પાણી નાખ્યા વગર જ આ કુલર આપે છે બીજા કુલરો જેવી ઠંડક, કિંમત છે માત્ર 300 રૂપિયા

Share post

બજારમાં એવું કુલર ઉપલબ્ધ છે જે પાણી નાખ્યા વગર જ બીજા કુલરો જેવી જ ઠંડક આપે છે. જેમના ઘરમાં પાણીની ઉણપ છે અથવા તો વારંવાર પાણી ભરવામાં તકલીફ પડે છે તેમના માટે આ કુલર વરદાનરૂપ છે. આને ટાવર કુલર વિધાઉટ વોટર કહેવામાં આવે છે. આ કુલર online મળે છે. તેની કિંમત 1,500 રૂપિયા શરૂ થાય છે. જ્યારે indiamart ઉપર કુલર 300 રૂપિયા મળી રહ્યું છે, પરંતુ તમારે ઓછામાં ઓછા પાંચ લેવા પડશે.

વગર પાણીએ ઠંડી હવા આપે છે આ કુલર

આ કુલર વગર પાણી એ ઠંડી આપે છે પરંતુ આવું કઈ રીતે શક્ય બની શકે? આ માટે એક્સપર્ટ ગોપાલ મિશ્રા સાથે વાત કરવામાં આવી હતી. ગોપાલ મિશ્રા એ જણાવ્યું કે આ કુલર સિલિંગ પંખા કરતા વધારે સારું છે.જે કુલર પાણીથી ચાલે છે તેઓ માં બ્લેડ હોય છે અને આ કૂલરમાં બ્લોવર લગાવવામાં આવ્યા છે. બ્લોવર માં 70 રૂ વોટની પાવરફુલ મોટર હોય છે. તેની સાઈઝ પોર્ટેબલ છે જેને કારણે આ કુલર ઠંડી હવા આપે છે.

આને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે વગર પાણી ઠંડી હવા આપી શકે છે. આમાં પાણી નાખવાની કોઈ જરૂર હોતી નથી.જો તાપમાન વધે છે તો આમાંથી આવતી ઠંડક માં પણ ફેરફાર થાય છે. આ કુલર ખુબજ નાના છે જેને તમે ક્યાંય પણ રાખી શકો છો. આ કુલર ૨૦ ફૂટ સુધી હવા ફેંકે છે.

આ રીતે મળશે વધારે ઠંડી હવા

કુલર એક્સપર્ટ ગોપાલે જણાવ્યું કે જો ગરમી વધી જાય તો એક ટુવાલને ભીનો કરી તેને કુલરની સામે રાખી દેવાથી ઠંડી હવા માં વધારો થશે. પરંતુ હવાની સ્પીડ ઘટી જશે. આમાં લાગેલી મોટરની સ્પીડ 118 RPM હોય છે જે 70 વોટ જેટલો પાવર ઉપાડે છે. આમાં પંખા ની સ્પીડ વધારવા ને ઘટાડવા માટે 3 મોડ છે.

છત્રી વગર અને રિચાર્જ પણ નહિ કરવાનું, માત્ર 1200 રૂપિયાના આ સેટઅપ બોક્સમાં TV અને ઇન્ટરનેટ ચાલશે

મિત્રો ડીશ ટીવીના મોંઘા રિચાર્જને હવે ભૂલી જાવ. માર્કેટમાંફ્રી ટીવી ચેનલ્સ જોવા માટે નવું સેટ ટોપ બોક્સ આવી ચૂક્યું છે. આ બોક્સને વહેંચાનારા સેલરનું કહેવું છે કે તેનાથી 150 ચેનલ્સ ફ્રી જોઈ શકાશે. આ સિવાય, આ ચેનલ માટે કોઈ પ્રકારની છત્રી લગાવાની પણ જરૂર નહિ રહે. એટલે કે આ બોક્સને માત્ર ટીવીથી કનેક્ટ કરવાનું છે. તેનું નામ ‘ઇન્ટરનેટ સેટટોપ’ બોક્સ છે.

