વિશ્વનું એકમાત્ર એવું મંદિર કે, જ્યાં દિવસમાં ત્રણ વખત બદલાય છે શિવલિંગનો રંગ – રહસ્ય જાણીને પરસેવો છુટી જશે

Share post

સમગ્ર દેશમાં વિવિધ દેવી-દેવતાઓના કેટલાય મંદિરો આવેલા છે. કેટલાંક મંદિરોમાં રહસ્ય છુપાયેલું હોય છે. હાલમાં પણ આવા જ રહસ્યથી ભરપુર એક મંદિર વિશે જાણકારી સામે આવી રહી છે. ખાસ કરીને તો ભગવાન શંકરના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે પણ કોરોનાને લીધે હવે શિવાલયોમાં ચહલ-પહલ જોવા મળતી નથી. આજે અમે આપને ભગવાન શિવના એક એવા રહસ્યમય મંદિર વિશે જણાવવા માટે જઈ રહ્યાં છીએ કે, જ્યા સ્થાપિત કરવામાં આવેલ શિવલિંગ દિવસમાં કુલ 3 વખત રંગ બદલે છે. તો ચાલો જાણીએ આ પવિત્ર મંદિર અંગે…

શિવલિંગમાં કયા રંગો બદલાય છે?
આ મંદિરની વિશેષ તેમજ આશ્ચર્યજનક બાબત તો એ રહેલી છે કે, અહીં સ્થાપિત કરવામાં આવેલ શિવલિંગ દિવસમાં કુલ 3 વાર રંગ બદલે છે. શિવલિંગ સવારમાં લાલ હોવાનું માનવામાં આવે છે તેમજ બપોરનાં સમયે કેસરિયા રંગનું અને રાત્રે ઘેરા શ્યામ રંગમાં બદલાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં લોકો દૂર-દૂરથી શિવલિંગના દર્શન કરવાં માટે આવે છે.

કેમ રંગ બદલાય છે?
ખરેખર, આ શિવલિંગનો રંગ બદલવાનું કારણ હજુ રહસ્યમય રહેલું છે. કેટલાંક વૈજ્ઞાનિકોએ એની પાછળ રહેલ કારણ શોધવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ નિષ્ફળ ગયા. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવનું આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. જે ધોલપુરથી અંદાજે 5 કિમી દૂર ચંબલ નદીની પાસે કોતરોમાં બનાવવામાં આવ્યું છે. હકીકતમાં તો ભગવાન શિવના આ અક્લેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના અંગે કોઈને કંઈ જાણ નથી. મહાદેવનું આ મંદિર કોતરોમાં હોવાને લીધે ખુબ ઓછા લોકો આવે છે પણ એમની મનોકામના પૂર્ણ કરવા માટે દૂર-દૂરથી લોકો આવે છે.

મનોકામના થાય છે પૂર્ણ:
શ્રાવણ મહિનો ભગવાન શિવને ખુબ પ્રિય છે. તેથી, જે લોકો આ મહિનામાં એમની ભક્તિ કરે છે. ભગવાન શિવ એમની તમામ મનોકામના પૂર્ણ કરે છે. ખાસ કરીને તો કુંવારા લોકોને ઇચ્છિત જીવનસાથી મળે છે. એવું મનાય છે કે, આ મહિનામાં કોઈ ઇચ્છિત વર મેળવી શકે છે જે ભોલેનાથની પૂજા કરે છે. આને લીદેહ શ્રાવણ મહિના દરમિયાન અહીં દૂર-દૂરથી શિવ ભક્તો દર્શન કરવાં માટે આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post