ભારતમાં છે 37 પ્રકારની ગાયોની જાત, જાણો કઈ ગાય કેટલું દૂધ આપે…

બ્રાઝીલ દેશે આપણી દેશી ગાયોની આયાત કરીને અત્યાર સુધી ૬૫ લાખ ગાયોની સંખ્યા કરી લીધી છે. અને તેનાથી બમણી તે લોકોએ બીજા દેશમાં નિકાસ કરી છે. તે લોકોએ તેમાંથી આ ગૌવંશ ની સેવા કરીને આજે સરેરાશ એક ગાયથી દિવસ આખામાં લગભગ ૪૦ લીટર દૂધ મેળવવાની સારી સ્થિતિ ઉભી કરી છે. બ્રાઝીલ આ દૂધમાંથી પાવડર બનાવીને ઓસ્ટ્રેલીયા, ડેન્માર્કને નિકાસ કરે છે. જયારે ડેન્માર્ક જેવા દેશમાં માણસથી વધુ ગાય છે પણ તે પોતાની ગાયનું દૂધ નથી પિતા. ત્યાં ‘milk is white poison’ વાળી વાત જાણીતી છે.
બીજું તો ઠીક ઓસ્ટ્રેલીયા, ડેન્માર્ક વગેરે દેશ પોતાની જર્સી હોલસ્ટીન યુવાન (જેને આપણે ગાય નથી ગણતા) ના દૂધમાંથી પાવડર કાઢીને આપણા દેશ ભારતમાં મોકલે છે. આ પાવડરનો ઓસ્ટ્રેલીયામાં ઉપયોગમાં લેવા ઉપર કડક પ્રતિબંધ છે. તે માત્ર બ્રાઝીલના દુધના પાવડરનો ઉપયોગ કરે છે. કેમ? કેમ કે ઓસ્ટ્રેલીયા, ડેન્માર્ક વગેરે દેશોની સંકર ગાયોના દૂધમાંથી ડાયાબીટીસ, કેન્સર જેવી ગંભીર બીમારી ફેલાય છે. આજે આપણું ભારત ડાયાબીટીસ અને કેન્સરની બીમારીનું વિશ્વ રાજધાની બનતું જાય છે. ભારતની તમામ ડેરીઓમાં રહેલ દુધમાં ચરબી (ક્રીમ માખણ) કાઢીને તેમાં આ આયાત કરેલ દુષિત ઓસ્ટ્રેલીયન, ડેન્માર્ક દૂધનો પાવડર ભેળવીને પ્રોસેસ કરીને થેલીઓ મારફત આપણા રસોડા સુધી પહોચાડવામાં આવે છે.
આ કેવું દુશચક્ર છે. ભારતની દેશી ગાય બ્રાઝીલમાં છે, ત્યાંથી દુધનો પાવડર નથી આવતો પણ ઓસ્ટ્રેલીયાનાં દુષિત દુધનો પાવડર ભારત આવે છે, અને પછી થાય છે દવાઓની આયાત. મિત્રો દેશી ગાયના દુધને કોઈપણ રીતે મેળવીને આરોગ્યને બચાવો. વેજ્ઞાનિક ભાષામાં દેશી ગાયનું દૂધ તો A2 કહેવાય છે અને વિદેશી (જર્સી હાલેસ્ટીયન) ગાયોના દુધને A1 કહે છે. બન્ને દુધમાં શું ફરક છે સેંકડો રીસર્સ વિદેશમાં થઇ ગયેલ છે. મિત્રો જયારે તમે વિદેશી ગાય જેવી કે જર્સી, હાલે સ્ટીયન વગેરે ઉપર વધુ રીસર્સ કરશો તો ખબર પડશે કે તેને સુઅર માંથી artificial insemination કરીને વિકસાવવામાં આવેલ છે.
આપણી મુર્ખ નીતિ નિર્ધારકોએ દુધના પ્રમાણમાં ગૌમાતાની ઉપયોગીતાનો માપદંડ બનાવી દીધો. ભારતીય સંસ્કૃતિનું આનાથી મોટું અપમાન શું હોઈ શકે છે. મિત્રો આપણે આપણી ખામીઓ સુધારવાને બદલે આપણી ગૌમાતા ઉપર જ ઓછું દૂધ દેવાનું લાંછન લગાડી દીધું. ઈતિહાસ સાક્ષી છે કે ભારત વર્ષમાં જ્યાં સુધી ગાય હકીકતમાં માતા જેવો વ્યવહાર મેળવતી હતી – તેની દેખ ભાળ, રહેવું, આહારની યોગ્ય વ્યવસ્થા હતી, દેશમાં ક્યારે પણ દુધની અછત નથી રહેલી. મિત્રો દૂધને એક રીતે છોડી પણ દો તો ગૌમાતા પોતાના જીવનમાં પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી છાણ ગૌમૂત્ર આપે છે, જેનાથી રસોઈ ગેસના સીલીન્ડર ચાલે છે અને ગાડી પણ ચાલી શકે છે.
જાણો કઈ ગાય કેટલું દૂધ આપજે…
1. ગીર ગાય (વર્ષનું 2000-6000 લીટર દૂધ, સ્થળ – સૌરાષ્ટ્ર, ગુજરાત)
2. સાહિવાલ ગાય (વર્ષનું 2000-4000 લીટર દૂધ, સ્થળ – UP, હરિયાણા પંજાબ)
3. લાલ સિંધી ગાય (વર્ષનું 2000-4000 લીટર દૂધ, સ્થળ – ઉત્પતી સિંધમાં પણ આખા ભારતમાં)
4. રાઠી ગાય (વર્ષનું 1800-3500 લીટર દૂધ, સ્થળ-રાજસ્થાન, હરિયાણા, પંજાબ)
5. થરપાર્કર ગાય (વર્ષનું 1800-3500 લીટર દૂધ, સ્થળ-સિંધ, કચ્છ, જેસલમેર, જોધપુર)
6. કોન્ક્રેજ ગાય (વર્ષનું 1500-4000 લીટર દૂધ, સ્થળ – ઉત્તર ગુજરાત અને રાજસ્થાન)
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…