નાના ભાઈએ મોતીની ખેતી શરૂ કરી, પછી બે મોટાભાઈએ પણ ભાઈઓએ નોકરી છોડીને સાથે જોડાઈ ગયાં -બે વર્ષમાં થયો ચાર ગણો નફો

Share post

હાલમાં યુવાનો ખેતી બાજુ વળી રહ્યાં છે તેમજ કેટલાંક લોકો પોતાની નોકરી છોડીને પણ ખેતીમાં જતાં હોય છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. આજે આપણે વાત કરીશું 3 ભાઈઓની કે, જેમણે અનેક વિરોધ વચ્ચે પોતાના મજબૂત ઈરાદાઓથી સફળતા હાંસલ કરી છે. વારાણસીથી કુલ 25 કિમી દૂર આવેલ ગાજીપુર હાઈવે નજીક નારાયણપુર ગામમાં રહેતા બે સગા ભાઈ રોહિત આનંદ પાઠક, મોહિત આનંદ પાઠક તેમજ પિતરાઈ ભાઈ શ્વેતાંક પાઠકે 1.50 રૂપિયાથી મોતીની ખેતી તથા મધમાખી ઉછેર કેન્દ્રની શરૂઆત કરી હતી.

હાલમાં ત્રણથી ચાર ગણી કમાણી થઈ રહી છે. તેઓ ખેડૂતોને તાલીમ આપીને તેમને રોજગારી સાથે જોડી રહ્યા છે. શ્વેતાંક પાઠકે BHUથી બીએડનો અભ્યાસ કરેલો છે. તેમનો રસ મોતીઓ પર કામ કરવાને લઈ હતો. તેઓએ આ અંગે ઈન્ટરનેટથી માહિતી લઈને બંને ભાઈઓ સાથે ચર્ચા કર્યા પછી તાલીમનો મક્કમ ઈરાદો કર્યો હતો. ત્યારબાદ ભુવનેશ્વર જઈને CIFAમાંથી મોતીની ખેતીની તાલીમ મેળવી હતી. ગામમાં આવીને 1.50 રૂપિયાના ખર્ચે મોતીની ખેતીની શરૂઆત કરી હતી.

નાના ભાઈને બંને ભાઈઓ સતત સૂચન કરતા રહ્યાં :
શ્વેતાંકના મોટા ભાઈ રોહિત કહે છે કે, મેં BHUથી ગ્રેજ્યુએશન કર્યા પછી MBA નો અભ્યાસ કરીને વર્ષ 2010થી દેશની એક મોટી કંપનીમાં નોકરી કરવા લાગ્યા હતાં. 8 લાખ રૂપિયાનું પેકેજ હતું. તેમણે નોકરી છોડીને ગામમાં પરત ફરવાનું હતું. પોતાના બંને ભાઈઓને વર્ષ 2018થી જ ગામ માટે કંઈ કરવાને લઈ પ્રેરિત કરતો રહ્યો હતો. નવેમ્બર વર્ષ 2018માં નાના ભાઈ શ્વેતાંકે કુલ 2,000 છીપથી કામની શરૂઆત કરી હતી. મોહિત તથા હું સતત તેમના સંપર્કમાં રહ્યાં હતાં.

વર્ક ફ્રોમ હોમ વખતે નોકરી છોડી :
જુલાઈ વર્ષ 2020માં વિચાર આવ્યો કે, ઘરમાં બેસીને કલાકો સુધી નોકરી કરવાથી સારું છે કે અમે ત્રણેય ભાઈઓ મળીને મોતીની ખેતી તથા મધમાખીના ઉછેરમાં લાગી જઈએ. કોઈને પણ કહ્યા વિના મેં રાજીનામું આપી દીધું હતું. ઘરમાં જ્યારે બધાં લોકોને ખબર પડી તો વાંધો પણ ઉઠાવ્યો હતો. આ રીતે જ મોહિતે BHUથી ગ્રેજ્યુએશન કર્યાં બાદ કંપનીમાં એક સારા પેકેજમાં નોકરી કરી હતી.

મોટા ભાઈ રોહિતની સાથે ચર્ચા કરીને મધમાખી ઉછેર કેન્દ્રની યોજના બનાવી હતી. ઓક્ટોબર વર્ષ 2019માં નોકરીમાંથી રિઝાઈન આપીને દિલ્હીમાં જ ગાંધી દર્શનથી મધમાખી ઉછેરની તાલિમ મેળવી હતી. થોડાં દિવસ બાદ ગામડે પરત આવીને શ્વેતાંકની સાથે કામ કરવા લાગ્યો હતો. હવે કેટલીક કંપનીઓ અહીંથી મધ લઈને જાય છે. તેઓ અનેક પ્રકારની વેરાયટીવાળા મધની સપ્લાઈ કરી રહ્યાં છે.

શ્વેતાંક પાઠક જણાવે છે કે, અગ્રિકાશ અમારા પરિવાર દ્વારા બનાવવામાં આવેલ સંસ્થા છે. અમે કુલ 4,000 છીપલાથી શરૂઆત કરી હતી. હાલમાં કુલ 12,000 થી પણ વધારે છીપનું ઈન્સ્ટોલેશન થઈ ગયું છે. મોતીની ખેતી માટે ઈન્ટરનેટ પર લાંબા સમય સુધી સર્ચ કરતો રહ્યો. મોટા ભાઈ રોહિત બંને ભાઈઓને ગાઈડ કરવાની સાથે જ બીજા યુવાનોને સ્કિલની તાલીમ આપે છે. કુલ 50થી વધારે યુવાનો તથા ખેડૂતો તેમની સાથે જોડાયેલા છે. છીપની ખેતી, ઈન્સ્ટોલેશન, સાચવણી તે કાર્યો માટે આખી ટીમ છે.

PM મોદીએ કર્યું ટ્વીટ, તો ચર્ચામાં આવ્યા :
શ્વેતાંક કહે છે કે, PM મોદીએ સપ્ટેમ્બર મહિનામાં અમારા લોકોના સમાચારને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. આત્મનિર્ભર ભારતનું એક ઉદાહરણ અમે ત્રણેય ભાઈઓ બની ગયા. જે લોકો કટાક્ષ કરતા હતા તે લોકો જ હવે અમારી સાથે જોડાઈને વેપાર કરે છે. બકરી પાલન તથા મશરૂમનું કામ પણ અમે લોકોએ શરૂ કર્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post