રુપાણી સરકારના આ એકમાત્ર નિર્ણયથી રાજ્યના તમામ ખેડૂતોને થશે લાભ – જાણો જલ્દી…
રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર અવારનવાર ખેડૂતોના આર્થિક હિત માટે સરકારી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. જેનો યોગ્ય રીતે લાભ લઈને ખેડૂતોને આર્થિક સહાય મળી રહેતી હોય છે. રાજ્યમાં આવેલ અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોની હાલત પહેલાં કરતાં પણ વધારે કફોડી બની ગઈ છે.
ઘણીવાર તો ખેડૂતો વ્યાજખોરોથી કંટાળીને અથવા તો આર્થિક સંકડામણથી ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો આવતો હોય છે. રાજ્યમાં આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે તો છેતરપીંડીનો ભોગ ખેડૂતો પણ બનવાં લાગ્યા છે. ગુજરાતમાંથી ઘણીવાર ખેડૂતે આત્મહત્યા કરી લીધી હોય એવી ઘટનાઓ સામે આવતી હોય છે.
હાલના સમયમાં ખેડૂતો વિવિધ પાકો તેમજ ફળોની ખેતી કરીને શિક્ષિત લોકો કરતાં પણ બમણી કમાણી કરી રહ્યાં છે. કોરોના મહામારીને કારણે કેટલાંક લોકો ખેતી બાજુ વળી રહ્યાં છે. એમ છતાં આર્થિક નુકસાન થવાથી દેશનો ખેડૂત લાચાર બની ગયો છે. કોરોના વચ્ચે હાલમાં ફરી એકવાર ખેડૂતો માટે આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે.
રાજ્યના બધાં જ તલાટીઓને હવે સોગંદનામા કરવાની સત્તા પંચાયત વિભાગે જાહેરનામું બહાર પાડી આપવામાં આવ્યું છે. જેને લીધે ગ્રામજનોને તાલુકા કક્ષાએ થતા ધક્કામાંથી છુટકારો મળશે. ગ્રામપંચાયત વિભાગના સંયુક્ત સચિવે જાહેરનામા મારફતે સોગંદનામાની સત્તા તલાટી કમ મંત્રીને સોંપી દીધી છે. જે. બી. દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે તમામ સેવાઓ ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ બનાવી દેવામાં આવી છે પરંતુ એનો લાભ લેવા માટે સોગંદનામાની જરૂરીયાત પડશે તથા એ કરવા માટે તાલુકા કક્ષાએ જવાની જરૂર પડે તે યોગ્ય નથી. આને લીધે જ તલાટીઓને સત્તા આપવામાં આવી છે.
આની માટે કોઇ વિશેષ તાલીમની જરૂર રહેતી નથી તથા ફોર્મ સહિતની સામગ્રી ગ્રામપંચાયતમાંથી જ મળી રહેશે. આની સાથે જ સોગંદનામા માટે કોઇ ચાર્જ લેવામાં આવશે નહીં. તલાટીઓના જોબ ચાર્ટમાં કેટલાંક કામો છે એમાં પણ સરકારે ઓનલાઈન કામોનો વધારો કરતા ગ્રામ્ય વિસ્તારના લોકોને નાના-મોટા કામ કરવાં માટે તાલુકા કક્ષાએ થતા ધક્કામાથી મુક્તિ મળશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…