ઘર સંભાળ રાખવા “નોકર” જોઈએ છે, પગાર છે 18.5 લાખ રૂપિયા – જલ્દી અહિયાં કરો આવેદન

Share post

હાલના સમયમાં લોકો સારી અને આરામદાયક નોકરીની શોધમાં રહેતા હોય છે. લોકોનું માનવું છે કે, સારી નોકરી હોય તો પગાર પણ સારો જ હોવો જોઈએ, પરંતુ જો કોઈ વ્યક્તિ નોકર હોય અને તેને વાર્ષિક 18 લાખ રૂપિયાનો પગાર મળતો હોય તો આશ્ચર્ય થાય કે ન થાય? પરંતુ આ વાત એક હકીકત છે.

એક રોયલ ફેમેલીને પોતાના ઘરમાં હાઉસ કિપરની જરૂર છે. અને તે માટે તે લોકો 18.5 લાખ રૂપિયા સુધીનો પગાર પણ ચુકવવા તૈયાર છે.બ્રિટિશ રોયલ ફેમેલીને એક હોંશિયાર અને મહેનતુ નોકરની જરૂર છે.આ માટે પસંદગી પામેલા વ્યક્તિને 18.5 લાખ રૂપિયા શરૂઆતી પગાર મળશે, જે પગાર કોઈ ડોક્ટર કે એનજિનિયર કરતા પણ વધારે છે.

આ નોકરી માટે રોયલ ફેમિલીની શરતોમાં પાસ થવું પડશે. આ નોકરી વિશે રોયલ પરિવારે “ધ રોયલ હાઉસહૉલ્ડ” નામની વેબસાઈટ ઉપર જાણકારી આપી છે. નોંધણી કરવા માટેની છેલ્લી તારીખ 1 નવેમ્બર રાખવામાં આવી છે. 2 નવેમ્બરના રોજ તેને ઇન્ટરવ્યૂ આપવા માટે બોલાવવામાં આવશે.

‘ધ રોયલ હાઉસહૉલ્ડ’ વેબસાઈટ ઉપર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ લેવલ 2 એપ્રેન્ટીશીપની જોબ છે. જેના પદનું નામ હાઉસ કીપિંગ આસિસ્ટન્ટ રાખવામાં આવશે. આ નોકરી માટે પસંદગી પામેલા ઉમેદવારે બ્રિટેનના વિન્ડસર કૈસલ (મહેલ)માં કામ કરવાનું રહેશે. અઠવાડિયામાં પાંચ દિવસ કામ ઉપર જવાનું રહેશે અને બે દિવસની તેને રજા મળશે. આ ઉપરાંત પસંદગી પામેલા વ્યક્તિને આખા વર્ષ દરમિયાન 33 દિવસની રજાઓ પણ (જાહેર રજાઓ સહીત) આપવામાં આવશે.

પગાર ઉપરાંત પસંદગી પામેલા ઉમેદવારનો બધો જ ખર્ચ પણ બ્રિટનનો આ શાહી પરિવાર જ ઉઠાવશે. એટલું જ નહિ, નોકરી પર જવાં માટેનો ખર્ચ પણ શાહી પરિવાર જ ચૂકવશે. નોકરી મેળવવાં માટે ઉમેદવારને અંગ્રેજી અને ગણિત આવડતું હોવું જરૂરી છે.

આ નોકરીમાં પસંદગી પામેલા ઉમેદવારને સૌ પ્રથમ 13 મહિનાની તાલિમ આપવામાં આવશે, ત્યારબાદ શાહી પરિવાર દ્વારા એક સ્થાયી કર્મચારી તરીકેની ઓળખ આપવામાં આવશે. નોકરી દરમિયાન તેને શાહી પરિવારના અલગ અલગ નિવાસ સ્થાનો ઉપર પણ કામ માટે જવું પડશે. જેમાં બંકિઘમ નામનો મહેલ પણ સામેલ છે.

પસંદ થયેલા વ્યક્તિનું કામ ફક્ત શાહી મહેલોની અંદર સાફ-સફાઈ કરવાનું જ હશે. તથા તેને મહેલોની અંદરની ચીજ-વસ્તુઓની દેખરેખ પણ રાખવાની રહેશે. હાલમાં બ્રિટેનના આ શાહી મહેલોમાં હજારો લોકો કામ કરે છે અને તેમને ખુબ જ સારો પગાર પણ ચુકવવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post