જંતુનાશક અને ખાતરના ઉપયોગથી ખેડૂતોમાં વધી રહી છે કેન્સરની બીમારી, બચવા શું કરવું…

Share post

હાલમાં ખેડૂતોને પાકમાં થતી જીવાતોને લઈને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જંતુનાશક દવા એક રાસાયણ  કે જૈવિક એજન્ટ છે. જે પાકમાં હાનિકારક જંતુ , વાઇરસ, ફૂગ , બેક્ટેરિયાનો વિનાશ કરવામાં મદદરૂપ થાય છે.હાલનાં સમયમાં તીડનો નાશ કરવાં માટે હજારો લીટર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જે સમય જતાં કેટલું નુકશાન કરશે એ જોવાનું રહેશે.

જંતુનાશકથી બચાવ તેમજ ઉપાય :
હાલમાં સૌથી વધુ જંતુનાશકનાં ઉપયોગમાં બેકાળજી વિકાસશીલ દેશોમાં પ્રવર્તેલી જોવાં મળે છે. કેટલાંક પ્રતિબંધિત જંતુનાશકનો વપરાશ હાલમાં પણ આ દેશોમાં બેધડક ચાલુ છે. વિકાસશીલ દેશમાં જંતુનાશકનાં ઉપયોગથી જાગૃતતા ખૂબ જ ઓછી જોવાં મળી રહી છે. જંતુનાશકનાં પ્રભાવની અસર ખુબ જ ઓછી થાય તેની માટે છંટકાવ કરતી  વખતે મો પર માસ્ક તથા હાથમાં મોજા પહેરવા તેમજ છંટકાવનાં વિસ્તારમાં થોડા સમય માટે માણસની અવરજવર પણ અટકાવી  જેવી પ્રાથમિક તકેદારી રાખવી જોઈએ. જંતુનાશકનાં સંગ્રહસ્થાન રહેઠાણ વિસ્તારથી દૂર રાખવાં જોઈએ.

દેશ પ્રમાણે કેન્સરનાં આંકડા :
વર્ષ 2016નાં દેશનાં કેન્સરનાં આંકડા મુજબ કેરળ તેમજ મિજોરામમાં કેન્સરનું પ્રમાણ સૌથી વધુ રહેલું છે. ત્યારપછી દિલ્હી, કર્ણાટક આવે છે. જે પ્રતિ લાખે કુલ 135.3 માણસ છે. જે ભારતના એવરેજ દર પ્રતિ લાખે કુલ 106.6 માણસથી ખુબ જ વધુ રહેલો છે.બિહારમાં આ દર ખુબ જ નીચો રહેલો છે.

ઘઉંનાં વાવેતરની અગાઉ તેમજ લણણી દરમિયાન સામાન્ય રીતે ગ્લાયફોસેટ  નિંદામણ માટે વાપરવામાં આવે છે. હર્બિસાઈડમાં ગ્લાયફોસેટનું પ્રમાણ વધારે હોય છે. મગફળીનાં નિંદામણ માટે મોન્સાન્ટોનું રાઉન્ડઅપ જંતુનાશક ત્રીક્ર વાપરવામાં આવે છે. જેમાં મુખ્ય ઘટક ગ્યાયફોસેટ હોય છે. WTOનાં મત અનુસાર  જે માણસની માટે કાર્સીનોજેનિક છે.

જીરાનાં વાવેતરમાં સૌથી વધુ જંતુનાશક વાપરવામાં આવે છે. જેમાં મૅકોઝેબનો પાણીની સાથે ફૂગ સામે છંટકાવ કરવામાં આવે છે. જીરાનાં પાકમાં થોડા-થોડા સમયે અથવા તો ઝાકળ તથા ઠાર વખતે ઓર્ગાનોક્લોરિન,ઓર્ગાનોફોસફેટ તેમજ સિન્થેટિક પિયરેથ્રોઇડ જેવાં ખુબ જ ઝેરી જંતુનાશક વાપરવામાં આવે છે. કેટલાંક જંતુનાશક અન્ય દેશોમાં પ્રતિબંધિત રખાયેલ છે. એનો વપરાશ પણ કરવામાં આવે છે.

