દુષ્કાળનો ભોગ બનેલા એક જ ગામના 60 પરિવારોએ ખેતી દ્વારા કરી કરોડોનો કમાણી, આજે ગામના 250 કુવાઓમાં બારેમાસ રહે છે છલોછલ પાણી
મહારાષ્ટ્રનાં અહમદનગર જિલ્લામાં આવેલ હિવરે બજાર ગામ ઘણાં વર્ષ પહેલાં ગરીબી અને દુષ્કાળની લપેટમાં આવી ગયું હતું પરંતુ વર્ષ 1990 ના દાયકામાં ગામનું ભાગ્ય બદલાઈ ગયું. લગભગ 60 કરોડપતિ લોકો સાથે ગામ શ્રીમંત લોકોમાં પરિવર્તિત થઈ ગયું, અ તમામ લોકો ખેડૂત છે. આ સફળતા પાછળનું કારણ ગામના સરપંચ પોપટરાવ બાગુજી પવાર છે કે, જેમણે ગામની સામાજિક-આર્થિક રચના હંમેશા માટે બદલી નાખી.
આ ગામમ કુલ 1,250 લોકો વસવાટ કરે છે, જેમાંથી કુલ 60 લોકો કરોડપતિ છે. આ ગામ એક વિકાસશીલ રાષ્ટ્રનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગામમાં ખળભળાટ મચાવનાર બજારો, રસ્તાઓ, ખેતરો અને સારી રીતે બાંધવામાં આવેલા મકાનો છે જે ભારતીય ગામોમાં ખુબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તેની ઉપરાંત, ગામમાં ખુલ્લામાં શૌચ કરવાં પર તેમજ તમાકુ અને આલ્કોહોલ પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે,
આની સાથે જ સિંચાઈ માટે જંગલો કાપવા, ચરાવવા અને કુવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતના મોટાભાગના ગ્રામીણ લોકોની તુલનામાં કમાણી સાથે એક પ્રતિષ્ઠિત જીવનધોરણ મેળવ્યું છે. ગામમાં દુષ્કાળ પડ્યો અને ગામની હાલત કફોડી બની ગઈ. ગામના તમામ કુવાઓ સુકાઈ ગયા હતાં અને પાણીની ખુબ અછત હતી. જેના પરિણામે આવકનો કોઈ સ્રોત રહ્યો ન હતો.
ત્યારપછી દારૂનાં વ્યસને ઘરેલું હિંસા વધારી. ગામમાં શાસનનો અભાવ હોવાથી સમસ્યાઓ વધારો થયો. ગામના કુલ 90% લોકો નવું જીવન શોધવા માટે શહેરોમાં ચાલ્યા ગયાં હતાં પરંતુ આ હતાશાને સમાપ્ત કરવા માટે, ગામના યુવાનોએ ગામમાં એક વડાની નિમણૂક કરવાનું નક્કી કર્યું, જે ગામનો માર્ગ બદલી શકે છે. વર્ષ 1989 માં પોપટાવ પવારને સર્વાનુમતે ગામના સરપંચ તરીકે નિમણૂક કરવામાં આવી.
સરપંચે ગામમાં તમામ ગેરકાયદેસર ચાલતા દારૂના સ્ટોરો બંધ કરીને ધૂમ્રપાન પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ ગામ છાંયડાવાળા વિસ્તારમાં હોવાથી વરસાદ ખુબ ઓછો થાય છે. દર વર્ષે માત્ર 15 ઇંચ જેટલો જ વરસાદ નોંધાય છે, તેથી પાણીની જરૂરિયાત પૂરી કરવી મુશ્કેલ બની જાય છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરપંચે લોન લઇને ગામમાં વરસાદી પાણીનો સંગ્રહ અને વોટરશેડ સંરક્ષણ અને સંચાલન કાર્યક્રમ શરૂ કર્યો.
ગામલોકોની સાથે અને રાજ્ય સરકારના ભંડોળનો ઉપયોગ કરીને, તેમણે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે કુલ 52 માટીના બંધ, કુલ 32 પથ્થરના બંધ, ચેકડેમ સહિત ઘણાં જળાશયો સ્થાપ્યા તેમજ વૃક્ષોનું વાવેતર પણ કર્યું. આ વોટરશેડ તકનીક દ્વારા ગામલોકોને સિંચાઈ કરવામાં અને વિવિધ પાકની વાવણી કરવામાં મદદ મળી. વર્ષ 1990 માં કુલ 90 કુવાઓની સાથે, આ ગામમાં હાલમાં કુલ 294 જેટલા જળ કુવાઓ છે.
થોડા વર્ષો દરમિયાન, ગામની આસપાસના કુવાઓ અને માનવસર્જિત અન્ય માળખામાં પાણીનું સ્તર વધવા લાગ્યું, આ રીતે ખેતી પૂરજોશમાં ચાલી રહી અને ગામલોકોની આવકનો મુખ્ય સ્રોત બની ગઈ. આની ઉપરાંત, ગામમાં પાકનાં વાવેતરની જગ્યાએ શાકભાજી, કઠોળ, ફળ અને ફૂલો કે જેમાં ખુબ ઓછા પાણીનો ઉપયોગ થાય છે એને ઉગાડવાનું શરુ કર્યું.
ગ્રામજનોએ પશુપાલન પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું, જેને કારણે દૂધના ઉત્પાદનમાં વધારો થયો, આ રીતે એમની આવકમાં ખુબ વધારો જોવા મળ્યો. વર્ષ 1990 ના દાયકામાં, લગભગ 125 લીટર દૂધનું દરરોજ ઉત્પાદન થતું હતું, જ્યારે આજે દૂધનું ઉત્પાદન દરરોજ આશરે 3,331 લીટર થાય છે. ધીરે-ધીરે ગામમાં વિકાસ અને સમૃદ્ધિ જોવા મળી, પરિણામે વિપરીત સ્થળાંતર. કુલ 182 પરિવારોમાંથી કુલ 168 પરિવાર ગરીબી રેખાની નીચે જીવી રહ્યાં હતાં જયારે હાલમાં કુલ 3 પરિવાર જીવી રહ્યાં છે.
સરપંચનાં સુશાસન, સખત મહેનત અને સમર્પણની સાથે ગામના સમર્થન અને ભાગીદારીને કારણે ગામને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ‘આદર્શ ગામ’નું બિરુદ મળ્યું છે. વર્ષ 2016માં ‘મન કી બાત’ સંબોધનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગામના વડા અને ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કાર્યની પ્રશંસા કરી હતી. આ પરાક્રમના પરિણામે, પોપટરાવ પવારને મહારાષ્ટ્રના મોડેલ વિલેજ પ્રોગ્રામના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…