એક કિલો શાકભાજીના 1200 રૂપિયા- દરેક ખેડૂત ભાઈએ કરવી જોઈએ આ પાકની ખેતી

Share post

હાલના સમયમાં મોટા ભાગના લોકો બેરોજગાર બન્યા છે. લોકો પાસે ખાવાના ખૂટી રહ્યા છે. એવામાં લોકો આજે નોકરી ગોતી રહ્યા છે. કોરોનાના સમયમાં એકતરફ લોકો ઘરે બેઠા છે અને આવક બંધ થઇ ગઈ છે. આવા સમયે મોટા ભાગના લોકો ગામડે ચાલ્યા ગયા છે. અને ખેતીમાં રસ ધરાવી રહ્યા છે. તો આ લેખ જે વર્ષોથી ખેતી કરે છે અને હાલ પણ જેને ખેતીથી સારી કમાણી કરવી હોય તેવા ખેડૂતોએ ખાસ વાંચવો…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ઘણાં લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો છે. આની સાથે ઘણો ભાવ વધારો પણ થતો જાય છે. ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. જેની આપને પણ કદાચ જાણ નહી હોય.

કદાચ આ દેશની સૌથી મોંઘી શાકભાજી રહેલી છે. માત્ર શ્રાવણ માસમાં જ વેચવામાં આવે છે. એ પણ માત્ર ઝારખંડ તથા છત્તીસગઢમાં જ. પરંતુ બંને જગ્યાએ એનું નામ પણ જુદું જ છે. આ શાકભાજી છે ખુખડી. જેની કિંમત કુલ 1,200 રૂપિયા પ્રતિ કિલો રહેલી છે પરંતુ બજારમાં આવતાંની સાથે જ આ શાકભાજી હાથો હાથ જ વેચાઈ પણ જાય છે.

આ શબ્જીમાં મોટા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે.છત્તીસગઢમાં એને ખુખડી કહેવામાં આવે છે જયારે ઝારખંડમાં એને રૂગડા કહેવામાં આવે છે, આ બંને મશરૂમની જ એક પ્રજાતિ છે. ખુખડી એ પ્રાકૃતિક રીતે જંગલમાંથી જ મળી આવે છે તથા આ શાકભાજીને માત્ર 2 દિવસની અંદર જ ખાઈ લેવી પડતી હોય છે નહીંતર એ બગડી પણ જતી હોય છે.

છત્તીસગઢમાં આવેલ બલરામપુર, સુરજપુર, સરગુજા સહિત ઉદયપુરથી પાસેનાં જિલ્લાનાં જંગલમાં વરસાદનાં દિવસોમાં પ્રાકૃતિક રીતે ખુખડી નીકળે છે.માત્ર 2 મહિના સુધી જ ઉગતી ખુખડીની માંગ એટલી બધી છે, કે જંગલમાં રહેતાં ગ્રામિણ લોકો પણ એને જમા કરીને રાખતાં હોય છે.

છત્તીસગઢમાં આવેલ અંબિકાપુર સહિત અન્ય વિસ્તારોમાં વચેટિયાઓ એને ઓછી કિંમતમાં ખરીદી કરીને કુલ 1,200 રૂપિયા સુધીની ઊંચી કિંમતે વેચવામાં આવે છે તથા સિઝનમાં અંબિકાપુરનાં બજારમાં કુલ 5 ક્વિંટલ સુધી આપૂર્તિ પણ થાય છે.

ખુખડી એ એક પ્રકારનું સફેદ મશરૂમ જ છે. ખુખડીની ઘણી પ્રજાતિ રહેલી છે. સોરવા ખુખડી વધુ પસંદ કરવામાં આવે છે. જે ઈમ્યુનિટીમાં વધારો કરે છે. શ્રાવણનાં માસમાં ઝારખંડનાં ઘણાં લોકો માંસાહાર પણ બંધ કરી દેતાં હોય છે. એવામાં આ એક શ્રેસ્ધ વિકલ્પ બની રહે છે.

આ ખુખડીનો ઉપયોગ ખોરાકની સાથે સાથે દવામાં પણ કરવામાં આવતો હોય છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે, કે વરસાદનાં સમયમાં વીજળી પડવાંથી ધરતી ફાટે છે તથા આ સમયે ધરતીની અંદરથી જ સફેદ રંગની ખુખડી નીકળી આવતો હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post