કાર કે બાઈક ખરીદનાર થઈ જજો સાવધાન, 31 માર્ચ બાદ બદલાઈ રહ્યો છે આ નિયમ

Share post

જો તમે કાર કે બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક જરૂરી સમાચાર છે. સુપ્રીમ કોર્ટે ફરી એક વખત કહ્યું કે 31 માર્ચ 2020 બાદ BS4 વાહન નહીં વેચાય. શુક્રવારે કોર્ટે આ વાત ઓટોમોબાઇલ્સ ડીલર્સની યાચિકને નકારતાં કહી છે.

કહેવાનો અર્થ એ છે કે જો તમે નવી કાર કે બાઈક ખરીદવા જઈ રહ્યા છો તો BS નંબર ને લઈને સાવધાન રહેજો.તેમજ કોઇ સેકન્ડ હેન્ડ ગાડી પણ ખરીદી રહ્યા છો તો તેના BS એન્જિનનું ધ્યાન રાખવું પડશે. નહિતર તમારે BS 4 માથી BS 6 માં અપગ્રેડ કરાવવા પડશે. અપગ્રેડેશન નો ખર્ચો ૧૦ હજારથી ૩૦ હજાર રૂપિયા સુધીનો થવાની સંભાવના છે.

શું છે BS વાહન નો મતલબ?

જ્યારે કોઈ ગાડી ની વાત થાય છે તો તેનાથી જોડાયેલું એક નામ “BS”નો પણ ઉલ્લેખ થાય છે. હકીકતમાં BS નો મતલબ ભારત સ્ટેજથી છે.આ એક એવો માનક છે જેનાથી ભારતની ગાડીઓમાં રહેલા એન્જિનના કારણે થનાર પ્રદૂષણને માપી શકાય છે.

આ માનકને ભારત સરકારે નક્કી કર્યો છે. તેમજ BS પાછળ નંબર (BS-3, BS-4, BS-5, BS-6) પણ લાગે છે. BSની પાછળ લાગેલા વધતા નંબર નો મતલબ તે સારા માનક છે જે પર્યાવરણ માટે સારા છે.

સરળ ભાષામાં સમજીએ તો BS પાછળ જેટલો મોટો આંકડો લખાયેલો હોય છે, તે ગાડી એટલું જ ઓછું પ્રદુષણ ફેલાવે છે. હાલ તો આગામી 1 એપ્રિલથી BS-6 વાહનને અનિવાર્ય કરી દેવામાં આવ્યા છે.

આ માનકની ગાડીઓમાંથી પ્રદૂષણ ખૂબ ઓછું થવાની આશા છે. આ ને ધ્યાનમાં રાખી હવે ઓટો કંપનીઓ BS-6 ગાડીઓ લોન્ચ કરી રહી છે.

આ દરમિયાન ઓટો કંપનીઓ BS-4 સ્ટોક ખાલી કરવા માટે મોટું ડિસ્કાઉન્ટ અને ઓફર આપી રહી છે. જોકે આ ઓફરના ચક્કરમાં ગાડી ખરીદવાથી તમારી મુશ્કેલી વધી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post