ઉંચી ડીગ્રી મેળવેલી ગુજરાતની આ મહિલાઓ સફળ પશુપાલનથી કરે છે લાખોની કમાણી

Share post

ગુજરાતી પ્રજા વેપારી પ્રજા છે. વિશ્વમાં તેની ઓળખ એક વેપારી પ્રજા તરીકેની છે. આ ઓળખ મુજબ જ દરેક ગુજરાતીના મનમાં વેપારનો વિચાર દોડતો હોય છે. એમાં સ્ત્રીઓ પણ બાકાત નથી. ગુજરાતી મહિલાઓએ પોતાની કુશળ આવડતથી વેપારક્ષેત્રે કાઠુ કાઢ્યું છે. જો કે આ ક્ષેત્રમાં ગામડાની મહિલાઓ પણ પાછળ નથી. પોતાના પરંપરાગત વ્યવસાયને પણ એમણે સારી રીતે વિકસાવાની કરે છે લાખો રૂપિયાની કમાણી. ગુજરાતના સ્થાપનાદિન નિમિત્તે પ્રસ્તુત છે એવી કેટલીક મહિલાઓ જેમણે પશુપાલન અને અન્ય વ્યવસાયમાં સફળ બનાવ્યો છે.

પશુપાલનના પ્રેરણાસ્રોત મંદાકિનીબેન
તમને જાણીને નવાઈ લાગશે કે, એમએ.બી.એડ. થયા પછી નોકરી કરવાની જગ્યાએ કે ગૃહિણી તરીકે ઘર સંભાળવાની જગ્યાએ મંદાકિનીબેન રાઠોડેપોતાના કૌટુંબિક વ્યવસાય પશુપાલનને અપનાવવાનો અભૂતપુર્વ નિર્ણય કર્યો. એક શિક્ષિત મહિલા પશુપાલન જેવા વ્યવસાયને અપનાવે ત્યારે કોઇના મનમાં અનેક સવાલો ઉદ્દભવે, શંકાઓ પણ જન્મે. જો કે પિતાએ આપેલા રૂ.60 હજાર અને ભાડે લીધેલી જમીન ઉપર પાલનપુરમાં પશુપાલન વ્યવસાય શરૂ કર્યો. વર્ષ 2001માં બે ગાયથી પશુપાલન શરુ કરનાર મંદાકિનીબેને દસ વર્ષ પછી સાદરપુરમાં જગ્યા ભાડે રાખી છે અને આજે તેમની પાસે 20 ગાય છે. મંદાકિનીબેન ગાયોને પોષણયુક્ત આહાર આપતા હોવાથી તેમની ગૌશાળામાં દૈનિક 180 લીટર દુધનું ઉત્પાદન થાય છે. જે તેઓ ડેરીમાં જમા કરાવે છે અને માસિક એક લાખ ત્રીસ હજાર રૂપિયાની તગડી આવક રળે છે. અર્જિત કરેલા જ્ઞાનનો ઉપયોગ કરી સ્વનિર્ભરતા હાંસલ કરનાર મંદાકિનીબેન આગામી બે વર્ષમાં પશુધનનો આંક 100 ઉપર લઇ જવા માંગે છે અને પોતાના જ ડેરી ઉત્પાદનો બજારમાં મુકવા માંગે છે.

મધઉછેર કરતા અસ્મિતાબેન
તમને જાણીને નવાઈ લાગશે કે, બી.એ.ની ડિગ્રી હોવા છતાં નવસારી જિલ્લાના ચીખલીના અસ્મિતાબેન મધઉછેર કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે. આજથી અગિયાર વર્ષ પહેલા તેમણે શોખ ખાતર મધઉછેરની પ્રવૃતિ શરૂ કરી હતી. આજે એ એક વ્યવસાય બની ગયો છે અને એના દ્વારા વર્ષે 8 લાખની આવક મેળવે છે. અસ્મિતાબેનમાંથી પ્રેરણા લઈને ઘણા લોકોએ આ પ્રવૃતિ શરૂ કરી છે. અસ્મિતાબેનનું મધ માત્ર દક્ષિણ ગુજરાત પૂરતુ સિમિત નથી, તે ઉત્તર ગુજરાત અને રાજસ્થાન સુધી પહોંચે છે. અસ્મિતાબેનની આ પ્રવૃતિને રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ બિરદાવી છે.

ડેરીઉદ્યોગમાં સફળ ડોલીબેન
ગુજરાતમાં પશુપાલન કરીને લોકો દૂધ માંથી સારી એવી કમાણી કરી રહ્યા છે. એટલા માટે જ ગુજરાત દૂધ ઉત્પાદનું હબ ગણાય છે. આમાં પણ મહિલાઓનો ફાળો વિશેષ છે. ડોલીબેન પટેલ છેલ્લા 17 વર્ષથી દૂધ ઉત્પાદનનો વ્યવસાય કરે છે. કોલેજની ડિગ્રી ન હોવા છતા કોઠાસૂઝથી વર્ષે દૂધ ઉત્પાદન દ્વારા 20 લાખ રૂપિયાની આવક મેળવે છે. તેમની પાસે 55 જેટલી ગાય-ભેંસો છે. ડોલીબેન પાસે ઘર અને વ્યવસાયને એકસાથે સંભાળવાની જબરી આવડત છે. દરેક વ્યક્તિ માટે તે એક પ્રેરણા છે અને તેઓ સાબિત કરે છે કે માત્ર શિક્ષિત હોય તે જ સફળ થઇ શકે એવું નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post