ગુલાબની ખેતી કરીને ગુજરાતના આ સફળ ખેડૂત કરી રહ્યા છે 3 લાખ ની કમાણી- જુઓ વિડીયો

Share post

આજે અહીં ગુજરાતમાં આવેલ જસદણ તાલુકાના બાખલવડ ગામમાં પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ પલાળીયા કે જે સફળ ખેડૂત છે તેની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. રમેશભાઈ પોતાના ખેતરમાં ગુલાબની ખેતી સાથે સાથે અન્ય ફૂલછોડની પણ ખેતી કરે છે. ગુલાબની ખેતી કરીને રમેશભાઈ ખૂબ સારી કમાણી કરી રહ્યા છે. તેઓ પોતે કઈ રીતે સફળ કન્યા તેના વિશે વાત કરતાં જણાવે છે કે, હું નાનપણથી જ મારા પિતાની સાથે ખેતી કામ કરું છું. ત્યાર પછી મને ગુલાબની ખેતી કરવાનો શોખ થયો. અમારા આખા ગામમાં ગુલાબની ખેતી કોઈ કરતું ન હતું. જેના કારણે મે ગુલાબની ખેતી કરવાનું નક્કી કર્યું.

શરૂઆત માં મે 100 ગુલાબના છોડ રોપ્યા હતા. અને હાલમાં 6 વીઘા જમીન માં ગુલાબ ના છોડ જ રોપ્યાં છે. સૌથી વધારે દેશી ખાતર નો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે ગુલાબના છોડ ઉપર કોઈપણ પ્રકારની જીવતમાં જોવા મળતી નથી. જેના કારણે નુકસાન ખૂબ જ ઓછું થાય છે. અને સારા એવા ગુલાબના ફૂલ મળી રહે છે. જેથી નફો પણ ખૂબ જ સારો થાય છે.

રમેશભાઈ આગળ વધુમાં જણાવતા કહ્યું કે, એગ્રો માંથી ક્યારેક અલગ અલગ દવા લઈને પણ હું આખા ખેતરમાં છટું છું. મોટાભાગે થરિપ્રોસી દવાનો છટકાવ ખેતરમાં કરવામાં આવે છે. દેશી ખાતર નો ઉપયોગ કરવાથી રોગ જીવાત માં ખૂબ જ ઓછા આવે છે. આ દરેક ગુલાબના ફુલનું જસદણમાં જ વેચાણ કરવામાં આવે છે. ગુલાબના ફૂલ નું વેચાણ હું મારી જાતે જ કરું છું. 200 જેટલા ગ્રાહકો રોજના છે.

રમેશભાઈ આગળ જણાવતા કહ્યું કે, સરેરાશ વાર્ષિક આવક ત્રણ લાખ આસપાસ થઈ રહે છે. નંગ દિઠ ગુલાબનું વેચાણ કરવામાં આવતું નથી. દોઢસો બસો રૂપિયામાં ગુલાબના ફૂલ વેચવામાં આવે છે. તેમ છતાં આમાં ખોટ જતી નથી. પરંતુ આ ખેતીમાં આપણે પોતે જાતે ધંધો કરવા પડે છે. જો બીજા કોઈને આ ખેતી સોંપવામાં આવે તો આવી સારી કમાણી થઇ શકે નહીં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post