આ કોમ્પેકટ સાઈઝ સેટ ટોપ બોક્સ છે. જેને તમે તમારા ખિસ્સામાં પણ રાખી શકો છો. તેની ખાસ વાત છે કે તેને ઇન્ટરનેટની મદદથી પણ ઉપયોગમાં લઇ શકાય છે. એટલે કે ઇન્ટરનેટ કનેક્શન પછી આ હાઈટેક બૉક્સ બની જાય છે અને પછી દરેક ચેનલ્સને જોઈ શકાય છે. તેને કેબલ કે પછી વાઇફાઇથી પણ કનેક્ટ કરી શકાય છે.

આ વખતે દિલ્લીમાં સ્થિત ભારત ઇલેક્ટ્રોનિક્સના ઑનર એ જણાવ્યું કે, સેટ ટોપ બોક્સ મેડ ઇન ઇન્ડિયા છે. આ સૌથી નાનું સેટ ટોપ બોક્સ પણ છે. તેને ઇન્ટરનેટ અને ઇન્ટરનેટ વગર પણ ઉપયોગ માં લઇ શકાય છે. ઇન્ટરનેટ કનેક્શન પછી તેના પર 1000થી વધારે ચેનલ્સ આવે છે. જો ઇન્ટરનેટ નથી તો પણ 150 ચેનલ્સ જીવનભર માટે ફ્રી માં જોઈ શકાશે.

દરેક ટીવીથી થશે કનેક્ટ
આ સેટ ટોપ બોક્સને દરેક પ્રકારના ટીવીથી કનેક્ટ કરી શકાય છે. સેટઅપ બોક્સમાં એન્ટેના ઈન પોર્ટ, RC કેબલ પોર્ટ, HDMI પોર્ટના ઓપ્શન આપેલા છે.તેના આગળના ભાગમાં ડોંગલ લગાવા માટે USB પોર્ટ છે. આ સેટ ટોપ બોક્સની કિંમત 1500 રૂપિયાથી શરૂ થાય છે. આવા સેટઅપ બોક્સને કારણે લોકો સરળતાથી મનોરંજન માણી શકે છે.

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

આ માહિતી વધુને વધુ શેર કરો ????????

આ રીત થી ઘટાડો તમારું લાઈટબીલ ૫૦% સુધી. તેમાં વીજચોરી કરવાની પણ જરૂર નથી.

મિત્રો તમે જોતા હશો કે ઘણા લોકોને દિવસે દિવસે વીજળીનું બીલ વધુનેવધુ આવતું જાય છે. બે મહિના થયા નથી કે મોટું બીલ આવ્યું નથી. જો આપણે એક વર્ષની ગણતરી કરીએ તો ઘણા બધા પૈસા આપણે વીજળીનું બીલ ભરવામાં વાપરી નાખતા હોઈએ છીએ. ૧૫૦૦ રૂપિયાની આસપાસ તો લગભગ લોકોનું બીલ આવતું હોય છે જો ઘરમાં tv, ફ્રીઝ વગેરે જેવા સાધનો હોય, અને લગભગ બધા ઘરોમાં આ ઉપકરણો હોય જ છે. એટલે બીલ પણ આવતું જ હશે. પરંતુ મિત્રો તમારી અમૂક આદતો જ તમારું વીજળીનું બીલ વધારે છે.

વીજળીનું બીલ ઘટાડવાના ઉપાયો

આજે અમે તેનું સોલ્યુશન લાવ્યા છીએ. એટલે કે અમે આજે એવું સોલ્યુશન લાવ્યા છીએ કે જેમાં તમારે પંખો બંધ રાખીને ગરમીમાં બફાઈને બીલ નથી ઘટાડવાનું પણ અમૂક એવી વસ્તુ કે જેનાથી તમે અજાણ છો. તમે જે રીતે વસ્તુનો ઉપયોગ કરો છો તેમજ કરવાનો છે પરંતુ તમારે અમૂક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે જેનાથી તમારું વીજળીનું બીલ ઓછું આવશે. ઘણા ઓછા લોકોને ખબર હોય છે આ બાબતો.

આ સરળ પાંચ ટીપ્સથી તમે તમારા વીજળીના બીલને કરી શકો છો અડધું:

ઘણી વાર આપણું ફ્રીઝ ખાલી રહેવાથી વધારે વીજળીના પોઈન્ટ્સ અથવા યુનિટ બળતા હોય છે. માટે હંમેશા ફ્રીઝમાં શાકભાજી અને ફળો રાખવાના આ સાથે હંમેશા તમારા ફ્રીઝના ટેમ્પરેચરને ઋતુ પ્રમાણે સેટ કરો. આવું કરવાથી તમારા વીજળીના બીલમાં ઘટાડો થશે.

