ભારતના ઈતિહાસમાં આજે પણ અમર છે આ ઐતિહાસિક પ્રેમ કહાનીઓ, જે Valentine’s Day ના દિવસે દરેક પ્રેમીએ જાણવી જોઈએ

Share post

ભારતના ઈતિહાસમાં કેટલાય રાજા-રાણીઓની શૌર્ય ગાથાઓ મશહુર છે પણ આજે અમે તમને ઈતિહાસની કેટલીક અમર ઐતિહાસિક પ્રેમ કહાની વીશે જણાવીશું જેમનો પ્યાર દુનિયાભરમાં મિસાલરૂપ છે હિંદુસ્તાનની વીર ભૂમિ પર ઘણી શૌર્ય ગાથાઓ બની પરંતુ સાથે સાથે આપણા દેશે દુનિયા સામે પ્રેમના પણ ઘણા ઉદાહરણો પૂરા પાડ્યા. એક સમય હતો જ્યારે એ કહાનીઓમાંથી પ્રેરણા લઈને લોકો સાથે જીવવા-મરવાની કસમો ખાતા હતા. ભારતના ઈતિહાસમાં એવી પ્રેમ કહાનીઓએ જન્મ લીધો જેણે સમાજની પરવા કર્યા વિના પ્રેમને પસંદ કર્યો. દુશ્મની દોસ્તીમાં બદલાઈ ગઈ અને દોસ્ત દુશ્મન બની ગયા. ભારતના ઈતિહાસમાં ઘણી અસામાન્ય પ્રેમ કહાનીઓ મળે છે જે દુનિયા માટે આજે પણ ઉદાહરણ સ્વરૂપ છે. આજે એવી જ અમુક જાણીતી પ્રેમ કહાનીઓ વિશે જાણીએ.

શાહજહાં-મુમતાઝ

ઐતિહાસિક પ્રેમ કહાનીઓની આ યાદીમાં શાહજહાં-મુમતાઝનુ નામ લીધા વિના શરૂઆત કરવી અયોગ્ય ગણાશે. મુગલ શહેનશાહ શાહજહાની અનેક બેગમ હતી આમ છતા સૌથી વધુ શાહજહાં મુમતાજને પ્રેમ કરતા હતા.  તેમની અનોખી પ્રેમ કહાનીની નિશાની આજે પણ તાજમહેલ સ્વરૂપે હાજર છે. શાહજહાંની આમ તો ઘણી બેગમો હતી પરંતુ મુમતાઝ પ્રત્યે તેમનો પ્રેમ એક જૂનુન જેવો હતો જેણે એ સંગેમરમરના પત્થરોને પણ જીવંત કરી દીધા. આજે પણ તાજમહેલની દીવાલો પર તેમની કહાની ગુંજે છે. જે આજે દુનિયાભરમાં મશહૂર છે.

પૃથ્વીરાજ-સંયુક્તા

પ્રેમ લગ્ન હોય અને એ પણ ભાગીને કર્યા હોય તો એ અત્યારના આધુનિક યુગમાં પણ અસમાન્ય બાબત ગણાય છે અને સમાજ હજુ પણ તેને સરળતાથી સ્વીકારી નથી શકતો, ત્યારે જો એમ કહેવામા આવે કે એક રાજાએ તેનાજ દુશ્મન રજાની દીકરીને પ્રેમ કરયો અને તેને તેના જ સ્વયં વરમાથી ભગાળી તેની સાથે લગ્ન કર્યા હતા. આ પ્રેમ કહાની છે પૃથ્વીરાજ ચૌહાણ અને સંયોગિતાની , જેમાં પૃથ્વીરાજને તેના દુશ્મન કનૌજના રાજા જયચંદની કુવરી સંયુક્તા સાથે પ્રેમ થયો અને જ્યારે રાજાને એ વાતની ખબર પડી ત્યારે તેને પુત્રીનો સ્વયંવર રચ્યો અને પૃથ્વીરાજને નીચો દેખાડવા તેનું પૂતળું દર્બ્ર્નિ બહાર ઊભું રાખ્યું અને અનેક રાજકુમારને આમંત્રિત કર્યા હતા, ત્યારે સંયોગિતા એ પણ પોતાના પ્રેમ ખાતર એ તમામ રાજકુમારને છોડી પૃથવિરજના પૂતળાને જયમાળા પહેરવે છે જ્યાં પહેલાથી જ પુયલની પાછળ પૃથ્વીરાજ ઉભેલો હોય છે. અને ત્યથી જ સંયુક્તનું  અપહરણ કરી ભગાળીને લગ્ન કરે છે.

