સૌરાષ્ટ્રના આ વડીલે એકલાહાથે 1 કરોડ વૃક્ષોનું રોપણ કર્યું- મૃત્યુ પછી એકપણ લાકડું બળે નહિ એ માટે જીવતે જીવ સમાધિ તૈયાર કરી

Share post

સૌરાષ્ટ્રના એક વડીલ- 45 વર્ષમાં 1 કરોડ વૃક્ષારોપણ, લાકડું બાળવું ન પડે તેથી જીવતે જીવ સમાધિ તૈયાર કરાવી. 45 વરસના સમયગાળામાં તેમણે અંદાજે 1 કરોડ જેટલા વૃક્ષો રોપ્યાં મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર ના બદલે સમાધિ લેવાનો નિર્ણય. જમીન ગામના જ ખેડૂતને વાપરવા માટે આપી દેવાની તેમની ઈચ્છા. આ વાત સૌરાષ્ટ્રના એવા વડીલની છે જેમણે વૃક્ષારોપણ માટે જીવનના અમૂલ્ય 45 વર્ષ આપી દીધા છે. ઉપલેટાના ભાયાવદર ગામના 89 વર્ષના પ્રેમજીભાઈ પટેલ વૃક્ષપ્રેમના લીધે ઝાડવાવાળા બાપા તરીકે ઓળખાય છે. 45 વરસના સમયગાળામાં તેમણે અંદાજે 1 કરોડ જેટલા વૃક્ષો રોપ્યાં છે. પ્રેમજીભાઈએ આજીવન વૃક્ષારોપણ કર્યા બાદ મૃત્યું પછી અંતિમ દાહ માટે વૃક્ષ કપાય એ પસંદ નથી. તેમણે મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર ના બદલે સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે.

તેમણે સમાધિ માટેની જગ્યા નક્કી કરી રાખીને ખાડો ખોદાવી રાખ્યો છે. વૃક્ષારોપણ અને પાણી સંગ્રહ માટે મુંબઈમાં ધીકતો ધંધો છોડી અભિયાન શરૂ કર્યું હતું. તેમણે પોતાના માટે જે સમાધી તૈયાર કરાવી છે ત્યાં પણ વૃક્ષ રોપવાની યોજના તૈયાર રાખી છે. બાદમાં આ જમીન ગામના જ ખેડૂતને વાપરવા માટે આપી દેવાની તેમની ઈચ્છા છે. જુનાગઢનો વાંદરો દ્વારકા જાય તો તેને ક્યાંય નીચે ના ઉતરવું પડે એટલા વૃક્ષો હતાં સૌરાષ્ટ્રના વેરાન વિસ્તારોનો પ્રેમજીભાઈએ અભ્યાસ કર્યો હતો. તેમને જાણવા મળ્યું હતું કે જેટલી પણ વેરાન જમીન છે ત્યાં અગાઉ લીલાછમ વૃક્ષો હતા. જૂના વખતના લોકો કહેતા કે જુનાગઢનો વાંદરો દ્વારકા જાય તો તેને કયાંય નીચે ના ઉતરવુ પડે એટલા વૃક્ષો હતા. પણ બળતણ માટે આ બધા વૃક્ષો કપાઈ ગયા છે.

આ જાણીને તેનો જીવ બળી ગયો.અને મનોમન નકકી કરી લીધુ કે તેઓ ધરતી માતાને લીલી ચુંદડી ઓઢાડશે. આખું અભિયાન છેડ્યું. પ્રેમજીબાપા બધાને વ્યક્તિગત સમજાવતા વૃક્ષ પ્રેમ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી લીમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હુ પ્રેમજી બાપાની કામગિરીનો પહેલેથી જ સાક્ષી છું. તે જ્યાં જતા તેની સાથે જતો. પહેલા તો લોકો ચેકડેમ બનાવવા માટે રાજી નહોતા થતા. પણ પ્રેમજીબાપા બધાને વ્યક્તિગત સમજાવતા હતા. તેઓની કામગિરી જોઇને બધાને પુરો વિશ્વાસ આવી ગયો. પછી તો લોકો ચેકડેમ બનાવવા માટે સામેથી પોસ્ટકાર્ડ લખતા હતા.

આ પોસ્ટ કાર્ડ મળ્યા બાદ ખુદ અમે સાઈટ વિઝિટ કરતા અને બધી કામગિરી કરતા હતા.આ બધા માટે પ્રેમજીબાપાએ દિવસ રાત એક કર્યા છે. ખોટી સંગતે ચડી ગયેલા યુવાનોને વૃક્ષારોપણ તરફ વાળ્યા તેથી તેઓના જીવનમાં પણ પરિવર્તન આવ્યુ. વર્ષો અગાઉ તેમણે સહુ પ્રથમ વાર ગૂડ્ઝ ટ્રેનમાં મશીન ફીટ કરીને રેલ્વે સાઈડની બંને બાજુએ મશીન દ્વારા બીજો ફેંકાવેલા અને રેલ્વે સત્તાવાળાઓની અનિચ્છા હોવા છતાં તેમના ગળે વાત ઉતારીને આ કામ સંપન્ન કરેલું , જેની તસ્વીરો પણ તેઓએ આપેલી . , પ્રેમજીબાપાને શત શત નમન

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…