મિત્રો ઘણી વાર આપણે સમયના અભાવને કારણે અથવા તો બીજી વાર મશીન ન ચલાવવું પડે તે હેતુથી વોશિંગ મશીનમાં તેની અપેક્ષાથી વધારે કપડા નાખીને કપડા ધોતા હોઈએ છીએ. આવું કરવાથી મશીન પર વધારે લોડ આવે છે અને વીજળીનો વપરાશ પણ વધુ થાય છે. માટે ક્યારેય પણ તમારે વોશિંગ મશીનની અપેક્ષા કરતા વધારે કપડા તેમાં ન ધોવા જોઈએ.

વીજળીનો વપરાશ અટકાવવા માટે તમારે લાઈટ બંધ કરવાની જરૂર નથી પરંતુ તમારે શું કરવાનું છે કે માત્ર બલ્બ બદલવાના છે. તેના માટે તમારે સામાન્ય બલ્બ કરતા C.F.L. બલ્બનો ઉપયોગ કરવો. કારણ કે C.F.L. બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીનો વપરાશ ઓછો થાય છે તેથી તમે ભારેખમ વીજળીના બિલથી બચી શકો છો.

હંમેશા મેઈન સ્વીચ બંધ કરવી. મિત્રો આ સૌથી મહત્વની ટીપ્સ છે અને ઘણા બધા લોકો આવી ભૂલો કરતા તમે જોયા પણ હશે જે પોતાની આળસના કારણે મેઈન સ્વીચ તો બંધ જ ન કરે. હા મિત્રો ઘણી વાર આપણે રિમોટથી જ tv બંધ કરી દેતા હોઈએ છીએ પરંતુ ઉભા થઈને tv ની સ્વીચ બંધ કરવાની આળસ આવતી હોય છે. તો મિત્રો આજથી જ આ આળસ કાઢી નાખો કારણ કે આ આળસના કારણે જ તમારું વીજળીનું બીલ વધારે આવે છે.

જ્યારે તમે રિમોટથી tv બંધ કરો પરંતુ સ્વીચથી ન કરો ત્યારે તમે જોયું હશે કે tv નું પાવર બટન ચાલુ હશે તેનો મતલબ છે કે tv કોઈ જોતું નથી, tv ચાલુ નથી તેમ છતાં પણ તે વીજળી વાપરે છે. ખાસ કરીને રાત્રીના સમયે આવું જ થતું હોય છે કે રાત્રે માત્ર રિમોટથી tv બંધ કરીને લોકો સુઈ જાય છે પરંતુ તમને અંદાજો નથી હોતો કે આખી રાત tv તો વીજળીના પોઈન્ટ વધારશે. તો આ રીતે તમારું વીજળીનું બીલ વધે છે માટે હંમેશા ક્યારેય પણ tv બંધ કરો તો સાથે સાથે સ્વીચ પણ બંધ કરી દેવી જેથી વીજળીનો ફાલતું વપરાશ ઓછો થાય અને બીલ પણ ઓછું આવે.

આ ઉપરાંત આજના યુગમાં સોલાર પેનલ પણ વીજળીની બચત કરવા માટે સારું યોગદાન આપે છે. માટે જો શક્ય હોય તો ઘરમાં સોલાર પેનલનો ઉપયોગ કરવો જેથી તમારા ઘણા કામો જે વીજળીની મદદથી થતા હતા તે વિના મૂલ્યે સૌરઉર્જાથી થાય અને વીજળીની બચત થાય. પરિણામે તમારે વીજળીનું બીલ પણ ઓછું આવશે.

આ ઉપરાંત ક્યારેય પણ જરૂરીયાત વગર કોઈ વસ્તુ ચાલુ ન રાખવી કે ચાલુ રાખીને જતું રહેવું, બંધ કરતા ભૂલી જવું આવી આદતોને પણ દૂર કરવી જેથી વીજળીના બીલમાં થોડી રાહત રહે.

તો આ રીતે તમે વીજળીનું પચાસ ટકા બીલ ઓછું કરી શકો છો ઉપર આપેલી બાબતોનું યોગ્ય પાલન કરો તો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <— <—

ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post