આ પાડાની કિંમત છે 9 કરોડ રૂપિયા- પાડો જે ભેંસનો પિતા બને છે એ ભેંસ એટલું દૂધ આપે છે કે…

Share post

ઘણીવાર કોઈ વ્યક્તિને ‘પાડો’  શબ્દ ગુસ્સામાં કહેવામાં આવતો હોય છે, પરંતુ એક પાડાની કિંમત કરોડો રૂપિયા હોય એવું સાંભળ્યું છે. હા, આ વાત ખરેખર સાચી છે. એક પાડાની કિંમત જાણીને આપને ખૂબ જ આશ્ચર્ય થશે. ક્યારેક આપને કોઈ પાડા જેવો કહે તો હવે તમે દુઃખ ન લગાડતા.

કારણકે પાડાની કિંમત પણ કરોડો રૂપિયા હોઈ શકે છે. હરિયાણામાં આવેલ કુરુક્ષેત્રમાં એક પાડો રહે છે. જેની કુલ કિંમત 9 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ પાડાનું નામ ‘યુવરાજ’ રાખેલ છે. આ પાડો વિશ્વભરમાં પ્રખ્યાત થયેલો છે. નરેન્દ્ર મોદી વગેરે જેવા મહાન વ્યક્તિઓ આ પાડા ની મુલાકાત લઈ ચૂક્યા છે.

આ પાડાના માલિક નું નામ કરમવીર સિંહ છે. આ પાડાના માલિક જણાવતાં કહે છે, કે આ પાડાને પોતાનાં દીકરાની જેમ રાખીને ઉછેર કર્યો છે. આ પાડાને દીકરો નહીં પણ કમાઉ દીકરો કહી શકાય. કારણ કે આ પાડા ની કિંમત કુલ 9  કરોડ રૂપિયા રહેલી છે. આ પાડાની કમાણીમાંથી તેઓ માલામાલ થઈ ગયેલા છે. કુલ 9 ફૂટ લાંબા તેમજ કુલ પોણા છ ફૂટ ઊંચા આ પાડાની ઉંમર માત્ર 8 જ વર્ષની છે.

આ પાડાનું કુલ વજન 1,500 કિલોગ્રામ રહેલું છે એટલે કે તાકાતવર કુલ 20 માણસોથી પણ વધારે. ઘણા રાજ્યોમાંથી જેમ કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમાં આ પાડાનાં સ્પમની  ખૂબ જ માંગ રહેલી છે.  આ પાડો જે ભેંસનો બાપ બને છે, એ ભેંસ નિયમિત કુલ 18-25 લીટર જેટલું દૂધ આપે છે. માલધારીઓ તેને મોં માંગી કિંમત પર ખરીદવા માટે તૈયાર છે.

આપને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે છેલ્લા માત્ર 4 જ વર્ષમાં આ પાડો દોઢ લાખ ભેસનો પિતા બની ચૂક્યો છે. પાડો જે કોઈપણ બચ્ચાંનો પિતા બને છે એ બચ્ચું કુલ 70-75 કિલોગ્રામ હોય છે. જે સામાન્ય બચ્ચાં કરતા બે ગણો છે. એટલું જ નહિ પરંતુ આ બચ્ચું 2 વર્ષમાં તો મોટું પણ થઈ જાય છે. વિવિધ જગ્યાએથી બચ્ચાને ખરીદવાં માટે લોકો આવતાં રહે છે.

પાડાનાં બચ્ચાની કિંમત પણ 2,50,000 રૂપિયા રહેલી છે. અસંખ્ય બચ્ચાને વેચીને પાડાનાં માલિક લાખો રૂપિયાની કમાણી કરી ચૂકેલા છે. આ પાડાની અમુક વાતો જેને જાણીને આપને પણ ખૂબ જ આશ્ચર્ય થશે. આ પાડો દરરોજનું કુલ 20 લીટર દૂધ પી જાય છે. એના માલિક નિયમિત પાડાને કુલ 2 વાર નવરાવે છે. આની સાથે જ આ પાડાના માલિક સરસિયાના તેલથી તેની માલિશ પણ કરે છે.

આ પાડાને દરરોજનું કુલ 5 કિમીનું વોકિંગ પણ કરાવે છે. આ પાડાની પાછળ પાડાનો માલિક મહીને કુલ 25,000 રૂપિયાનો ખર્ચ પણ કરે છે. યુવરાજ, નામના આ પાડા ને ઘણા એવોર્ડ પણ મળી ચુક્યા છે. ગુજરાતમાં પણ ઘણા ખેડૂતો એવું ઈચ્છે છે, કે અમારા ઘરે પણ આવાં પાડાનો જન્મ થાય કે જેથી અમને આવી કમાણી થાય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post