દિવાળી નજીક આવતા ગામડાની મહિલાઓએ એવો બિજનેસ કર્યો કે, આખા વર્ષની કમાણી થોડા જ સમયમાં કરી નાખી

Share post

હાલના સમયમાં દેશની મહિલાઓ પુરુષોની સમક્શ ઉભી રહી છે. હાલમાં દેશનો ખેડૂત ખેતીમાંથી બમણી કમાણી કરી રહ્યો છે તેમજ પશુપાલનમાંથી મહિલાઓ બમણી કમાણી કરી રહી છે. હાલમાં સૌને પ્રેરણારૂપ બને એવી એક જાણકારી સામે આવી રહી છે. કોરોનાની મહામારીનો ખરાબ સમય હજુ પૂર્ણ થયો નથી, એમ છતાં લોકો સારી કમાણી થાય એવી આશાએ કામે લાગી ગયા છે.

એમને આશા રહેલી છે કે, દિવાળીને કારણે સારા માર્કેટમાં મંદી પૂર્ણ થશે તેમજ કામમાં વધારો થશે. આ આશા સાથે ત્રિપુરામાં આવેલ અગરતલા શહેરની કુલ 25 મહિલાઓ મીણબત્તી બનાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. તમામ મહિલાઓને આશા રહેલી છે કે, દિવાળીએ મીણબત્તીની માંગમાં વધારો થશે તેમજ સારી એવી કમાણી પણ થશે.

અગરતલાની વતની એક મહિલા પૂર્ણિમા દેબેએ જણાવતાં કહ્યું હતું કે, દિવાળીએ મીણબત્તીની માંગમાં વધારો થતો હોય છે. અમને બધાને આશા રહેલી છે કે, દિવાળીએ અમારો તમામ સામાનનું વેચાણ થઈ જશે. ગ્રાહકોની માંગ પ્રમાણે અમે કામનાં સમયમાં પણ વધારો કર્યો છે. કેટલીક મહિલાઓ આ ધંધાની સાથે ખુબ લાંબા સમયથી સંકળાયેલ છે તો ઘણી મહિલાઓ તો આ વર્ષે જ જોડાઈ છે.

કુલ 30 વર્ષ અગાઉ સુધાન બેનર્જીએ આ મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કર્યું હતું. પૂર્ણિમા કુલ 20 વર્ષથી આ કામ કરી રહી છે. એણે જણાવતાં કહ્યું હતું કે, આ કમાણીથી મારે મારી દીકરીના લગ્ન કરવાના છે. મારી દીકરીના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા માટે મારી પાસે આની સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ વિકલ્પ નથી. ખુકુ રાની નામની મહિલાએ જણાવતાં કહ્યું હતું કે, દર વર્ષે દિવાળીએ મીણબત્તી બનાવવાનાં કામમાં વધારો થઈ જાય છે. આ વર્ષે લોકડાઉનને કારણે લાંબો સમય સુધી અમારું કામ બંધ રહ્યું હતું. આથી વધુ સ્ટોક નથી. હાલમાં યુનિટમાં કુલ 2 મહિલાઓ માર્કેટિંગનું કામ કરી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post