જાણો કેમ સમગ્ર વિશ્વ કોરોનાની વેક્સીન બનાવવામાં અસફળ છે? – થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

Share post

કોરોના વાયરસનાં સંક્રમણ અટકાવવા માટે વિવિધ દેશોમાં વેક્સીન તૈયાર કરવા માટેનું કામ ચાલી રહ્યું છે. પરંતુ ઘણાં એક્સપર્ટ્સ એ વાતનો નિર્દેશ કરે છે,કે વર્ષો પહેલા જ કોરોના ફેમિલીના વાયરસ વિશે વિશ્વને જાણ મળી ગઈ હતી,પરંતુ આજ સુધી એકપણ વેક્સીન  બની શકી નથી.આખરે,કયા કારણોસર વૈજ્ઞાનિકો કોરોના ફેમિલીના જુના વાયરસ માટે વેક્સીન નથી બનાવી શક્યા? કોરોના ફેમિલીના  એક વાયરસ SARS- CoV- 1થી 2003માં સાર્સ મહામારીથી ફેલાઈ હતી.

ત્યારેપણ પહેલો કેસ ચીનમાંથી જ સામે આવ્યો હતો.આ વખતે પણ ઓછામાં ઓછાં 774 લોકો મૃત્યુ પામ્યાં હતા અને 8,000 કરતા વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા હતા.પરંતુ 17 વર્ષ પછી પણ SARS- CoV- 1 માટે કોઈ વેક્સીન તૈયાર થઈ શકી નથી.એવું નથી કે,વૈજ્ઞાનિકોએ કોરોના ફેમિલીના વાયરસ માટે પહેલા કામ શરૂ કર્યું ન હતું, પણ કોઈપણ પ્રોજેક્ટ શરૂ થયા બાદ પણ અંજામ સુધી નથી પહોંચી શક્યો.

હફિંગ્ટન પોસ્ટમાં છપાયેલા રિપોર્ટ મુજબ, કોલંબિયા યુનિવર્સિટીના વેગલોસ કોલેજ ઓફ ફિઝિશિયન્સ એન્ડ સર્જન્સમાં માઈક્રોબાયોલોજી અને ઈમ્યૂનોલોજીના પ્રોફેસર વિન્સેન્ટ રકાનિએલો જણાવે છે કે,2003માં જ સાર્સની મહામારી અટકી ગઈ હતી,તેથી ઘણીખરી કંપનીઓએ કહ્યું હતું  કે, તે આ વાયરસની વેક્સીન બનાવવા નથી માગતા કારણકે કે તેનું માર્કેટ નથી.પણ કેટલાક અકેડમિક્સે પ્રયોગ માટે સાર્સની વેક્સીન તૈયાર કરી.પણ આર્થિક સહયોગ ના મળવાને લીધે પ્રોજેક્ટ પૂર્ણ ના થઈ શક્યો.

પ્રોફેસર વિન્સેન્ટે જણાવતાં કહ્યું કે તે ખૂબ જ અઘરૂં નથી થતું.આપણે ચામાચીડિયામાંથી આવનારા કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરી લીધી હોત તો બીજી  મહામારીમાંથી પણ બચી શકાતે.પણ આર્થિક મદદના અભાવને લીધે પ્રયોગ પૂર્ણ ના થઈ શકયો.વિન્સેન્ટે જણાવતાં કહ્યું કે,અમેરિકાની પ્રમુખ સ્વાસ્થ્ય સંસ્થા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થે પણ આ પ્રકારના મૌલિક રિસર્ચની સહાય કરવા માગતા ન હતાં,કારણ કે,તેમની પાસે સીમિત બજેટ હતું.

જ્યારે પ્રોફેસર વિન્સેન્ટે એવું પણ જણાવતા કહ્યું કે, 2020ના અંત સુધીમાં કોરોનાની વેક્સીન વિશે આશા રાખવી અવાસ્તવિક લાગે છે. તેમણે આગળ જણાવતાં કહ્યું કે,આટલા ઓછાં સમયમાં કોઈપણ વેક્સીન અમે નથી બનાવી. આગળ તેમણે કહ્યું કે,આવતા વર્ષમાં ઉનાળા સુધી વેક્સીન બનવાની આશા વધુ યથાર્થવાદી લાગશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post