આવા પ્રકારની ગાયમાતા એક દિવસમાં આપે છે 80 લીટર દૂધ, 4 લોકો સાથે મળી દોવું પડે છે દૂધ

Share post

ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ત્યારે પશુપાલન કરવામાં પણ ભારત દેશ મોખરે છે. દેશમાં પશુપાલન લાખો લોકોને સારી રોજગારી આપી રહ્યો છે. બજારમાં પણ દૂધ અને તેના ઉત્પાદનોની માંગ વધી રહી છે. આ સંજોગોમાં એવા પશુઓની માંગ પણ વધારે છે કે જે દૂધ ઉત્પાદનોમાં સૌથી આગળ હોય. મોટાભાગના પશુપાલક ગાયને દૂધાળુ પશુ તરીકે પાલન કરવાનું પસંદ કરે છે. ગાયની નવી નસ્લ છે, જેથી દરરોજ 50 લીટરથી વધારે દૂધ પ્રાપ્ત કરી શકાય છે. ગાયનું દૂધ ખૂબ જ પોષ્ટીક પણ માનવામાં આવે છે. માટે હંમેશા બજારમાં તેની માંગ જળવાઈ રહે છે. પણ ખૂબ જ ઓછા પશુપાલક જાણે છે કે દેશમાં અનેક એવી ગાયો છે કે જે દરરોજ 80 લીટર સુધી દૂધ આપી શકે છે. તો ચાલો તમને ભારતમાં સૌથી વધારે દૂધ આપનારી ગાયોના વિશે જાણકારી આપીએ..

ગુજરાતની ગાય એક સર્વે અનુસાર, દેશમાં આ ગાય સૌથી વધારે દૂધ આપતી ગાયના નામથી ઓળખવામાં આવે છે. ગીર ગાયના આંચળ મોટા હોય છે. માટે તેનું દૂધ ઓછામાં ઓછા 4 લોકો દોહે છે. આ ગાય ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. માટે તેનું નામ ગીર ગાય રાખવામાં આવ્યું. આ ગાયની વિદેશોમાં ઘણી માંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રાઝીલ અને ઈઝરાઈલમાં મુખ્યત્વે તેનો ઉછેર કરવામાં આવે છે. આ ગાયની વિશેષતા એ છે કે, દરરોજ તે 50થી 80 લીટર દૂધ આપે છે.

સાહિવાલ ગાય ગુજરાતની ગીર ગાય ઉપરાંત સાહિવાલ ગાય પણ સારું એવું દૂધ આપે છે. આ ગાયને યુપી, હરિયાણા, મધ્ય પ્રદેશમાં વિશેષ ઉછેર કરવામાં આવે છે. જો આ ગાયના દૂધની આપવાની ક્ષમતા અંગે વાત કરવામાં આવે તો તે વર્ષે 2000થી 3000 લીટર દૂધ આપે છે. એટલે જ તો પશુપાલક આ ગાયનો ઉછેર કરવાનું વિશેષ પસંદ કરે છે. આ ગાયની વિશેષતા એ છે કે તે એક વાછડાને જન્મ આપી આશરે 10 મહિના સુધી દૂધ આપી શકે છે.

રાઠી ગાય આ ગાય રાજસ્થાનના ગંગાનગર, બીકાનેર અને જૈસલમેર વિસ્તારમાં જોવા મળે છે, પણ આજકાલ ગુજરાતમાં પણ રાઠી ગાયોનો ઉછેર કરવામાં આવે છે. ગાયની આ જાત વધારે દૂધ ઉત્પાદન માટે જાણીતી છે. તેનાથી દરરોજ 6થી 8 લીટર સુધી દૂધ પ્રાપ્ત કરી શકાય છે. અનેક પશુપાલક આ ગાયથી દરરોજ 15 લીટર સુધી દૂધ મેળવી શકે છે. તેનો વજન લગભગ 280થી 300 કિલોગ્રામ સુધી હોય છે.

લાલ સિંધી ગાય આ ગાય સિંધ વિસ્તારમાં જોવા મળે છે, માટે તેને લાલ સિંધી ગાય કહેવામાં આવે છે. હવે આ ગાય પંજાબ, હરિયાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને ઓરિસ્સામાં પણ જોવા મળે છે. દેશમાં વધારે દૂધ ઉત્પાદન માટે આ ગાય જાણીતી છે. આ ગાય પણ 2000થી 3000 લીટર સુધી પ્રતિ વર્ષ દૂધ આપે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…