માત્ર 80 રૂપિયામાં મળી રહ્યો છે આ આલીશાન બંગલો, જાણો જલ્દી…

Share post

મોંઘવારીના આવાં સમયમાં માણસને માત્ર 2 રૂમનો એક ફ્લેટ ખરીદવા માટે પણ લાખો રૂપિયા ખર્ચ કરવા પડતાં હોય છે ત્યારે આલીશાન ઘરમાં રહેવાનું બસ સ્વપ્ન સુધી જ સીમિત રહી જાય છે. કારણ કે, તેને ખરીદવા માટે તમામ લોકોનાં નસીબની વાત નથી. હવે તમે ઈચ્છો તો એ સપનાને હકીકતમાં બદલી શકો છો. એની માટે તમારે ફક્ત બે સરળ શરતોને પૂર્ણ કરવાની રહેશે. આવો આપને એના વિશે જણાવીએ છીએ કે, જેથી જો ઈચ્છો તો તમે પણ એના માટે અરજી કરી શકો છો.

આ વાત છે ઇટલીમાં આવેલ એક સુંદર શહેર સામબુકાની છે. જ્યાં ફક્ત 1 યુરો એટલે કે, ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 80 રૂપિયા ચૂકવીને આલીશાન બંગલાની ખરીદી કરી શકો છો. આ વાત એકદમ સાચી છે. સામબુકા નામની જગ્યા પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ સ્થળ લાલ રંગની દ્રાક્ષની ખેતી માટે ખુબ જાણીતું છે. ફૂલ અથવા તો ફળના બગીચાથી ઘેરાયેલ અહિના મકાનોની વાત કાંઈક અલગ જ હોય છે.

શાંત હવામાન તથા મનમોહક દ્રશ્ય માટે સામબુકાનો કોઈ જવાબ નથી. હવે વાત કરવામાં આવે છે આ 2 શરતો વિષે, જેને પૂર્ણ કરી તમે માત્ર 80 રૂપિયા આપીને અહિનાં મકાનની ખરીદો શકો છો. સૌપ્રથમ શરત તો એ છે કે, મકાનની ખરીદી કર્યાના ફક્ત 3 વર્ષની અંદર જ એને રીનોવેટ કરવાનું રહેશે. બીજી શરત તો એ છે કે, સિક્યોરીટી ડીપોઝીટ તરીકે સ્થાનિક પ્રશાસનની પાસે કુલ 5,000 યુરો એટલે કે, ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 4,00,000 રૂપિયા જમા કરાવવાના રહેશે.

આમ તો મકાનનું રીપેરીંગ થઇ ગયા બાદ આ રકમ પરત આપી દેવામાં આવશે. હવે પ્રશ્ન એ રહે છે કે, ખરેખર આ સ્કીમ અથવા તો ઓફરની પાછળનું કારણ શું છે? આવો એનાં વિશે જાણીએ.. ખાસ કરીને તો છેલ્લા થોડા વર્ષોથી સામબુકામાં રહેતાં લોકો આ સ્થળને છોડીને અન્ય જગ્યાએ રહે છે. જેને કારણે અહિની વસ્તીમાં સતત ઘટાડો થતો જાય છે. આનું એકમાત્ર કારણ એ રહેલું છે કે, સામબુકામાં જરૂરિયાતોની વસ્તુનો એટલો વિકાસ નથી થઇ રહ્યો તેમજ આની સાથે જ અહિ સારવારની સુવિધા પણ એટલી વિકસિત નથી એટલે કે, લોકોને ઈમરજન્સીનો ડર સતાવતો રહે છે.

આ એકમાત્ર કારણથી અહિના સ્થાનિક રહેવાસી સામબુકા છોડીને જવામાં જ પોતાની ભલાઈ સમજે છે. વસ્તી ઓછી થવાને કારણે અહિના ડેપ્યુટી મેયરે આ લલચામણી સ્કીમ ઉભી કરી છે. ડેપ્યુટી મેયર જ્યુસપે કેસપોનો આ આઈડિયા ખરેખરમાં કામ આવ્યો તથા  હવે લોકોએ સામબુકામાં બંગલો ખરીદવાંની શરૂઆત કરી દીધી છે. ફ્રાંસ, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ જેવા શહેરોમાંથી ઘણાં લોકો ઓલરેડી આ લલચામણી ઓફરનો લાભ લેવા માટે અરજી જમા કરાવી રહ્યાં છે. હવે આટલી જ રકમમાં આલીશાન બંગલો ખરીદવો આજકાલ ક્યાં શક્ય નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post