જો કોરોના તમારી આજુબાજુ પણ આવશે તો તમને એક સેકન્ડમાં આ બેન્ડ કરશે એલર્ટ- જાણો ક્યારે અને ક્યા મળશે

Share post

હાલમાં કોરોનાની ચાલી રહેલ મહામારીને લઈને એક સારાં સમાચાર સામે આવી રહ્યાં છે. મદ્રાસમાં આવેલ IIT નાં વિદ્યાર્થીઓ દ્વારા કોરોના વાયરસ સંક્રમણની ઓળખ આપવાં માટે હાથમાં જ પહેરી શકાય એવો એક બેન્ડ તૈયાર કર્યો છે. જે શરૂઆતના સ્તર પર જ વ્યક્તિમાં રહેલ કોરોનાના સંક્રમણની ઓળખ કરી શકે છે. આ બેન્ડ એ આગામી મહિનામાં માર્કેટમાં પણ આવી શકે છે.

IIT મદ્રાસમાં સ્ટાર્ટઅપ ‘મ્યૂઝ વિયરેબલ્સ’ની શરૂઆત પૂર્વ વિદ્યાર્થીઓના એક ગ્રૂપ દ્વારા NIT વારંગલના પૂર્વ વિદ્યાર્થીઓની સાથે મળીને કરવામાં આવી છે. આ ટ્રેકર્સને કુલ 70 જેટલાં દેશમાં લોન્ચ કરવાની પણ યોજના છે. આ ટ્રેકરની કુલ કિંમત 3,500 રૂપિયા છે. હાથમાં પહેરેલ આ ટ્રેકરમાં શરીરનું તાપમાન, હ્રદયના ધબકારા અને SPO2 એટલે કે લોહીમાં ઓક્સીજનની માત્રાને માપવા માટેના પણ સેંસર લાગેલા છે, જે સતત તેના પર ધ્યાન રાખીને સંક્રમણની શરૂઆતના સ્ટેજમાં જ ઓળખ કરી શકે છે.

આ ટ્રેકર એ બ્લૂટુથ સાથે જ ચાલશે તથા તેને મ્યૂઝ હેલ્થ એપ દ્વારા મોબાઈલ ફોનની સાથે જોડી શકાય છે. ઉપયોગ કરનારના શરીરની સાથે જોડાયેલ અને બીજી ગતિવિધિઓની માહિતી ફોન અને દૂર સ્થિત સર્વરમાં પણ એકઠી થાય છે.વપરાશકર્તા જો કોઈ રેડ ઝોનમાં જાય છે, તો આરોગ્ય સેતુ એપ દ્વારા તેમને મેસેજ પહોંચી જ જાય છે.

IIT મદ્રાસના પૂર્વ વિદ્યાર્થી KNLI પ્રશાંતે જણાવ્યું હતું કે ‘આ વર્ષ દરમિયાન કુલ 2 લાખ ટ્રેકરના ઉત્પાદનનું અમારું ધ્યેય છે, અને 2020માં સુધીમાં તો પૂરી દુનિયામાં કુલ 10 લાખ ટ્રેકર વેચવાની અમારી યોજના છે. રોકાણકારોને પણ અમારા ઈનોવેશન પર વિશ્વાસ છે, અને તે માટે જ અમે કુલ 22 કરોડ રૂપિયા એકઠા કરવામાં સફળ પણ થઈ ગયા છીએ.’

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post