આ પ્રકારની ખેતી કરશો તો દરેક ખેડૂત બનશે અમીર- 18 લાખની નોકરી છોડી ખેડૂત બનેલા આ યુવાનની ખેતીપદ્ધતિ વિષે જાણો

Share post

ભારતના મોટાભાગના લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જ્યારે અમુક ખેડૂતો ખેતી કરીને સારી એવી કમાણી પણ કરી રહ્યા છે. અમે અહીં એવા જ એક ખેડૂતની વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે 18 લાખની નોકરી છોડીને ખેતી કરવાનો વિચાર કર્યો છે. જયપુરના બવનસિંગજી ઓર્ગેનિક ખેતી કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે. તેમણે પોતાના ખેતરમાં એક સાથે ઘણા બધા પાકનું વાવેતર કર્યું છે. પપૈયા, કોબીજ જેવા અનેક ઘણા બધા પાકોની ખેતી કરી રહ્યા છે.

કઈ રીતે તેમણે ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી
બવનસિંગજી એ વાત કરતા જણાવ્યું કે, હું પોતે મૂળ ખેડૂત પરિવારનો પુત્ર છું. અમે પહેલા પશ્ચિમ બંગાળમાં રહેતા હતા. જ્યાં પિતાને ધંધામાં ખૂબ જ ખોટ ગઇ હતી જેના કારણે અમે જયપુરમાં આવીને ઓર્ગનીક ખેતી કરવાનું શરૂ કર્યું. આઠ વર્ષ પહેલા મેં મારા ટેરેસ ઉપર છોડ લગાવીને ખેતી કરવાનું શરૂ કર્યું હતું. માટી વગરની ખેતી કરીને ટામેટાની ખેતી સૌપ્રથમ શરૂ કરી હતી.

તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, આખા વર્ષ દરમિયાન અમારા ખેતરમાં દુધી, કોબીજ અને ફળ ફ્રૂટ ની પણ ખેતી કરવામાં આવી રહી છે. હાલમાં અમે 165 વીઘા જમીનમાં દરેક પ્રકારના પાક અને ફળોની ખેતી કરી રહ્યા છીએ. શાકભાજીની ખેતી બારેમાસ અમારા ખેતરમાં થાય છે જ્યારે ફળની ખેતી સિઝન પ્રમાણે કરવામાં આવે છે. તેમણે આગળ જણાવતા કહ્યું કે, અમે બીજા બધા ખેડૂતો કરતા ચારથી પાંચ ગણી વધારે આવક કરી રહ્યા છીએ.

બવનસિંગજી એ ઓર્ગેનિક ખેતી વિશે જણાવતા કહ્યું કે, હું કોઈપણ કેમિકલ કે રાસાયણિક વિના મારા ખેતરમાં અનાજ ફળ ફૂલ દરેક વસ્તુ ની ખેતી કરી રહ્યા છીએ. દરેક ખેડૂતોએ પરંપરાગત અને વૈજ્ઞાનિક પદ્ધતિદ્વારા ખેતી કરવામાં આવે તો દરેક ખેડૂતો સારી એવી કમાણી કરી શકે છે. દરેક ખેડૂતોએ પોતાના ખેતરમાં રહેલી માટી કેવા પ્રકારની છે તે અંગે સૌપ્રથમ જાણકારી મેળવવી જોઈએ. ત્યાર પછી તેની અંદર અનુકૂળ થતાં પાક ની ખેતી કરવી જોઈએ. જો આ પ્રમાણે ખેતી કરવામાં આવે તો ખૂબ સારું એવું ઉત્પાદન થાય છે અને કમાણી પણ ખૂબ સારી થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post