સૌરાષ્ટ્રના ગામડાઓમાં, સરકારના આ નિર્ણયથી કેટલાય બાળકોના ભવિષ્ય જોખમાઈ રહ્યા છે

Share post

કોરોના મહામારીને લીધે હાલ ગુજરાતની સ્કૂલ-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરોમાં નેટવર્ક કનેક્ટવિટી પૂરતી મળી રહે છે,પણ સૌરાષ્ટ્રના ગામડાઓમાં ઓનલાઇન શિક્ષણની પરિસ્થિતિ શું છે,તે માટે એક ન્યુઝ એજન્સીએ સૌરાષ્ટ્રના અમુક ગામડાંમાં પહોંચીને સ્થિતિની જાણ કરી હતી. રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાનું શિવરાજપુર ગામ ડિજિટલ વિલેજ છે.પણ ગામના બાળકો અને વાલીઓની મુલાકાત દરમિયાન જાણવામાં આવ્યું હતું કે,અહીં નેટવર્કની કનેક્ટિવિટી પૂરતી છે,પણ ઘણાખરા વાલીઓ પાસે સ્માર્ટ ફોનનો અભાવ જોવાં મળે છે.

તેથી ઘણાખરા બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહે છે.તેઓને શાળા તરફથી આપવામાં આવતા પાઠ્યપુસ્તકોને આધારે જાતે જ અભ્યાસ કરવો પડી રહ્યો છે.આવી સ્તિથીમાં દિનેશભાઇ વાલજીભાઇ ત્રાપસીયા નામના વાલીએ આક્રોશની સાથે જણાવતાં કહ્યું હતું કે, 200 રૂપિયાની મજૂરી કરતા માણસને ઘરનું પણ પૂરૂ પડતું નથી. ત્યારે આવી પરિસ્થિતિમાં બાળકોને નેટ કરાવી દેવું અમારા માટે શક્ય વાત નથી.ત્યારે અમરેલીના જસવંતગઢ અને ચિતલમાં નેટવર્કના અભાવે મોબાઇલ હોવા છતાં પણ ત્યાંના બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહે છે.

આ ગામમાં 4 સરકારી અને 1 ખાનગી શાળા આવેલી છે.જેમાંથી ખોડિયારપરા સીમ શાળા,ડોળા સીમ શાળા,કન્યા પ્રાથમિક શાળા અને કુમાર પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે.આ બધી શાળામાં કુલ 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.જેમાંથી ઘણાખરા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે મોબાઇલનો અભાવ અને આર્થિક પરિસ્થિતિ મંદ હોવાને લીધે આ બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહે છે.એક શિક્ષકે નામ ન દેવાની શરતે જણાવતાં કહ્યું હતું કે,થોડાઘણાં એવા વાલીઓ છે,કે તેઓ પાસે સ્માર્ટ ફોન નથી આથી સાદા ફોનમાં અમે કોલ કરીને બાળકોને પ્રવૃતિઓ સમજાવીએ છીએ. પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને PDF ફાઇલ અને પ્રવૃતિઓનું પુસ્તક આપી દેવામાં આવે છે.જ્યારે 3-8 ધોરણના બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે.

શિવરાજપુર કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી જેનિક્ષા રાજેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે, હું ધો. 5માં અભ્યાસ કરૂ છું. કોરોનાને કારણે ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે છે. પરંતુ ઓનલાઇન અભ્યાસ કરતી વખતે સરનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હોવાથી ગણિત અને અંગ્રેજી જેવા વિષયમાં સમજાતું નથી. મારા પપ્પા ખએતીકામ કરે છે. આથી તેઓને ફોનની જરૂર હોય છે. મને એક કલાક જ ફોન આપે છે. ખેતી સિવાય બીજી કોઇ આવક ન હોવાથી મારા પપ્પાને નેટ કરવું પોસાતું નથી. આથી ઓનલાઇન શિક્ષણ આર્થિક રીતે મોંઘુ પડે છે. મોબાઇલમાં જોવાથી આંખને પણ નુકસાન પહોંચી રહ્યું છે

શિવરાજપુર કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી જાનકી વેકરીયા નામની વિદ્યાર્થીનીએ જણાવતાંકહ્યું કે,મારા પિતા ખેડૂત છે.તેમની પાસે સ્માર્ટફોન પણ નથી.તેથી,હું ઓનલાઇન અભ્યાસ પણ કરી શકતી નથી.અમારી પાસે TV પણ નથી.તેથી હું બીજાના ઘરે TV  જોઇને અભ્યાસ કરી રહી છું. હું જે સમયે જાઉં છું ત્યારે ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવવામાં આવે છે.બીજાં વિષયનો ટાઇમ જુદો-જુદો હોવાથી વારંવાર બીજાને ઘરે જવું શક્ય પણ નથી.ઓનલાઇન અભ્યાસથી હું વંચિત રહી ગઈ છું.

