સાબુથી મોઢું ધોનારા લોકો ચેતી જજો- ચહેરા પર સાબુ લગાવવાથી ત્વચાને થાય છે આટલું બધું નુકસાન

ઘણાં લોકો તો દીવસમાં વારંવાર સાબુ વડે મોં ધોતાં હોય છે, પરંતુ આપને એ વાતની સહેજ પણ જાણ નહી હોય કે સાબુથી વારંવાર મોં ધોવાથી ઘણું નુકશાન પણ થતું હોય છે. કેટલાંક લોકોની ટેવ હોય છે કે એ મોં ધોતી વખતે સાબુનો વારંવાર ઉપયોગ કરતાં હોય છે. પણ આ વાત તો આપણને બાળપણમાં જ સમજાવવામાં આવતી હતી કે ક્યારેય પણ ચહેરાને સાબુથી ન ધોવો જોઇએ. આટલું જ નહીં પરંતુ આપ સ્કિન સ્પેશ્યાલિસ્ટની પાસે પણ જશો તો પણ એ આપને ચહેરો ધોવાં માટે ફેસ વોશ લગાવવાની જ સલાહ આપશે.
સ્નાન કરતી વખતે સાબુનો ઉપયોગ શરીરને ધોવાં માટે કરવામાં આવી શકે છે પણ ચહેરા પર એનો ઉપયોગ ખુબ જ નુકસાનકારક પણ હોય શકે છે. શું તમે ક્યારેય પણ વિચાર્યું છે કે સાબુ આટલો ખરાબ કેમ છે. જેને આપ ચહેરા પર ઉપયોગ પણ નથી કરી શકતાં. તો, આવો જાણીએ એનું કારણ..
મનુષ્યની ત્વચાનું PH સ્તર 4 થી 6.5 ની વચ્ચે જ હોય છે ત્યારે જ્યારે આપણી સ્કિન ઓઇલી હોય છે. જ્યારે બીજી બાજુ સાબુ વધુ પડતો ક્ષારીય હોય છે. જેનાંથી જો આપ ત્વચા પર સાબુનો ઉપયોગ કરો છો તો એ તેનાં PH સંતુલન તેમજ એસિડ મેંટલને પણ ઘણું ખરાબ કરે છે. જેનાંથી ત્વચાની સ્થિતિ પણ ઘણી ખરાબ થઇ જાય છે. જે આપની ત્વચા પર ખરાબ અસર પણ કરી શકે છે.
ભલે આપની ત્વચા ઓઇલી હોય પણ તમારે સ્કિન પર સાબુનો ઉપયોગથી બચવું જ જોઇએ. સાબુ એ ત્વચાને પ્રાકૃતિક તેલને છીનવી લે છે તથા એને ડ્રાય બનાવી દે છે. જો આપને એવું લાગે છે, કે આપણી ત્વચા વધુ પડતી ઓઇલી છે તો વિશેષ રીતે ઓઇલી ત્વચાની માટે એવાં ફેસવોશનો પણ ઉપયોગ કરો કે જેથી ત્વચાની પરતથી તેલ તેમજ ગંદકીને દૂર કરે.
ચહેરાને સાબુથી ધોવો એ ડિશવોશ લિક્વિડ તેમજ ડિટરજન્ટથી ધોવા સમાન જ છે.ઘણીવાર સાબુથી મોં ધોવાં પર ખરાબ લાગવાની સાથે કરચલીપણ પડી જાય છે. સાબુ એ શરીરનાં બીજાં ભાગમાં યોગ્ય રીતે કામ કરે છે. પણ આપનાં ચહેરાની ત્વચા ખૂબ જ નાજૂક હોય છે જેનાંથી એને ઘણું નુકસાન પણ પહોંચે છે.
જેથી સાબુને દૂર રાખો તેમજ એની જગ્યાએ સારી એવી ક્વોલિટીનું ફેસવોશને ચહેરા પર લગાવો.એ વાત જરૂરી નથી કે તમામ સાબુ ત્વચાની માટે માત્ર નુકસાનકારક હોઈ શકે છે. ઘણાં સાબુ એવાં હોય છે, કે જેમાં જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય જેનાંથી ત્વચા ઘણી મુલાયમ પણ બને છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…