ખેતીમાં સામાન્ય રીતે કુલ 6 પ્રકારના જંતુનાશક વાપરવામાં આવે છે :
જંતુનાશક : જીવાતની માટે
હર્બીસાઈડ : છોડની માટે
રોડેન્ટિસાઈડ : ઉંદરની માટે

બેકટેરીયાસાઇડ : બેક્ટેરિયાની માટે
ફુગનાશક  : ફૂંગીની માટે
લાવાનાશક : લાર્વાનાં નાશ માટે

દવાનાં છંટકાવમાં બેદરકારી :
ભારતમાં વર્ષ 1972 માં ખેતીમાં ડૉકટર સ્વામીનાથન ની ઘઉંમાં વધારે ઉત્પાદન આપતી જાતની શોધ પછી હરિત ક્રાંતિનાં દોરની શરુઆત થઈ. ઘઉંમાં વધારે ઉત્પાદન લેવાં માટે વધારે યુરિયાનો વપરાશ થવાં લાગ્યો હતો. જેને લીધે ફાયદાકારક  જીવાત વિનાશ પામવા લાગી હતી. હાનિકારક જીવાતમાં વધારો થવાં લાગ્યો હતો. જેને લીધે વધારે કીટનાશક દવાનો ઉપયોગ થયો હતો. આમ, ખેતરની કુદરતી શક્તિ વિનાશ પામવા લાગી. જેને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી જેને લીધે  જમીનનાં તેમજ બહારનાં હાનિકારક જીવાતનું પ્રમાણ વધવા લાગ્યું હતું.

ભારતમાં ખેતીમાં વાપરવામાં આવતા જંતુનાશક વિષે કૃષિ વિશેષજ્ઞોનાં સૂચનને અવગણવામાં આવે છે કે, સાંભળવામાં આવતી નથી કે ત્યારપછી સરકારી કૃષિ વિભાગો ઉદાસીન  છે. જંતુનાશકનાં પેકિંગ પર કે અંદર નીકળતા પેપરમાં જાણકારી જાણી જોઈને કંપનીઓ સાવ નાના અક્ષરમાં છાપતી હોય છે કે, પછી એવી ભાષામાં છાપે જે સમજવા ખેડૂત અસમર્થ રહેલાં છે.

ભાવ લેવા માટે જંતુનાશકનો ઉપયોગ :
તમામ પાકને પાકવાનો સમયગાળો રહેલો હોય છે પણ ભાવ ઊંચા લેવાં ખેડૂત ભારે દવાનાં ડોઝ આપીને વહેલા માર્કેટમાં મોકલે છે. ધનધાન્ય, શાકભાજી તેમજ ફળોને પકવવાં માટે ઝેરી દવાઓના છંટકાવમાં થતી બેદરકારી અંતે ખેડૂતને ખુબ જ ભારે પડે છે.

જંતુમાંથી જોવા મળતા કેન્સર :
ખેતરમાં વાપરવામાં આવતી ગ્લાયફોસેટ વાળા કેટલીક કંપનીનાં જંતુનાશક કેરસિનોજેનિક એટલે કે રેડિયમ વાળી રહેલી હોય છે. જે WTO એટલે કે ‘વર્લ્ડ ટ્રેડ ઓર્ગનાઈઝેશન’ ના મત અનુસાર કેન્સર રોગનું મુખ્ય કારણ છે.

ફેફસાનું કેન્સર, આંતરડાનું કેન્સર, લીંફોમાં કેન્સર, હોઠનું કેન્સર, ચામડીનું કેન્સર, મગજનું કેન્સર, લોહીનું કેન્સર.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post