ખેડૂત પુત્રો માટે ખુશીના સામચાર, આ એક જ મશીન કરશે 100 મજૂરોનું કામ

Share post

ભારત ખેતી પ્રધાન દેશ છે. અહી ઘણી જાતની ખેતી કરવામાં આવે છે. આજે અમે એમાંથી એક પાક ડુંગળી વિશે વાત કરશું. ડુંગળીની વાવણી કેટલાંક ખેડૂતો કરી રહ્યાં છે. આ કામ ખુબ થકાવી દેનારુ કામ કરી રહી છે. મોટી ખેતી વાળા ખેડૂતોની માટે આ ખુબ સમસ્યાવાળું કામ થઇ જાય છે. આની પાછળનું મહત્વનું કારણ રહેલું એ છે, ડુંગળીની વાવણી કોઈ મશીનથી નહીં પરંતુ હાથોથી કરવામાં આવે છે. જેમાં ખુબ વધુ મહેનત કરવી પડે છે તેમજ વધુ સમય પણ બગડે છે.

આ તમામ સમસ્યામાંથી છુટકારો મેળવવાં માટે P.S. મોરે નામનાં ખેડૂતે સસ્તી તેમજ અર્ધ સ્વસંચાલિત મશીન બનાવ્યું છે તથા આ મશીનની મદદથી આપ ઓછા સમયમાં ડુંગળીની વાવણી કરી શકો છો.P.S. મોરેએ ખેડૂતોની ભલાઈને માટે આ મશિનનું પેટેન્ટ પણ કરાવ્યું ન હતું. આની સાથે જ બધાને આ મશીન બનાવવા તેમજ વેચવાની મંજુરી પણ આપી દીધી છે.

જેથી કરીને ખેડૂત આ મશીનને સસ્તી કિંમત પર ખરીદી શકે પરંતુ નેશનલ ઇનોવેશન ફાઉંડેશને ભવિષ્યમાં આ ટેક્નોલોજીનો અયોગ્ય ઉપયોગ કોઈ બીજા કામ કરવાં માટે કરી શકે નહિ તેની માટે વર્ષ 2008માં આનું પેટેન્ટ કરાવી નાખવામાં આવ્યું છે.આ મશીનની ખાસિયતની વાત કરવામાં આવે તો આ મશીન કુલ 4 મજુર તેમજ 1 ડ્રાઈવરની મદદથી આ મશીન રોજ કુલ 2.5 એકર જમીનમાં ડુંગળીની વાવણી કરવાં માટે સક્ષમ રહેલું છે તેમજ આ મશીન વિના જૂની પારંપરિક રીતે વાવણી કરવાંથી અંદાજે કુલ 100 મજુરની જરૂરીયાત પડશે એટલે કે આ મશીનને લાગતો ખર્ચ કુલ 1 દિવસની વાવણીમાં જ વસુલ કરી શકાય છે.

તમે તમારા કામને પતાવ્યા પછી આ મશીન અન્યને ભાડે આપીને પણ વધારાની કમાણી કરી શકો છો.બીજી વાત તો એ છે કે, આ મશીન દ્વારા યાંત્રિક નિંદામણ પણ દુર કરી શકાય છે. જેનાંથી નિંદામણ પર થતાં ખર્ચની બચત પણ થશે. ઉર્વરક ડ્રિલની સાથે આ મશીનની કિંમત માત્ર 30,00 રૂપિયા રહેલી છે. જયારે ડ્રિલ વિના આ મશીન માત્ર 18,000 રૂપિયાનાં ખર્ચમાં તૈયાર થઇ શકે છે.આપને જણાવી દઈએ કે, આ મશીનને કુલ 22-35 HP એટલે કે હોર્સપાવરનાં ટ્રેકટરમાં લાગેલ કુલ 3 પોઇન્ટ દ્વારા જોડી શકાય છે.

ખેતરોમાં ટ્રેકટરની ગતિ કુલ 1.5 કિમી પ્રતિ કલાક રાખવામાં આવે છે તથા જયારે આપનું ટ્રેકટર આગળ વધે છે, તો સ્કેલ સિસ્ટમ એટલે કે માપક પ્રણાલી દ્વારા ફર્ટિલાઇઝરને ટ્યુબમાં મોકલવામાં આવે છે.મશીનનાં સ્પેસીફીકેશનની વાત કરવામાં આવે તો આ મશીનમાં એક ખેડાણની ફ્રેમ, ફર્ટિલાઇઝર બોક્સ, ઉર્વરને વહેવા માટે નળીઓ, બીજ-છોડને રાખવાં માટે ટ્રે, કુલ 2 વ્હીલ્સ, ખાંચા ખેંચવા વાળા, બીજ છોડને નીચે લઇ જવા માટે ફિશલન પ્રણાલી તથા કુલ 4  લોકો સુધી બેસવાની જગ્યા પણ છે. મશીન દ્વારા છોડ રોપણ કરતાં અગાઉ ખેતરનું ખેડાણ જરૂરી હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post