આ પટેલ ખેડૂતભાઈએ એવી ટેકનોલોજી વિકસાવી કે, દેશના તમામ ખેડૂતોને થશે બમણો ફાયદો

Share post

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. જેમાંથી કેટલીક જાણકારીઓ ખેડૂતોને ખેતીમાં ખુબ જ ઉપયોગી બનતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. મધ્યપ્રદેશમાં આવેલ ધાર જિલ્લાના એક ખેડૂત રવિ પટેલે ડુંગળીનો સ્ટોરેજ કરવા માટેની એક ટેક્નોલોજી વિકસાવી છે. તેને અપનાવીને તેઓ 2 વર્ષથી ડુંગળીને ખેતરમાંથી કાઢીને માત્ર 3 રૂપિયે કિલોના ભાવથી વેચવાની જગ્યાએ ચોમાસા બાદ કુલ 35 રૂપિયે કિલોમાં વેચીને નફો કમાઈ રહ્યા છે. ત્રીજા વર્ષે પણ તેમણે ડુંગળીની આ ટેક્નોલોજીથી સંગ્રહ કરીને ખુબ સારા ભાવ મેળવ્યા છે.

રવિ પટેલની આ ટેકનોલોજી કેવી રીતે કરે છે કામ ?
રવિ બંધ ઓરડામાં લોઢાની જાળીને જમીનથી કુલ 8 ઈંચ ઉપર પાથરે છે. આવું કરવા માટે થોડા અંતરે 2-2 ઈંટો રાખે છે. એની ઉપર ડુંગળીનું સ્ટોરેજ કરે છે. અંદાજે 100 ચોરસ ફૂટ દૂર એક બુંદ વિનાની કોઠી રાખે છે. કોઠીના ઉપરના ભાગમાં એક જોસ્ટ પંખા લગાવી દેવામાં આવ્યો છે. પંખાની હવા જાળીની નીચેથી ડુંગળીના નીચેના ભાગથી ઉડીને ઉપર સુધી આવે છે. જેથી ડુંગળીમાં ઠંડક રહે છે. બપોરે હવા ગરમ હોય છે, એટલા માટે દિવસની જગ્યાએ રાત્રે પંખા ચાલુ રાખવામાં આવે છે.

રવી પટેલે આ ટેક્નોલોજીથી કુલ 100 કવીન્ટલ ડુંગળીના ભંડારો કર્યો છે. કુલ 2,000 કવીન્ટલ અન્ય ખેતરમાં છે, તે આવી રીતે ભંડારો કરવાના છે. ગયા વર્ષે તેમણે ચોમાસા બાદ કુલ 200 કવીન્ટલ ડુંગળી માત્ર 35 રૂપિયે કિલોના ભાવથી વેચી હતી. રવી પટેલે કહ્યું હતું કે, આ ટેક્નોલોજીથી કુલ 80% સુધી બગાડ નિયંત્રિત થાય છે. પહેલા જ્યાં 10 ડુંગળી ખરાબ થતી ત્યાં હવે માત્ર 2 જ ખરાબ થાય છે. જેની પાછળનું કારણ છે કે, કોઈપણ એક ડુંગળીમાં સડો લાગે એટલે, આસપાસની ડુંગળી ખરાબ કરી દે છે. હવે કોઈ ડુંગળી સડે છે તો પંખાની હવાથી સુકાઈ જાય છે.

શું કહે છે રવિ પટેલ ?
રવિ પટેલ જણાવતાં કહે છે કે, પાક આમ તો માર્ચ-એપ્રિલ માસમાં તૈયાર થઈ જાય છે. આ સમયે આવક વધારે હોવાને કારણે ડુંગળીનો માર્કેટ ભાવ માત્ર 2 થી 3 રૂપિયા કિલો સુધી હોય છે. જયારે ચોમાસા બાદ આ માર્કેટ ભાવ કુલ 35 રૂપિયે પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે પરંતુ ડુંગળી ગરમીને લીધે જલ્દી ખરાબ થવાને કારણે તેનો સંગ્રહ કરવો ખેડૂતો માટે મુશ્કેલ હોય છે. ખેડૂતો જ્યાં ભંડારો કરે છે, તે જગ્યાએ પંખા-કુલરની સુવિધા રાખે છે પરંતુ ઢગલામાં ડુંગળી એક બીજાની ગરમીથી ખરાબ થઇ જાય છે. આની માટે મેં એવી ટેક્નોલોજી વિકસાવી છે કે, તમામ ડુંગળીને જમીનમાંથી જ ઠંડક મળે છે તેમજ ડુંગળી ખરાબ પણ ન થાય તો ઢગલામાં રહેલ આસપાસની ડુંગળી ખરાબ થશે નહી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post