શિવરાજપુ કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય મિલન નિમાવતે જણાવતાં કહ્યું કે, હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે,ત્યારે સરકાર ડિજિટલ યુગની અંદર ડિજિટલ શિક્ષણને સહકાર આપી રહી છે.શિક્ષણ સચિવના માર્ગદર્શન નીચે હાલ ગામોગામ ઓનલાઇન શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે.દરેક શિક્ષકોની ટીમ દ્વારા વર્ચ્યુઅલ ક્લાસથી ઓનલાઇન શિક્ષણ આપી રહ્યું છે.શહેરી વિસ્તારની અંદર નેટવર્કનો પ્રશ્ન નથી,પણ ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્કના પ્રશ્નો હોવાથી તથા નાના માણસો છે,જેઓ પાસે પૂરતા સાધનો ન હોવાથી બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત રહે છે.

ગામના ઉપસરપંચ ગોંવિંદભાઇ ટીબડીયાએ જણાવતાં કહ્યું હતું કે, શિવરાજપુર ગામમાં 9,000થી વધુની વસ્તી છે.બધાં જ સમાજના લોકો સાથે હળીમળીને રહે છે.પરંતુ ઓનલાઇન અભ્યાસ શિક્ષક-વિદ્યાર્થી સામે આવે અને શિક્ષણ આપવામા આવે તેનો અર્થ ન બની શકે. લોકડાઉનના કારણે ગામડાનું શિક્ષણ બહુ બગડ્યું છે.ઓનલાઇન શિક્ષણ માટે સ્માર્ટફોન જ જોઇએ.પણ બધાં જ વિદ્યાર્થીઓ પાસે આ મોબાઇલ હોતા નથી.વાલીઓમાં પણ કકળાટ જોવાં મળી રહ્યો છે કે,ઓનલાઇન શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ સામસામે આવતા નથી.ઘરે જ શિક્ષણ આપવામાં આવે છે,જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પૂરતું ધ્યાન દોરી શકતા નથી.મારા ગામનું શિક્ષણ જોતા એવું લાગે છે કે,જો આવુંને આવું શિક્ષણ ચાલશે તો આવનાર પેઢીનું ભવિષ્ય કંઇ છે જ નહીં.શિક્ષકોની હાજરીમાં જ વિદ્યાર્થીઓ ભણે તો જ બાળક આગળ વધે.પણ ઓનલાઇન શિક્ષણમાં આવું જોવાં મળતું નથી.

અમરેલી જિલ્લામાં અમરેલી સિટીથી 17 km દૂર આવેલ જશવંતગઢ-ચિતલ ગામમાં આખું ગામ ખેતી પર જ આધારીત છે. જેમાં હાલમાં કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી. જો કે,આ મહામારીને લીધે ખેડૂતોને મહામુશ્કેલીનો સામનો કરવો પડયો  છે.આની સાથે ગામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.ગામમાં 3 જેટલી પ્રાઈવેટ,ગુરૂકુળ અને 3 જેટલી સરકારી સ્કૂલમાં ધોરણ 1-8માં 3,000થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.કોરોનાની મહામારીને લીધે ગામમાં ઓનલાઈન શિક્ષણ પણ કહેવા માત્ર જ ચાલુ છે.જેમાં પ્રાઈવેટ શાળામાં વાલીઓની રજૂઆતને લીધે માત્ર વોટ્સએપ પર જ થોડીઘણી પ્રવૃતિ અને પાછળના ધોરણનું રિવિઝન કરાવતું ઘરકામ આપવામાં આવે છે.

ઓનલાઈન શિક્ષણને અંગ ગામડાઓમાં વાલીઓનું માનવું છે કે,ગામડામાં ઘરમાં એક સ્માર્ટફોન હોય છે.તે પણ પુરૂષ પાસે જ હોય છે. સ્ત્રીની પાસે મોટાભાગે સ્માર્ટ ફોન હોતાં નથી.અને જો હોય તો પણ એમાં ઈન્ટરનેટ પણ હોતું નથી.ઈન્ટરનેટમાં પણ ગામડામાં નેટવર્ક આવે તો જ આવે છે.આ બધી પરેશાનીને લીધે ગામડાઓમાં ઓનલાઈન શિક્ષણ ફેલ હોવાનું લોકોનું માનવું છે.

ઓનલાઈન શિક્ષણનાં અંગે જશવંતગઢ ગ્રામ પંચાયતના સરપંચ અશોકભાઈ માંગરોળીયાએ જણાવતાં કહ્યું હતું કે,ઓનલાઈન શિક્ષણ આપવું તે સારી વાત છે.કોરોનાની આ મહામારીમાં ઓનલાઈન શિક્ષણ જ વધુ લાભદાયી છે.કોરોનાને લીધે શિક્ષણમાં પણ આવી રીતે ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે.ઓનલાઈન શિક્ષણની સાથે આપણી ભાવિ પેઢી આવનાર દિવસોમાં ટેક્નોલોજીની સાથે કદમ મીલાવી શકાશે.

પ્રદ્યુમન જોષી નામનાં વાલીએ જણાવતાં કહ્યું હતું કે,કોરોનાને લીધે વિદ્યાર્થીઓનું શિક્ષણ અટવાયું છે.ત્યારે ઓનલાઈન શિક્ષણના ફાયદા અને ગેરફાયદા જાણવા બેસીએ તો ખુબ જ નીકળે.જો કે,કોરોનાની મહામારીમાં ઓનલાઈન શિક્ષણ એ વૈકલ્પિક રસ્તો છે.જે હાલમાં આપવામાં આવી રહ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post