અમદાવાદના આ 6 વેપારીઓએ, સુરત વેપારીના 43.69 લાખના કાપડની કરી ચોરી, જાણો વધુ

Share post

આજકાલ લોકો બીજા પાસેથી પૈસા મેળવવા હોય તો તરત જ હાજર થઈ જાય છે.પરંતુ બીજાને પૈસા આપવાના હોય તો કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ આપતા નથી. તેવી જ એક ઘટના સુરતના રિંગરોડ ખાતે બનેલી છે. જેમાં સુરતના વેપારી પાસેથી લાખો નું કાપડ લીધા બાદ અમદાવાદના 6 વેપારીઓ ગાયબ થઇ ગયા છે.

સુરતના રિંગરોડ પર આવેલ રાધાકૃષ્ણ ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી પાસેથી અમદાવાદના છ વેપારીએ દલાલ મારફતે ગત માસ દરમિયાન રૂપિયા 43.69 લાખનું કાપડ મંગાવ્યું હતું. પરંતુ પેમેન્ટ નહીં ચૂકવી તમામ વેપારી દુકાન બંધ કરી ભાગી ગયા છે. સુરતના વેપારીએ જ્યારે ફોન પર પેમેન્ટ ની ઉઘરાણી કરી ત્યારે છ વેપારી તેમની સાથે ગાળાગાળી કરી અને હાથ પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

આ વાત જ્યારે પોલીસને ખબર પડી ત્યારે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પર્વત પાટિયા સોનલ રેસીડેન્સી ઘર નંબર એ-107 માં રહેતા ૨૬ વર્ષના રવિકુમાર રતનલાલ વડેરા રીંગરોડ રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે.

ડિસેમ્બર માસમાં અમદાવાદના કાલુપુર પાંચકુવા ખાતે માર્કેટ નજીક ઓમ ગારમેન્ટ ચેમ્બરના બીજા માળે પરી એજન્સીના નામે કાપડ દલાલીનું કામ કરતા નીલેશ અડવાણીએ રવિકુમાર ની પાસે આવી પોતાની ઓળખ આપી અમદાવાદના વેપારીઓ સાથે ધંધો કરવાની વાત કરી હતી. જેના કારણે રવિકુમાર એ નીલેશ મારફતે અમદાવાદના વેપારીઓને કાપડ આપવાનું શરૂ કર્યું હતું. વિતેલા છ માસમાં અમદાવાદના છ વેપારીઓ ને માલ આવ્યો હતો તે તમામ વેપારી કુલ રૂપિયા 43.69 લાખનું પેમેન્ટ ચૂકવ્યા વગર દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા.

આ વિશે જાણ થતા રવિ કુમારે ફોન પર પેમેન્ટ ને ઉઘરાણી કરી તો છ વેપારીએ ગાળાગાળી કરી હતી અને હાથ પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ અંગે થોડાક દિવસ પહેલા રવિકુમાર એ તમામ વેપારીઓ અને દલાલ વિરોધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં પીએસઆઇ કે.વી.ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના કયા વેપારીઓ સામે ફરિયાદ નોંધાઈ ?

1:અમદાવાદ ન્યુક્લોથ માર્કેટ ની બાજુમાં સફર 2 ના ત્રીજા માળે બી 152 માં ભૂમિકા ફેશનના નામે વેપાર કરતાં હરેશભાઈ ભગવાનદાસ પરવાણી.

2: ન્યુ ક્લોથ માર્કેટ ની બાજુમાં સફલ એક ના બીજા માળે બી 94 માં હસના એન્ટરપ્રાઇઝના નામે વેપાર કરતા નરેશ પરમારમાનંદ શર્મા.

3: કાલુપુર સહકાર બજાર નિલશય માર્કેટમાં ૧૦૭ માં જયકારા ટ્રેડર્સ ના નામે વેપાર કરતા ભરતકુમાર ભાનુપ્રસાદ ખત્રી.

4: સફલ બેના પહેલા માળે એ પંદર માં કાજલ ક્રિયેશન ના નામે વેપાર કરતા દિપક રમેશભાઈ કોડવાણી.

5: કાલપુર રેવડી બજાર માં સુમલ માર્કેટ ખાતે ત્રીજા માળે 328 માં લક્ષ્મીનારાયણ ક્રિએશન ના નામે વેપાર કરતા હરીશ કુમાર નિહાલ દાસ કીપલાની.

6: પાંચકુવા સરખી vad સારંગપુર દુકાન નંબર 43 રવિના ટ્રેડર્સ ના નામે વેપાર કરતા શ્યામ ગોવિંદ રામ માખીજાણી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post