ઉસેન બોલ્ટથી પણ વધારે ઝડપે દોડ્યો આ યુવક! ખેલ મંત્રી આપશે તક

કર્ણાટકના એક યુવકના વિશે ચર્ચા કરવામાં આવી રહી છે જેણે સો મીટરની રેસ ફક્ત 9.55 સેકન્ડમાં પૂરી કરી લીધી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે યુવકે ઉસેન બોલ્ટનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ મામલે હવે ખેલ મંત્રી નું નિવેદન સામે આવ્યું છે.
કર્ણાટકના યુવક શ્રીનિવાસ ગૌડા એ પારંપરિક ભેંસની રેસમાં 13.62 સેકન્ડમાં 142.50 મીટરની રેસ પૂરી કરી છે. એટલે કે 100 મીટરનું અંતર તેણે ફક્ત 9.55 સેકન્ડમાં કાપ્યું છે. આ યુવકનો વીડિયો પણ વાયરલ થયો છે.
દોડના વિડીયો અને લોકો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને ખેલ મંત્રી અને સતત ટેગ કરી રહ્યા છે.આ બાદ હવે ખેલ મંત્રી કિરેન રિજ્જુ એ ટ્વીટ કરી શ્રીનિવાસને ટ્રાયલ માટે બોલાવવાની વાત કહી છે.
Yes @PMuralidharRao ji. Officials from SAI have contacted him. His rail ticket is done and he will reach SAI centre on monday. I will ensure top national coaches to conduct his trials properly. We are team @narendramodi ji and will do everything to identity sporting talents! https://t.co/RF7KMfIHAD
— Kiren Rijiju (@KirenRijiju) February 15, 2020
કીરેન રીજ્જુ એ પોતાની ટ્વિટમાં લખ્યું કે હું એસ એ આઈ કોચ દ્વારા કર્ણાટકના શ્રીનિવાસ ગોળાને ટ્રાયલ માટે બોલાવીશ, એથ્લેટિકસમાં ઓલમ્પિકના સ્થાન વિશે લોકોને ઓછી જાણકારી છે, પરંતુ હું સુનિશ્ચિત કરીશ કે ભારતની કોઇપણ પ્રતિભા રહી ન જાય.
રીજ્જુએ ત્યારબાદ વધુ એક ટ્વિટ કર્યું જેમાં તેમણે કહ્યું કે એસબએઆઇએ શ્રીનિવાસ સાથે વાત કરી છે. તેમની રેલ્વે ની ટિકિટ પણ કરાવી દેવામાં આવી છે. સોમવારે તેમનો એસએઆઇ સેન્ટર પર ટ્રાયલ કરવામાં આવશે.
કર્ણાટકના યુવકની ખાસ વાત એ છે કે ઉસેન બોલ્ટે પોતાનો રેકોર્ડ કરી જમીન ઉપર દોડી બનાવ્યો હતો, જ્યારે સ્ત્રી ની પાસે આ રેકોર્ડ પાણી ભરેલા ખેતરમાં ભેંસો ની જોડી સાથે દોડીને બનાવ્યો છે. આ વીડિયોમાં શ્રીનિવાસ ભેંસ સાથે દોડતા નજર આવી રહ્યા છે.
મળતી જાણકારી મુજબ શ્રીનિવાસ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના મોડાબિદ્રી વિસ્તારના રહેવાસી છે. શ્રીનિવાસ એ આ રેકોર્ડ એક ભેંસ ની દોડમાં બનાવ્યું જેને કંબાલા નામથી ઓળખવામાં આવે છે.
એક તરફ સોશિયલ મીડિયા પર યુઝર્સ શ્રીનિવાસ ને ખૂબ વખાણી રહ્યા છે. તેને ઓલમ્પિક માં મોકલવાની માંગ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે સરકાર શ્રીનિવાસને ટ્રેનિંગ અપાવવાની વ્યવસ્થા કરે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……