જો તમે પણ સતત ઈયરફોનનો વપરાશ કરતા હોવ તો થઈ જાવ સાવધાન થઈ શકે છે આ 5 ગંભીર બિમારીઓ..

Share post

આજે દરેક લોકોનાં હાથમાં મોબાઇલ અને કાનમાં ઇયરફોન જોવા મળે છે. જો કે, સ્માર્ટફોનમાં ઇયરફોનનો ઉપયોગ ઘણી સારી સુવિધા છે. પરંતુ આજ કાલ ઇયરફોનનો ઉપયોગ ટ્રેન્ડ બની ગયો છે. પણ જો તમે પુરો દિવસ ઇયરફોનમાં ગીતો સાંભળતા હોય તો તમે ચેતી જજો. જો તમને આવી ટેવ હોય તો તમને આ ટેવ નુકસાન પહોંચાડી શકે છે. આપણે સવારની શરૂઆત મોર્નિંગ વૉક સાથે કરીએ છીએ ત્યારથી લઈને રાત્રે સૂતા સુધી ઓફિસ કામમાં, ડ્રાઈવ કરતા, બુક્સ વાંચતા ઈયરફોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ.

જો આપણે સતત ઈયર ફોન વાપરતા હોઈ છીએ તો આપણે ઘણી બિમારીના શિકાર બની શકીએ છીએ. કાનમાં બહેરાશ થી લઈને હ્રદય રોગ સુધીની ઘણી બિમારીઓ આપણને અસર કરી શકે છે. ચાલો જોઈએ સતત ઈયરફોનનો ઉપયોગ કરવાથી આપણને શું અસર થઈ શકે છે. સતત લાંબા સમય સુધી ઈયરફોનથી ગીત સાંભળવાથી વ્યક્તિના કાનમાં બહેરાશ આવી શકે છે. અને તેના કારણે સમય જતા સાંભળવાની ક્ષમતા પણ ઓછી થતી જાય છે. મોટા અવાજે ગીતો સાંભળવાથી આપણા સાંભળવાની ક્ષમતા પર અસર પડે જ છે પણ સાથે માનસિક સમસ્યા પણ પેદા થવા લાગે છે.

વિશ્વમાં લાખો લોકો રોજ બરોજ નવી ટેકનોલોજીનો વપરાશ કરતા હોય છે. અને જો લાંબી મુસાફરી હોય તો સ્માર્ટફેનની સાથે ઈયરફોન જરૂરી હોય છે. તમામ વર્ગનાં લોકો ઈયરફોન, ઈયર પોડ્સ, હેડફોન સાથે મુસાફરી કરતી જોવા મળે છે. અને તેમને લાંબા સમય એટલે કે, કલાકો સુધી ગીતો સાંભળવાની ટેવ હોય છે. તો હવે સાવચેત રહેવું ખાસ જરૂરી છે. આ ટેવ તમને જોખમમાં મૂકી શકે છે. જેનો કલાકો સુધી વપરાશ કરવાથી તમારા કાન તેમજ તમારા શરીરને પણ અત્યંત નુકસાન થઈ શકે છે.

કાનમાં ઈંફેક્શન

લાંબા સમય સુધી ઇયરફોન લગાવીને ગીતો સાંભળવાથી કાનમાં ઈંફેક્શન લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે કાન 65 ડેસિબલ સુધીનાં જ અવાજો ને સહન કરી શકે છે. જો કોઈ વ્યકિત 40 મિનિટથી વધુ સમય સુધી ઇયરફોન પર 90 ડેસિબલથી વધુ કોઈ વસ્તું સાંભળે છે તો કાનની નસો સંપૂર્ણપણે ડેડ થઈ શકે છે.

મગજ પર ખરાબ અસર

ઇયરફોનથી લાંબા સમય સુધી કંઈ પણ સાંભળવાથી મગજ પર અત્યંત ઘેરી અસર પડે છે. ઇયરફોનમાંથી નીકળતી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો મગજના કોષોને ઘણું મોટું નુકસાન પહોંચાડે છે. આજનાં સમયમાં લગભગ પચાસ ટકા યુવાનોમાં કાનની સમસ્યાનું કારણ ઇયરફોનોનો વધુ પડતો ઉપયોગ છે. ઇયરફોનના અતિશય ઉપયોગથી કાનમાં દુખાવો, માથાનો દુખાવો અથવા અનિંદ્રા જેવી સામાન્ય સમસ્યાઓ થઈ શકે છે.

કાન સુન્ન પડવા

લાંબા સમય સુધી ઈયર ફોનથી ગીતો સાંભળવાથી કાન સુન્ન થઈ જાય છે. જેના કારણે ધીમે ધીમે સાંભળવાની ક્ષમતા ઓછી થતી જાય છે. ઉંચા અવાજથી ગીતો સાંભળવાથી માનસિક સમસ્યાઓતો સર્જાય છે. તેનાથી હ્રદય રોગ અને કેન્સરનું જોખમ પણ વધી જાય છે. ઉંમર વધવાની સાથે સાથે બિમારીઓ પણ સામે આવવાં લાગે છે. જે બાહ્ય ભાગનાં કાનનાં પડદાને નુકશાન પહોંચાડવાની સાથે સાથે અંદરનાં હેયરસેલ્સને પણ ક્ષતિ પહોંચાડે છે.

human male ear on a dark background isolated

ઓછું સંભળાવવું

સામાન્ય રીતે આપણી સાંભળવાની ક્ષમતા 90 ડેસેબલ હોય છે. જે સતત સાંળવાને કારણે ધીમે ધીમે 40 થી 50 ડેસિબલ સુધી ઓછી થઈ જાય છે. જેથી દૂરનો અવાજ સંભળાતો નછી. જો સતત ઈયરફોન સાંભળવામાં આવે તો 40 થી 50 ડેસેબલ સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. જેના કારણે બહેરાશ આવવાની ફરિયાદ શરૂ થાય છે.

કાનનાં પડદા પર ખરાબ અસર

બહું જ ઉંચા અવાજનાં કારણે કાનનાં પડદામાં સતત વાઈબ્રેટ થવા લાગે છે. જેના કારણે કાનનાં પડદા ફાટી પણ શકે છે. આમા ઈયરફોનનો ઓછાામં ઓછો વપરાશકરવો જોઈએ. જો ઈયરફોનથી કામ કરવું જરૂરી છે તો લગભગ ઓછામાં ઓછો 5 મિનિટનો બ્રેક લેવો જરરૂ છે. આમ સારી રીતે સંભાળ લેવી જરૂરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…