પૂજા દરમિયાન ભૂલથી પણ ન થવી જોઈએ આ ભૂલ, ધન અને સુખથી રહેશો વંચિત

Share post

આપણા સૌનાં ઘરમાં મંદિર તો હશે જ. તમામ લોકો સવાર તેમજ સાંજ એમ કેળ 2 વખત મંદિરમાં ભગવાનની આરતી પણ કરતાં જ હોય છે પરંતુ ઘણીવાર આરતી કરતી વખતે નાની એવી ભૂલો થઈ જતી હોય છે. આજે અમે આપની માટે આવી જ એક જાણકારી લઈને સામે આવ્યા છીએ કે, ભગવાનની આરતી અથવા તો પૂજા કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. મંદિર અથવા તો પૂજા સ્થાનનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળશે કે, જ્યારે સ્થાપના કરવાં માટેનાં નિયમોનુ પાલન કરવામાં આવે. આની માટે જરૂરી છે કે, મંદિરની વ્યવસ્થિત રીતે સ્થાપના કરવી તથા પુજા સ્થળને પવિત્ર રાખવું જોઈએ.

આ વાતોનું ખાસ ધ્યાન રાખવું :
સામાન્ય રીતે તો પૂજા કરવાં માટેનુ સ્થાન અથવા તો મંદિર ઇશાન ખૂણામાં હોવું જોઇએ. જો, ઇશાન ખુણામાં સ્થાપના થઇ શકતી નથી તો પૂર્વ દિશામાં સ્થાપના કરવી જોઈએ. પૂજા કરવાં માટેનુ સ્થાન એક જ હોવું જોઇએ, જેને વારે ઘડિયે બદલવું જોઈએ નહી. પૂજા કરવાં માટેનુ સ્થાન સામાન્ય પીળાશ પડતુ અથવા તો સફેદ રાખવું જોઈએ, ઘાટા રંગ વાપરવો જોઈએ નહી. ગુંબજ અથવા તો ખૂણાવાળા મંદિર કરતાં નાના સ્થળ પર ભગવાનને બિરાજમાન કરવાં જોઈએ.

મંદિરમાં ભગવાનની સ્થાપના કરવાં માટેનાં નિયમ :
મંદિરમાં ભગવાનની મૂર્તિઓ એવી રીતે સ્થાપિત કરવી જોઈએ કે, જે રીતે ભીડ ન થાય.  મંદિરમાં જગ્યા રહે તે રીતે મૂર્તિઓને રાખવી જોઇએ.  જો મૂર્તિની સ્થાપના કરવી છે તો એ કુલ 12 આંગળથી વધારે હોવી જોઇએ નહી. ચિત્ર ગમ એટલુ વિશાળ હોય શકે પણ મૂર્તિ નહી. પૂજા સ્થાન પર શંખ, ગોમતી ચક્ર તથા એક પાત્રમાં જળ ભરીને રાખવું જોઈએ.

કેવી રીતે મંદિરને કરશો જાગૃત ?
બંને વેળાએ એક જ સમયે પૂજાનો નિયમ બનાવવો જોઈએ. સાંજની પૂજામાં દીવો કરવો, દિવાને પૂજા કરવાં માટેનાં સ્થાનના મધ્યમાં રાખવો. પૂજાના પહેલા થોડા સમય પહેલાં મંત્રોચ્ચાર કરો. જેને લીધે ઘર ઉર્જાથી ભરાઇ જશે.  મંદિર હંમેશા સાફ રાખવું તથા ત્યાં એક લોટામાં જળ ભરીને રાખવું. તમે કોઇ પણ પૂજા કરતા હોવ જો કોઇ મંત્ર ન આવડે તો ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post