવા દેવામાં આવતાં નથી. મહાવીરના મુખ્ય મંદિરમાં હનુમાનજીની કુલ 2 મૂર્તિઓ સ્થાપીત કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, હનુમાનજી એક મૂર્તિ પરીત્રાણાય સાધુનામ છે. જે ભક્તો તથા સાધુ, સજ્જન તેમજ સારા લોકોની તમામ ઈચ્છા પૂર્ણ કરે છે તથા એમની રક્ષા કરે છે.

જયારે બીજી મૂર્તિ વિનાશાય છે. જે દુષ્ટ લોકો તથા અત્યાચારી લોકોનો વીનાશ કરે છે. બિહારની રાજધાની પટનામાં અઆવેલ આ મહાવીર મંદિરના ગર્ભગૃહમાં બજરંગબલી તથા તમામ લોકોના સંકટ દૂર કરતા ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. એની સિવાય આ મંદિરના પરિસરમાં ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ તથા દુર્ગા માતાનું પણ મંદિર આવેલ છે.

આ મંદિરની નજીકમાં જ એક પીપળાનું વૃક્ષ આવેલું છે. જેમાં ભગવાન શ્રી શનિદેવ બિરાજમાન છે. આ મંદિર કુલ 10,000 વર્ગ ફૂટના ક્ષેત્રફળમાં ફેલાયેલ છે. મહાવીર મંદિરમાં એક રામસેતુનું કુલ 15 કિલોગ્રામ ભારના પથ્થર પણ કાચના વાસણ પર રાખવામાં માં આવેલ છે. જે ક્યારેય પણ ડૂબતા નથી.

પટનામાં આવેલ આ પ્રસિદ્ધ મહાવીર મંદિરમાં શનિવાર તથા મંગળવારે ભક્તોની લાંબી લાઈનો જોવા મળે છે. અહીં ની પારંપરિક પૂજાના દિવસોમાં હનુમાનજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. રામનવમી તેમજ નવા વર્ષ ના અવસર પર પટનામાં આવેલ આ મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post