કોઈ પણ ચામડીનો રોગ હશે, જો આ કામ કરશો તો રાતોરાત મટી જશે- વાંચી લો 100 ટકા કામ લાગશે

Share post

(1) વડની છાલના ઉકાળાથી સ્નાન કરવાથી ચામડીના રોગો દુર થઇ જાય છે.

(2) જે જગ્યાએ ત્વચા વિકારગસ્ત લાગતી હોય ત્યાં જરા જરા દિવેલ દરરોજ દિવસમાં ત્રણ વખત ઘસતાં રહેવું. સામાન્ય ખંજવાળ, અળાઇ અને સોરાયસિસ કે  એકઝીમાં જેવાં રોગો પણ દિવેલના વ્યવસ્થિત પ્રયોગથી કાબૂમાં આવી જાય છે.

(3) ત્વચા સંબંધિ રોગમાં ગાજરનો રસ દૂધમાં મેળવી લેવો. ગાજરના રસ અને દૂધનું પ્રમાણ અવસ્થા ત્થા તકલીફના પ્રકાર પર આધાર રાખે છે.

(4) ખંજવાળ, દરાજ, અળાઇ, એલર્જી, સોરાયસીઝ જેવાં દારૂણ રોગોમાં પણ કોબીજના પાન અસરગ્રસ્ત ચામડી પર લપેટી રાખી મૂકો કે પાટો બાંધી રાખો તો એ  અચુક મટી જાય છે.

(5) કાચા પપૈયાનું દૂધ ચોપડવાથી ચામડીના રોગો જડમાંથી નાશ પામે છે.

(6) રોજ સવારના સમયે 20-20 ગ્રામ મધ ઠંડા પાણીમાં મેળવી 4-5 મહિના પીવાથી દાહ-ખંજવાળ અને ફોલ્લી જેવાં ચામડીના રોગો મટે છે.

(7) તાંદળજાની ભાજી ખાવાથી ચામડીના વિકારો મટે છે. અને ઘણા લોકોએ આનો સફળ પ્રયોગ પણ કર્યો છે.

(8) નારંગી ખાવાથી ચામડીના દર્દો દૂર થાય છે. અને રાહત પણ મળે છે.

(9) કારેલીના પાન વાટી તેની માલીશ કરવાથી જીર્ણ ચામડીના રોગોમાં ઘણો ફાયદો થાય છે.

(10) તમામ પ્રકારના ત્વચા રોગોમાં ગરમળાનાં પંચાગ અધકચરા ખાંડી બે ચમચી ભૂકો બે ગ્લાસ પાણીમાં એક ગ્લાસ બાકી રહે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી, ઠંડુ  પાડી ગાળીને પીવું. ખાડી ચીજો (લીંબુ, આમલી, ટાંમેટાં વગેરે) બંધ કરવી.

(11) તેલમાં લાલ આખું કે દળેલું મરચું બાળવું. એ તેલ શીશીમાં સંધરી રાખવું. ત્વચા રોગમાં દરરોજ ચારેક કલાક ને અંતરે લગાડી સહેજ ઘસતા રહેવું. પ્રયોગ નિયમિત એકાદ મહિનાનો કરવો જોઇએ. એની કશીજ આડ અસરો નથી.

(12) કોલીફ્લાવરમાં ગંધકનું પ્રમાણ સારૂ હોવાથી કોઇપણ પ્રકારના ત્વચા રોગમાં દરરોજ એનું શાક ખાવાથી એ જલ્દી મટી જાય છે.

(13) દરાજ, ખંજવાળ, સોરાયસીસ, અળાઇ જેવાં ત્વચાના તમામ નાના-મોટા રોગોમાં તલના તેલમાં હળદર મેળવી માલિશ કરતા રહેવાથી અને થોડું ચોપડી રાખવાથી મોટી રાહત થાય છે.

(14) ત્વચારોગમાં ખાંડ-ગોળ, બધીજ જાતના ફળ, ઠંડાપીણા, ઠંડી વાનગી, સાબુ અને સિન્થેટીક કાપડ, તલ, સીંગદાણા, દહીં, ભીંડા, સકરીયા વગેરે બંધ કરવું. મીઠું ઓછું કરી નાખવું. મેથી, પાલક, તુવેરની દાળ, હળદર ઘણા સારાં જે દરરોજ લઇ શકાય.

(15) ઘીમાં મરી વાટી લેપ બનાવી એક ચમચી જેટલું ચાટી જવાથી અને થોડું ચામડી પર પડેલા લાલ ચકામા પર સવાર-સાંજ નિયમિત ચોપડવાથી લાલ ચકામા મટે છે.

(16) ગરમીમાં અળાઇ, ખંજવાળ કે ચામડી લાલ થઇ જવા જેવાં ત્વચા રોગોમાં ગોખરુનો તાજો ઉકાળો હૂંફાળો કે ઠંડો 1-1 કપ ત્રણ-ચાર વખત પીતા રહેવાથી લાભ થાય છે.

(17) તલનું તેલ બરાબર ગરમ કરી તેમાં 1/6 ભાગ વજન જેટલું કપુરનું ચૂર્ણ નાખી માલિશ કરવાથી ખંજવાળ તથા ચામડીના સામાન્ય રોગો મટે છે. શરીરના દુ:ખતા ભાગ પર કે શરીર જકડાઇ જવાની ફરીયાદમાં પણ આ તેલ લાભદાયી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post