કોરોના વચ્ચે આ 4 લોકોએ ન પીવું જોઈએ હળદરવાળુ દૂધ, ફાયદાની જગ્યાએ થઈ જશે નુકસાન

Share post

હળદરનું દૂધ સામાન્ય રીતે હેલ્થ માટે સારું માનવામાં આવે છે. પીડા, શરદી-ખાંસીમાં ઘરના લોકો પહેલા હળદરનું દૂધ પીવાની ભલામણ કરે છે, જેને લોકો ખુશીથી પીવે છે. પરંતુ આ હળદરનું દૂધ ઘણા લોકોને ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. હળદર ની અસર ગરમ છે અને તેમાં લોહી પાતળા થવાના ગુણધર્મો છે. તેથી બધાએ તે લેવું જોઈએ નહીં. ખાસ કરીને જેનું શરીર ગરમ છે અથવા જેમને નાકમાંથી લોહી નીકળવું જેવી સમસ્યા છે. આનાથી રક્તસ્રાવ વધે છે.

અહીં અમે તમને જણાવી રહ્યા છે કે, કેવા લોકોને હળદરવાળું દૂધ ન પીવું જોઈએ. જો આ 4 પ્રકારના લોકોને હળદરવાળું દૂધ પીવું જ હોય તો, તેઓએ ડોક્ટરની સલાહ લીધા પછી જ તેને લેવું જોઈએ.

આ વિશે જ્યારે અમે આયુર્વેદિક નિષ્ણાત ડો.અબરાર મુલ્તાની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, હળદર એક સ્વસ્થ વનસ્પતિ તરીકે જોઇ શકાય છે પરંતુ તે દરેક માટે આરોગ્યપ્રદ નથી. હળદરનું દૂધ બધા સામાન્ય લોકો ઉપયોગમાં લે છે. પથરીની સમસ્યા, ગર્ભાવસ્થા અને રક્તસ્રાવની સમસ્યાવાળા લોકોએ હળદર ખાવાનું ટાળવું જોઈએ.

જે લોકોને પથરીની સમસ્યા હોય તેવા લોકોને હળદરવાળું દૂધ પીવું ન જોઈએ. હળદરવાળું દૂધ પીવાથી પથરીની સમસ્યા વધી શકે છે.

જે લોકોનું લોહી એકદમ પાતળું હોય તેવા લોકોએ પણ હળદર વાળું દૂધ ન પીવું જોઈએ. કારણ કે હળદર વાળા દૂધ માં લોહીને પાતળું કરવાના ગુણધર્મો હોય છે.

ગર્ભાવસ્થા અથવા માસિક ધર્મ દરમિયાન હળદરવાળુ દૂધ ન પીવું જોઈએ. હળદરનું દૂધ ગરમ હોય છે અને લોહીને પાતળું કરે છે. આવા સમયમાં વધુ રક્તસ્ત્રાવ થઈ શકે છે.

જેમને ગેસ અને એસિડિટીની સમસ્યા છે તેવા લોકોએ ક્યારેય પણ હળદર વાળું દૂધ ન પીવું જોઈએ. હળદરનું દૂધ ગેસ અને એસિડિટીની સમસ્યામાં વધારો કરી શકે છે. એસિડિટી દવાઓની અસર ઘટાડી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post