આ રાશી ધરાવતી મહિલાઓ બને છે શ્રેષ્ઠ માતા- જેમની પરવરીશથી તેમના બાળકો બને છે સફળ વ્યક્તિ

Share post

દરેક માતા એ પોતાના બાળકોને ખુબ જ વ્હાલ કરે છે. કહેવાય રહ્યું છે, કે બધી જગ્યાએ ભગવાન પહોંચી ન શકે એ માટે જ એમણે માતાનું સર્જન કર્યુ છે. બાળકને જીવનના તમામ પાઠ માતા જ શિખવે છે,  એક માતા એ સો શિક્ષકની ગરજ સારે તેટલી ક્ષમતા ધરાવે છે. આપણા સાહિત્યમાં પણ એટલે જ કહેવામાં આવ્યુ છે, કે જે કે ‘જનનીની જોડ સખી નહી જડે રે લોલ !’

દરેક માતાની માટે તેનું બાળક ખુબ જ અગત્યનું હોય છે. બાળકની માટે તેની માતા વિશ્વની સૌથી શ્રેષ્ઠ માતા હોય છે. બાળકનાં જન્મની સાથે જ માતાનો ફરી એકવાર જન્મ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ ઘણી રાશિઓની યુવતીઓમાં કુદરતી રીતે જ બાળકોનું પાલન-પોષણ કરવામાં આગળ હોય છે. આજે, આપણે પણ જાણીએ આવી જ રાશિની અંગે જે દુનિયાની શ્રેષ્ઠ માતા હોય છે.

કર્ક રાશિ
કર્ક રાશિ એ ચંદ્રમાની સ્વામિત્વવાળી રાશિ છે. આ રાશિમાં માતા એ પોતાના બાળકને લઈને ખુબ જ ભાવુક હોય છે. કોમળ હૃદયની માતાઓ તેના બાળકને ખુબ જ પ્રેમ કરે છે. તેના માટે બાળક જ તેની દુનિયા રહેલી હોય છે. કર્ક રાશિની માતા હંમેશા જ તેના બાળકને કંઇક ખાસ છે, એવી અનુભૂતિ પણ કરાવે છે. તમામ પરિસ્થિતિમાં તે બાળકનો જ સાથ આપે છે. માતા ઢાલ બનીને જ ઉભી રહે છે, ગમે તે સ્તિથીમાં આ રાશિની માતા પોતાનાં બાળકને પોતાના જીવની જેમ જ સાચવે છે.

કન્યા રાશિ
કન્યા રાશિનો સ્વામી એ બુધ છે. આ રાશિની માતા ખુબજ ચતુર તેમજ ક્રિએટીવ પણ હોય છે. એ પોતાના બાળકને તમામ ક્ષેત્રે આગળ આવવા માટેની પ્રેરણા આપે અને સતત પ્રયત્ન પણ કરતી રહે છે. તેનાં બાળકને એવુ તૈયાર કરે છે, કે આ બાળક મલ્ટી ટાસ્કમાં પણ ભાગ લે. આ રાશિની માતાઓ પોતાના બાળકને એકદમ પરફેક્ટ જ જોવા માંગતી હોય છે, તેમજ આ પ્રમાણે તે બાળકને એટલું જ અનુશાસનમાં પણ રાખે છે.

મિથુન રાશિ
આ રાશિની માતા એ તેના બાળકની સાથે મિત્ર બનીને જ રહે છે. બાળકને જીવનનાં પાઠ એવા સરળતાથી ભણાવે છે ,કે તે ક્યારેય પણ પાછુ ન પડે. તમામ લડાઇને પોતાના બળ પર જીતી શકે એવો સક્ષમ બાળક બને એ જોવાનું કામ પણ આ રાશિની માતાઓ કરે છે. તે પોતાના બાળકને બીજાં પર નિર્ભર ન રહે તેમજ પ્રગતી પણ કરે એવું બનાવવા માટે મંડી પડે  છે. આ રાશિની માતા ખુબ જ કોમળ માતાઓ હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post