બાજબહાદૂર-રુપમતિ

ભારતના ઇતિહાસની આ એક એવી પ્રેમ કહાની છે જે બહુ ઓછા લોકો જાણે છે જેમાં એક મુસ્લિમ રાજાને એક સામાન્ય હિન્દી યુવતી સાથે પ્રેમ થાય છે અને તેની સાથે લગ્ન કરી તેને પોતાની બેગમ બનાવે છે, વાત છે બાજબહાદૂર માલવાના સુલતાનની. એક દિવસ શિકાર પર નીકળ્યા હતા ત્યારે તેમની નજર રુપમતિ પર પડી. તેનુ જેવુ નામ હતુ તેવુ જ તેનુ રુપ હતુ. એક સુલતાન એ સામાન્ય છોકરીને જોઈને પોતાનુ દિલ સંભાળી ન શક્યા. દુનિયાની પરવા કર્યા વિના સુલતાને રુપમતિને પોતાની બેગમ બનાવી લીધી. બિન મુસ્લિમ ન હોવાના કારણે પરિવારે પણ બાજબહાદૂરના આ નિર્ણયને સ્વીકાર્યો નહિ. પરંતુ સુલતાને પોતાનુ વચન નિભાવ્યુ અને દુનિયામાં પ્રેમનો એક સુંદર અધ્યાય ઉમેરીને રુપમતિ સાથે લગ્ન કર્યા.

બાજીરાવ-મસ્તાની

બાજીરાવ-મસ્તાની હવે તો એ પ્રેમ કહાનીથી કદાચ જ કોઈ અજાણ હશે , આ ઐતિહાસિક પ્રેમકહાની પર થોડા સમય પહેલા જ ફિલ્મ બની ચૂકી છે. મરાઠા પેશવા બાજીરાવની બીજી પત્ની એટ્લે કે મસ્તાની જે મુસ્લિમ હતા. બનેની પ્રેમ કહાની સદીયો જૂની છે. મરાઠાના બહાદુર યોદ્ધા બાજીરાવને એક મુસ્લીમ નર્તકી મસ્તાની સાથે પ્યાર થઈ ગયો હતો. બાજીરાવ અને મસ્તાની પર બનેલી બોલિવુડ ફિલ્મના કારણે ઘણા લોકો તેમના પ્રેમના ઉંડાણને સમજી શક્યા. બાજીરાવ મરાઠાના જાબાંઝ યોદ્ધા હતા અને તેમને બુંદેલખંડના રાજ છત્રસાલની દીકરી મસ્તાની સાથે પ્રેમ થઈ ગયો હતો. બાજીરાવે લગ્ન બાદ મસ્તાનીને પોતાની પત્નીનો દરજ્જો આપ્યો પરંતુ તેમને ક્યારેય કાનૂની અધિકાર ન મળી શક્યો. મસ્તાની તેમની બીજી પત્ની હતી. મસ્તાની અને બાજીરાવના શ્વાસ એકબીજા સાથે જોડાયેલા હતા.બાજીરાવ સાથે લગ્ન કર્યા પછી પણ મસ્તાનીને ક્યારેય પણ કાનૂની અધિકારો મળ્યા નથી કહે છે કે બાજીરાવના મરણ પછી મસ્તાનીએ પણ આત્મહત્યા કરી લીધી હતી.

બિમ્બિસાર-આમ્રપાલી

એક રજાના એક વેશ્યા સાથે સદીઓ પહેલા લગ્ન થવા એ ચમત્કારથી વધુ નથી. બિમ્બિસાર અને આમ્રપાલીની પ્રેમ કહાની અલગ જ ઉદાહરણ રજૂ કરે છે. બિમ્બિસાર મગધના રાજા હતા અને એક યુદ્ધ દરમિયાન ઘાયલ થઈ ગયા હતા. અને વેશપલટો કરી વૈશાલી પહોચ્યા હતા, જ્યાં નર્તકી આમ્રપાલીએ તેને એક સામાન્ય સૈનિક સમજી તેની સારવાર કરી હતી. આમ્રપાલી વૈશાલીની સૌથી સુંદર નર્તકી માનવામાં આવતી હતી. તેણે સામાન્ય સૈનિક સમજીને ઘાયલ બિમ્બિસારની સેવા કરી. એવુ કહેવાય છે કે બિમ્બિસારની 400 રાણીઓ હતી પરંતુ તેમની સૌથી પ્રિય રાણી આમ્રપાલી હતી.

સલીમ-અનારકલી

ઇતિહાસની એક દર્દભરી પ્રેમકહાની એટલે સલિમ-અનારકલીની પ્રેમકહાની… સલીમ અને અનારકલીની દાસ્તાનમાં પ્રેમ અને પીડા સમાંતર રૂપે ચાલે છે. અનારકલીને મેળવવા માટે સલીમે અકબર સાથે યુદ્ધ પણ કર્યુ પરંતુ તે આ યુદ્ધ સાથે અનારકલીને પણ હારી ગયા. અકબરની શરત હતી કાં તો તે ખુદ આત્મહત્યા કરી લે અથવા અનારકલી તેમના હવાલે કરી દે. સલીમે મોતને ભેટવાનુ બહેતર માન્યુ પરંતુ અનારકલીએ અંતિમ સમયે સલીમનો જીવ બચાવી લીધો અને પોતાને અકબરના હવાલે કરી દીધી. અકબરે અનારકલીને જીવતી દીવાલમાં ચણાવી દીધી પરંતુ ઈતિહાસના પાનાંઓમાં આજે પણ પ્રેમની ગાથાઓમાં સલીમ-અનારકલીનુ નામ ચમકી રહ્યુ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post