આને કહેવાય ખરી જનેતા: વિધવા હોવાં છતાં દિનરાત જોયા વિના ખેતી કરીને દીકરાને ભણાવ્યો, GPSCમાં સમગ્ર રાજ્યમાં મેળવ્યો પ્રથમ ક્રમાંક

Share post

ટંકારા તાલુકામાં આવેલ હડમતીયા ગામમાં ખેતીકામ કરતા જેરાજભાઈ ડાકાનું વર્ષ 1992 માં એક માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. સમગ્ર પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું હોય. 3 દીકરીઓ અને એક દીકરાના ઉછેરની જવાબદારી જેરાજભાઈના પત્ની અનશોયાબેન પર આવી પડી હતી. પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખેતીની સાથે જ કુલ 4 નાના બાળકોનો ઉછેર કરવાનો હતો.

આવા સંજોગોમાં માણસ પડી ભાંગે પરંતુ મજબૂત મનોબળની આ મહિલાએ કારમાં આઘાતને પચાવી ખેતી તથા બાળકો બંનેને સંભાળી લીધા હતાં. વહેલી સવારમાં જાગીને મોડી રાત સુધી તનતોડ મહેનત કરતાં હતાં. ખેતરમાં વાવેલા પાકને પાણી પાવા જવાનું હોય ત્યારે ઘણીવર રાતના સમયે પણ ખેતરે જવાનું થતું. કોઈ મહિલા રાત્રે ઘરથી બહાર નીકળતા પણ ગભરાઈ જાય તેમજ અનશોયાબેન ભગવાનનું નામ લઈને નીડર બનીને રાત્રે ખેતરમાં પાણી વાળતા હતાં.

અનશોયાબેનનું એક જ સપનું હતું કે, ચારેય સંતાનોને ખૂબ ભણાવવા છે. શિક્ષણથી જ જીવનનો ઉદ્ધાર થાય એવું દ્રઢપણે માનતા અનશોયાબેન ખુબ ઓછું ભણેલા હતાં પણ સંતાનોને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરાવ્યો હતો. અનશોયાબેનના સંતાનો કહે છે કે, અમે અમારી માને સુતા નથી જોઈ. કારણ કે, રાત્રે અમે સુઈ જઈએ ત્યારે કામ કરતી હોય તથા સવારમાં જાગીએ ત્યારે પણ કામ કરતી હોય.

જેરાજભાઈનું નીધન થયું ત્યારે દીકરા હિતેશની ઉમર ફક્ત 2 વર્ષની જ હતી. અનશોયાબેન દીકરાને લાડ લડાવતા ઘણીવાર કહેતા હતાં કે, તને મોટો એન્જીનીયર બનાવવો છે. હિતેશ પણ માતાનું સપનું પૂરું કરવા માટે અભ્યાસ કરતો હતો. ધોરણ 12 પૂર્ણ કરીને માતાનું સપનું સાકાર કરવા માટે એણે મિકેનિકલ એન્જીનીયરીંગ જોઈન કર્યું હતી. અભ્યાસની સાથે જ હિતેશ પણ માતાને કામમાં મદદ કરતો હતો.

એન્જીનીયરીંગ પુર્ણ થતા હિતેશને ખાનગી કંપનીમાં નોકરી પણ મળી ગઈ હતી. અનશોયાબેને દીકરીઓને ભણાવી-ગણાવીને સાસરે વળાવીને હિતેશને પરણાવીને વહુ પણ ઘરે લાવ્યા હતાં. આ પરિવારમાં વહુ બનીને આવેલ ભૂમિ પણ સમજુ તેમજ ડાહી દીકરી એટલે સાસુને મા કરતા પણ વિશેષ સાચવે અનશોયાબેન પણ દીકરાને રામ અને વહુને સીતા કહીને બોલાવતાં હતાં.

હિતેશે લગ્ન કર્યાં બાદ સરકારી નોકરી મેળવવા માટે GPSCની તૈયારી ચાલુ કરી દીધી હતી. ધાર્યું પરિણામ ન મળે તેમજ નિરાશા ઘેરી વળે ત્યારે પત્ની ભૂમિ હિતેશને હિંમત આપતી હતી. ફક્ત પત્ની જ નહીં પરંતુ દોસ્ત બનીને સાથ આપે તેમજ હિતેશ ફરીથી તૈયારીમાં લાગી જતો હતો. ગુજરાત સરકારના નર્મદા તથા જળસંપતિ વિભાગમાં ક્લાસ-1 અધિકારીની ભરતી આવી હતી. હિતેશે નક્કી કર્યું કે મારે આ જગ્યા માટે પરીક્ષા આપવી છે.

સમગ્ર રાજ્યમાંથી ફક્ત 3 વ્યક્તિને પસંદ કરવાની હતી. લોકો તો એવી વાતો કરતાં હતાં કે, ક્લાસ 1 અધિકારી એમ ન બની જવાય એની માટે ઓળખાણ હોવી જોઈએ તેમજ મોટી લાંચ પણ આપવી પડે. ગામડાના ખેડૂત પરીવારની સામાન્ય વિધવાબેનની એવી ઓળખાણ કે પહોંચ તો ક્યાંથી હોય પણ હિતેશને ચેરમેન શ્રી દિનેશ દાસા સાહેબની પારદર્શક પસંદગી પ્રક્રિયા પર વિશ્વાસ હતો.

લોકો ભલે ગમે તેમ વાતો કરે પરંતુ જો મારી મહેનત તથા લાયકાત હશે તો નોકરી મને મળશે જ એમ માનીને હિતેશ તૈયારીમાં લાગી ગયો હતો. તેની સાથે માના આશીર્વાદ તેમજ પત્નીનો સાથ હતો. 3 દિવસ અગાઉ પરીક્ષાનું પરિણામ આવ્યું અને હિતેશ ડાકા સિલેક્ટ થઈ ગયો. આટલું જ નહીં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવ્યો હતો. અનશોયાબેનના સમર્પણ, ભૂમિબેનના સાથ તેમજ હિતેશભાઈના પુરુષાર્થને ખુબ-ખુબ અભિનંદન.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post