કચરા માંથી પણ થઇ રહી છે કરોડોનો કમાણી- જાણો કેવી રીતે…

Share post

હાલમાં કચરો એ તમામ સમસ્યાનું જ્ડમૂળ બની ગયું છે. જે કચરો દેશના બીજાં શહેરોની માટે બોજારૂપ બની રહ્યો છે. એ જ કચરો આ રાજ્યનાં શહેરની માટે એક કમાણીનું સાધન બન્યુ છે. જ્યાં કચરા દ્વારા દર વર્ષે અંદાજે કુલ 4-5 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી રહી છે.

આની સાથે જ આ શહેરે સતત કુલ 3 વર્ષથી દેશનાં સૌથી સ્વચ્છ શહેરનું સ્થાન પણ પ્રાપ્ત કરેલુ છે. મધ્યપ્રદેશમાં આવેલ ઈંદોર શહેર કચરા દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યું છે. ચોથા વર્ષના પ્રથમ 2 ક્વાર્ટરમાં પણ ઈંદોરે તેનું સ્થાન બનાવીને રાખ્યું છે. ત્યાં અચાનક જ આ નથી બન્યું.

ઈંદોર નગર નિગમનાં સલાહકાર અસદ વારસી જણાવતાં કહે છે કે, ઈંદોરનાં લોકોએ દિલ તેમજ મગજની સાથે જ સ્વચ્છતાનો સ્વીકાર પણ કર્યો છે. જેનું પરિણામ સૌની જ સામે છે. શહેરને સ્વચ્છ બનાવી રાખવાં માટે નગર નિગમે બધાં જ નવીનતાના પ્રયોગ કર્યા તથા તેને સ્થાનિક લોકોનો સહકાર પણ મળ્યો હતો.

ઈંદોર નગર નિગમે શહેરમાં થતાં કચરાનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ તો સેગ્રીગેટને ભેગા કરવાની દિશામાં કામ કર્યું હતું. ભીનો તેમજ સૂકો કચરો જુદો-જુદો જ રાખવામાં આવતો હતો. જ્યારે એ પગલુ સફળ થયું તો નિગમે કચરાને લઈને ટેન્ડરો પણ બહાર પાડ્યા હતાં. જેમાં કેટલીક કંપનીઓએ પોતાની રૂચિ પણ દેખાડી હતી.

નિગમે એમનાં સ્તરે જૈવિક કચરાનો ખાતર બનાવ્યો હતો જેની ખેડૂતોમાં ખુબ જ માંગ રહેલી છે. માંગ તો એટલી બધી છે, કે તેને પૂરી કરવી પણ અઘરી બની ગઈ છે. ઈંદોર નગર નિગમની કુલ વસ્તી અંદાજે 35 લાખ છે, તથા રોજ અંદાજે કુલ 1,200 ટન કચરો પણ નીકળે છે. જેમાંથી કુલ 550 ટન ભીનો તથા કુલ 650 ટન સૂકો કચરો હોય છે.

જૈવિક કચરાનાં વેચાણ દ્વારા નિગમને કુલ 2 કરોડ રૂપિયાની વાર્ષિક આવક થાય છે. એવી રીતે જ કંપની કુલ 300 ટન સૂકા કચરાને જુદું કરવાં માટેનું મશીન પણ લગાવ્યું છે. જેની માટે કંપનીને નિગમે ફક્ત જમીન આપેલી છે. આ કંપની નગર નિગમને દર વર્ષે કુલ 1,41,00,000 લાખ રૂપિયા પણ આપી રહી છે.

જૈવિક કચરાને જુદો કરવા માટે પણ મશીન લગાવવામાં આવ્યુ છે, જેના દ્વારા બાયો CNG બનાવવામાં આવે છે. જેનાં દ્વારા નિગમને કુલ 1 કરોડ રૂપિયાની આવક થાય છે. આ રીતે નિગમને દર વર્ષે કચરાનાં નિકાલ દ્વારા કુલ સાડા 4 કરોડ રૂપિયાની આવક મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post