આ ઘરગથ્થુ ઉપચારથી દાંત થઈ જશે દૂધ જેવા ધોળા, અને બે મિનિટમાં દૂર થઈ જશે દાંતનો દુખાવો

Share post

નિયમિત દાંતોની સાર-સંભાળ અને વ્યવસ્થિત સફાઇ કરવાથી દાંતોની ઉંમર વધે છે. દાંતોને સ્વસ્થ બનાવવા માટે નાની-નાની અને મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએ.

સૌ પ્રથમ દાંતોની સ્વચ્છતા પર ધ્યાન આપો.

કોઇપણ મીઠી અથવા ગળી ચીજવસ્તુ ખાધા પછી પાણીથી કોગળા કરી દેવા જોઇએ જેથી દાંત બગડે નહીં.

તમે બ્રશ પાઉડરથી કરતાં હોવ તો પાઉડર એકદમ ઝીણો હોવો જોઇએ.

ઘણી વ્યક્તિઓ દાંતમાં દુખાવો થાય એટલે તમાકુ ભરી દે છે. તેવું ક્યારેય પણ ન કરો.

બ્રશ સ્મૂધ અને દાંતને અનુરૂપ રાખવું જોઇએ.

દાંત પર બ્રશ વ્યવસ્થિત રીતે કરો.

દાંત પર ખાલી બ્રશ ઘસવાથી દાંતોના ‘એનેમલ’ ને નુકશાન પહોંચાડે છે.

ગરમ-ઠંડી વસ્તુનો એક સાથે ઉપયોગ ન કરો.

દાંત પીન અથવા ટાંકણીથી ક્યારેય ન ખોતરો તેનાથી દાંતને નુકસાન થાય છે.

એક પ્રકારની પેસ્ટનો લાંબા સમય સુધી પ્રયોગ ન કરો.

ક્યારેક-ક્યારેક દાંતોને વ્યાયામ કરાવો. જેમ કે ચણા ખાવાથી અને શેરડી ચૂસવાથી દાંતોની કસરત થાય છે.

પાન-મસાલા, ગુટખાનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ન કરવો જોઇએ.

બાળકોના હલતા દાંતને જલદીથી પાડી દેવો. જેનાથી નવો દાંત વ્યવસ્થિત ઊગે છે.

ઘરગથ્થુ નુસખા:

દાંતોના ઉપચારમાં ઘરગથ્થુ નુસખાઓ પોતાનું અલગ મહત્વ ધરાવે છે, કારણ કે તેનાથી કોઇપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ થતી નથી અને આ ચીજવસ્તુઓ ઘરમાં ઉપલબ્ધ હોય છે.

લવિંગને ગરમ કરીને તેને ચાવવાથી હલતાં દાંતના પેઢાં મજબૂત બને છે.

લીલાં શાકભાજીનો ભોજનમાં વધુ પ્રયોગ કરવાથી દાંતોમાં સફેદી વધે છે.

સરસિયાના તેલમાં એક ચમટી નમક (મીઠું) મેળવીને દાંત પર ઘસવાથી દાંત ચકચકિત બને છે અને પેઢામાંથી નીકળતું લોહી બંધ થઇ જાય છે.

તુલસી અને જામફળનાં પાંદડા ચાવવાથી દાંતોનો દુ:ખાવો દૂર થાય છે.

જાંબુના ઠળિયાને સૂકવીને દાંતો પર ઘસવાથી દાંતોનું હલવું અને લોહી બંધ થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post