મોર્ડન જમાનાના આ ગુજરાતી પરિવારે ખેતી અને ગીર ગાય આધારિત જીવનશૈલી અપનાવી

Share post

ઘણીવાર તમે સાંભળ્યું હશે કે સૌરાષ્ટ્રના લોકો ખેતીમાંથી સારી એવી કમાણી કરી રહ્યા છે. ભણેલ ગણેલ લોકો ખેતીને સાવ નીચો વ્યવસાય ગણે છે. જેથી કરીને ભણેલા-ગણેલા લોકોને ખેતીનું કામ કરવામાં સંકોચ અનુભવતા હોય છે. હાલમાં એક એવા સમાચાર સામે આવી રહ્યા છે, કે જાણીને આપને પણ ખુબ જ આશ્ચર્ય થશે. અંગ્રેજી માધ્યમમાં ભણેલ દીકરી પણ ગાયનું છાણ તૈયાર કરે, ઢોરને પાણી પીવડાવે જેવી કામગીરી કરી રહી છે.

જૂનાગઢમાં રહેતા ખેડૂત પરિવારે ગાય આધારિત ખેતી તથા  જીવનની શરૂઆત કરીને વર્તમાન સમયમાં ચાલી ગયેલા આપણા ખેડૂતો સહિત બધા જ લોકોને ગાય સાથેની આપણી સંસ્કૃતિની અગત્યતા રહેલી છે એનો સંદેશ આપ્યો છે. કોલેજ સુધીનો અભ્યાસ કરનાર પારૂલબેન તથા ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા દીકરી જાનકી સાથે દિવ્યાંગ રાબડીયા વહેલી સવારના 5 વાગ્યામાં જાગીને પોતાની ગૌશાળાએ પહોંચી જાય છે. ગાયનું છાણ તૈયાર કરવું,  પાણી પાવું તેમજ ગાયને ધોવાની એમ તમામ પ્રક્રિયા પરિવાર જાતે જ કરી રહ્યો છે.

આજથી કુલ 10 વર્ષ પહેલાં ગાય, ભેંસ સાથે રાખવી સામાન્ય બાબત હતી પણ આજે બધાને ચોખ્ખું ઘી, દૂધ તો જોઈએ છે પણ પશુપાલન જોઈતું નથી. આ બાબતથી ઉપર જૂનાગઢના શિક્ષિત ખેડૂત પરિવાર સંસ્કૃતિ બાજુ પાછા વળવાનું નક્કી કર્યું. ગાય આધારિત ખેતી અપનાવવા માટે સમગ્ર જીવન ગાય આધારિત બનાવવાનો તેમજ એમનો આ નિર્ણય આવડત, આર્થિક, સામાજિક તથા સૌથી મોટી વાત તંદુરસ્ત આરોગ્ય જીવનની સાથે સફળ થયો છે.

શહેરી જીવનમાં શિક્ષિત મહિલાઓ જોતી હોય એવા દ્રશ્યોની સામે તમે કલ્પના પણ નહીં કરી હોય પણ રાબડીયા પરિવાર શિક્ષણ તથા સમજણના સમયથી આ શક્ય કરી બતાવ્યું છે. પારૂલબેને જણાવતાં કહ્યું હતું, કે હું ગાયને જાતે જ દોહું છું. ગાયના સાનિધ્યમાં જેટલો સમય પસાર કરીએ  એટલો ઓછો છે, જે આપણી સંસ્કૃતિ છે. ગૌશાળામાં ગાયોની વચ્ચે અદભુત શાંતિનો અનુભવ થાય છે.  લોકો જેટલું વહેલું સમજશે એટલા વધારે સુખી થશે.

માત્ર 1 ગાયથી શરૂઆત કરનાર ઝાંઝરડા બાયપાસ ની પાસે દિવ્યાંકાએ ગાયો રાખવાની શરૂઆત કરી. આજે કુલ 10 ગીર ગાયની ગૌશાળા છે. સુરભી, ઉમા, ગુણવંતી, બંસી જેવા ગાયોને નામ આપ્યા છે. ગાયનું નામ લેતાં જ દોડતી દોડતી પાસે આવી જાય છે અને ઊભી રહી જાય છે. આ જ તો ગાયનો પ્રેમ છે. દિવ્યાંગ ભાઈ જણાવતા કહે છે, કે મારો દીકરો બીમાર પડતા ગાયના દૂધની જરૂરિયાત ઊભી થઈ. ચોખ્ખું ગાયનું દૂધ ન મળવાને કારણે ગાય રાખવાની શરૂઆત કરી.

ગાયના દૂધ, દહીં ખાઈને દીકરો સાજો થયો પણ પરિવારના બીજા લોકો પણ ગાયના દૂધ લઈને ઘણા તંદુરસ્ત થયા. કુટુંબજીવન તંદુરસ્ત બનાવતા સમગ્ર જીવન ગાય આધારિત બનાવી દિવ્યાંગ વંથલીમાં રહેલ પોતાની કુલ 35 વીઘા જમીનમાં સંપૂર્ણ ગાય આધારિત ઓર્ગેનિક ખેતી અપનાવી હતી. ડોક્ટરો ગૌશાળામાં દૂધ લેવા આવે છે.

આની ઉપરાંત ડાયાબિટીસ, કેન્સરથી પીડિત દર્દીઓ ગૌશાળામાં ગૌમુત્ર લેવા માટે આવશે. જીવનની સફળતા અને સંતોષ તથા ખાસ કરીને ખેડૂતો ગૌ માતાનું મહત્વ સમજે તેમજ પાલન કરતા થાય તો એમાં આજના તમામ ખેતીના તથા માનવ જીવનના બધા જ લોકોની સમસ્યાઓનું સમાધાન મળી રહે એવી તાકાત રહેલી છે એવું દિવ્યાંગ ભાઈએ જણાવતાં કહ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…