વરસાદ હોવા છતા પણ આ ગામના લોકોએ મીઠ્ઠું પાણી પીવા ચુકવવા પડે છે રૂપિયા- જાણો કયાની છે આ ઘટના

Share post

હાલમાં થોડાં દિવસથી સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ઘણાં વિસ્તારો તો પાણીમાં ગરકાવ પણ થઈ ચુક્યા છે.  ઘણાં ગામમાં પીવાનાં પાણીની અછતની સમસ્યા સર્જાતી હોય છે, પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ પણ થઈ ચુક્યો છે. પરંતુ હાલમાં એક ચોકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે.

સામાન્ય રીતે વરસાદ થાય એટલે પાણીની સમસ્યાનો આપમેળે જ અંત આવી જતો હોય છે, પણ વરસાદ સમસ્યાને વધારતો પણ હોય છે. જામનગરની નજીક આવેલ દરેડ ગામમાં વરસાદ થયો એટલે પાણીની સમસ્યા તો અગાઉ કરતાં પણ વધી ગઈ છે. અહીં વરસાદ પહેલાં પાણીનાં ટેન્કર આવતાં હતાં જે હવે બંધ થઇ ગયા છે એટલે આ વિસ્તારનાં તમામ લોકોને પાણી વેચાતું લેવું પડે છે.

જામનગર નજીક દરેડ ગામમાં ઘણી સોસાયટીમાં વરસાદે મોકાણ સર્જી છે. ચોમાસા પહેલાં અહીં સરકારી પાણીનાં કુલ 4 ટેન્કર આવતાં હતાં પણ આ ટેન્કરો હવે આવતાં બંધ થઇ ગયા છે તથા સ્થાનિકોમાં પાણીનાં સ્ત્રોત પણ નથી. આવી સોસાયટીમાં પાણીની પાઇપ લાઈન પણ નથી એટલે નાગરિકોએ વેચાતું પાણી લઈને ઘરની બધી જ જરૂરિયાત પુરી કરવી પડે છે.

દરેડ તથા એની આજુબાજુની કુલ 10 જેટલી બધી સોસાયટીનો આજ પ્રશ્ન રહેલો છે. અહીં કુલ 3,000થી પણ વધારે વસ્તી છે તેમજ પાસે જ ઔદ્યોગિક વસાહતને લીધે ભૂગર્ભ જળ પણ ઘણાં દુષિત થઇ ગયા છે. દેખાવમાં તો પાણી ચોખ્ખું પરંતુ પીવા માટે તો ઠીક વાપરવાલાયક પાણી કામમાં નથી આવતું.

કુલ 200 મિમિ એટલે કે કુલ 8 ઇંચ જેટલો વરસાદ થાય એટલે સરકારી ચોપડે અછત પુરી થઇ ગણાય તેમજ ટેન્કરોને બંધ કરવા પડે છે. હાલમાં તો એકાદ બે જગ્યાને બાદ કરતાં બધાં જ ટેન્કરોને બંધ કરી દેવામાં આવ્યાં છે. જામનગર જિલ્લામાં કુલ 80 % ડેમ હાલની પરિસ્થિતિને જોતાં ઓવરફલો થઈ ગયાં છે.

હાલમાં તો દરેડ ગામમાં વાસ્મો દ્વારા પાણીનો ટાંકો મંજુર તો થયો છે પણ તે પણ ક્યારે બનશે એ પણ એક પ્રશ્ન છે? ત્યારે બીજી તરફ દરેડ ગામમાં ભુગર્ભ જળ પીવા તેમજ વાપરવા લાયક ન હોય એવાં વિસ્તારોમાં વરસાદ આશિર્વાદને બદલે સમસ્યારૂપ બની ગયેલો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post