બારેમાસ થતી વાલોળની ખેતીથી આ ખેડૂતો કરી રહ્યા છે બે થી અઢી લાખની કમાણી- જુઓ વિડીયો

Share post

અહી અમે ગુજરાતના એક સફળ ખેડૂતની વાત કરવા જે રહ્યા છીએ. ઘનશ્યામભાઈ જેસલભાઈ સદારયા વાલોરની ખેતી કરે છે. વાલોર ની ખેતી કરીને તેઓ બારે મહિના સારી એવી કમાણી કરી રહ્યા છે. તેઓ આ વિશે જણાવતા કહે છે કે, વાલોર શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણેય ઋતુઓમાં ચાલે છે. જેના કારણે સારી એવી કમાણી મળી રહે છે. 3 મહિના પહેલા મેં વાલોર બીજ ખેતરમાં રૂપિયા હતા. ત્રણ મહિનામાં આખા ખેતરમાં પાક ઊભો થઈ ગયો છે. આ બીજ ઉપર બાર મહિના સુધી સારો પાક આવે છે.

ઘનશ્યામભાઈ વધુમાં જણાવતાં કહે છે કે, શિયાળામાં વાલોર નું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. જેના કારણે શિયાળામાં કામકાજ વધુ રહે છે. જેની સામે નફો પણ સારો એવો મળી રહે છે. વલોરના બીજ રોપ્યાં પછી થી 45 દિવસે વાલોર આવવાનું શરૂ થઈ જાય છે. ચોમાસામાં વરસાદના કારણે પાક ની સાર સંભાળ ખૂબ રાખવી પડે છે. ચોમાસામાં જે બીજ નું વાવેતર કર્યુ હોય તેનો પાક શિયાળામાં ખૂબ જ સારો મળે છે. વાર્ષિક બે અઢી લાખની કમાણી થાય છે.

વાલર ઉપર મોટાભાગે કોઈપણ પ્રકારનો રોગ કે જીવાત આવતા નથી. જેના કારણે તેમાં નુકસાન પણ ખૂબ જ ઓછું થાય છે. અને સારો એવો નફો મળી રહે છે. ક્યારેક વાલોર માં થઈ જાય છે. જેના માટે તેની ઉપર દવાનો છંટકાવ કરવો પડે છે. દસથી પંદર દિવસે એક વખત દવા નો છટકાવ કરવામાં આવે છે. ઘનશ્યામભાઈ આગળ જણાવતા કહ્યું કે, અમારા ખેતરમાં થતું વલોર નો પાક અમરેલીના બજારમાં વેચવામાં આવે છે. અહીંથી સ્પેશ્યલ વાહન બાંધીને બધો પાક અમરેલી મોકલવામાં આવે છે. હું છેલ્લા બે વર્ષથી વાલોર ની ખેતી કરું છું. ખેતી ઉપરાંત હું પશુ ડોક્ટર પણ છું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…