આ એક જ ગામના 9 ખેડૂતોના પુરુષાર્થ અને મહેનતથી સમગ્ર ગુજરાતને 25 વર્ષ સુધી મળશે વીજળી

Share post

હાલમાં સમગ્ર દેશમાં વીજળીના વપરાશમાં સતત વધારો જ થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા સોલારની ઘણી યોજનાઓ બહાર પાડવામાં આતી હોય છે. હાલમાં આને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. વર્ષ 2018 માં રાજ્ય સરકારે શરુ કરેલ સૂર્યશક્તિ કિસાન યોજનામાં કિસાનની પાસેથી સોલાર પાવર ખરીદવાનો કુલ 25 વર્ષનો કરાર કર્યો છે.

જેમાં યુનિટના માત્ર 7  રૂપિયા કુલ 7 વર્ષ સુધી તેમજ બાકીના કુલ 18 વર્ષ માત્ર 3.50 યુનિટનાં ચુકવવામાં આવશે એવું પ્રાવધાન રહેલું છે પરંતુ ધુન્ડી ગામના ખેડૂત આ યોજનામાં પણ પુર્ણ કુલ 25 વર્ષ કુલ 7.13 રૂપિયા લેખે યુનિટ ભાવ મેળવશે.ધુન્ડી ગામ ગુજરાતમાં આવેલ ડાકોર શહેરની બાજુમાં આવેલ નાનું એવું ગામ છે. વિશ્વનું સૌપ્રથમ એવું ગામ બન્યું કે, જ્યાં માત્ર 9 ખેડૂતની બનેલી મંડળી દ્વારા સોલાર પાવર પેદા કરવામાં આવી રહ્યો છે.

ધુન્ડી ગામનાં માત્ર 9 ખેડૂતોએ મળીને ધુન્ડી સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીનાં નામે મંડળીની શરૂઆત કરી. જેને કારણે મધ્ય ગુજરાત વીજ કંપનીને આસાનીથી એક કરતાં વધુ ખેડૂતની પાસેથી  વીજળીની ખરીદી કરી શકે. વીજ કંપનીએ આ તમામ ખેડૂતના વીજઉત્પાદનને કુલ 1  મીટરની સાથે જોડીને ગામની બહાર પોઇન્ટ ઉભો કર્યો. જ્યાંથી રીડિંગ લઇને એક બિલ બનાવી મંડળીને પેમેન્ટ કરવાનું રાખવામાં આવ્યું છે.

ધુન્ડી સૌર ઉર્જા મંડળીના જણાવ્યા મુજબ આ પ્રકારનું દેશનું પહેલુ સંગઠન છે, જેની સાથે મધ્ય ગુજરાત દ્વારા કુલ 25 વર્ષનો યુનિટનાં રુપિયા માત્ર 4.63 લેખે વીજળી ખરીદવાનો  કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો છે પણ હાલમાં ધુન્ડી વીજઉત્પાદક મંડળી યુનિટનાં કુલ 7.13 રૂપિયા લેખે મેળવે છે. જેમાં IWMI એટલે કે  ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટે  એમને યુનિટનાં કુલ 1.25 રૂપિયા ગ્રીન એનેર્જી બોનસ તેમજ કુલ 1.25 રૂપિયા/યુનિટ પાણી બચાવો બોનસ તરીકે ચૂકવવામાં આવે છે એમ બધા મળીને યુનિટે કુલ 7.13 રૂપિયા મળે છે.

એમના બદલે ખેડૂત પોતાનાં નામ પર IWMI ને MGVCLની સાથે પાવર વેચવાનો કોન્ટ્રાક્ટ કરવા દે છે.આ કુલ 9 ખેડૂતની મંડળી પોતાના કુવા અથવા તો બોરવેલનું પાણી આસપાસના ખેડૂતને કે જેઓ ડીઝલ પંપ ધરાવી રહ્યાં છે કુલ 250 રૂપિયા દરરોજ દરે પાણી વહેંચવામાં આવે છે. જે આ ખેડૂતોને વીઘાના ડીઝલ વપરાશથી કુલ 200 રૂપિયા ખર્ચ થતો તેમજ ડીઝલ લાવવું તથા પંપને ઠીકઠાક ચલાવવો જેવી ઝફા રહેતી હતી.

IWMI નાં સિનિયર અધિકારી તુષાર શાહ જણાવતાં કહે છે કે, માત્ર 2 જ વર્ષમાં ધુન્ડીની કાયાપલટ થઇ છે તથા હાલમાં ખેડૂત સધ્ધર થઈ ગયો છે. હવે આણંદ પાસે મુજકુવામાં કો-ઓપરેટિવે સોલાર પ્રોજેક્ટ થવા જઈ રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post